Book Title: Chapti Bhari Chokha
Author(s): Vairagyarativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 4
________________ કષાયો દારૂના નશા જેવા છે. દારૂ પીવો નહીં ત્યાં સુધી તમને કોઈ નુકશાન નથી કરતું. એકવાર પીવાનું ચાલું કર્યા પછી કંટ્રોલમાં રહેવું વ્યક્તિના હાથની વાત નથી રહેતી. કષાય કરવો કે નહિ તે આપણાં હાથમાં છે. કર્યા પછી ક્યાં અટકવું એ વ્યક્તિ હાથમાં નથી . ≈ પટ્ટ સાથે ઉગેલા કાંટાને પોતાનું દુર્ભાગ્ય ગણીને ફરિયાદી બનતું રહે તો ગુલાબ ક્યારેય ખીલી શકે ખરું ? ગુલાબની પ્રસન્નતા અને પમરાટનું રહસ્ય એક જ છે કાંટાને પણ દોસ્ત માનીને સ્વીકારી લેવા. માણસ આટલું શીખી લે તો ? ચાવીને ખાધેલો ખોરાક અને ઉકાળીને પીધેલું પાણી શરીરને આરોગ્યનું પ્રદાન કરે છે. અને રોગોની સંભાવના ઘટાડે છે તે જ રીતે વિચારીને કેળવેલી માન્યતા અને સમજીને સ્વીકારેલી વાણી મનને સાચી સમજતું પ્રદાન કરે છે. અને દોષોની સંભાવનાને ઘટાડે છે. આ દુનિયામાં પ્રસન્નતા પામવાનો એક જ માર્ગ છે. દિલમાંથી કષાયોને વિદાય કરી દો. કષાયોથી બચવાનો એક જ રસ્તો છે. વિચારોમાંથી સ્વાર્થની બાદબાકી કરી નાંખો. સતત પોતાના વિચારો કરવા કરતા સતત બીજાના વિચારો કરો. બીજાને મળેલું સુખ મને મળેલું સુખ છે. બીજાને આવતું દુ:ખ મારું દુ:ખ છે. આ માન્યતા પ્રસન્નતાનું પહેલું પગથિયું છે. ==

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16