________________
જમીન સારી હોય, ખાતર સારું હોય
પણ પાણી જો ખારું હોય તો ફૂલ ખીલતું નથી
તેમ ભાવ સારા હોય, વિચાર પણ
સારા હોય
તેમ છતાં વાણી જો ખરાબ હોય તો સદ્ભાવના
ફૂલ ખીલતા નથી ખારું પાણી અને ખરાબ વાણી ક્યારેય ટાઢક આપતા નથી.
આપણા મનને ત્રણ તત્ત્વો પ્રભાવિત કરે છે
એક, વિચાર
બે, વાણી
ત્રણ, ખોરાક આ ત્રણ જો સારા તો મન
સ્વસ્થ અને પ્રસન્ન. સદ્વાચન, વિચારને ઉજળાં બનાવશે સત્સંગ, વાણીને નિર્મળ બનાવશે. સંયમ, આહારને નિર્દોષ બનાવશે.
વધુ પડતું મીઠું રસાઈ બગાડી નાખે વધુ પડતો ખોરાક શરીર બગાડી નાંખે વધુ પડતી સાકર મીઠાઈ બગાડી નાંખે વધુ પડતા વિચારો મગજ બગાડી નાંખે
અને વધુ પડતું સુખ જીવન બગાડી નાંખે ચેતતા રહેજો આ સંસારી સુખથી.
“અતિ સુખ હોય તો તેને નિશાની નાશની સમજો”
“મને કોઈની જરૂર નથી”
એમ માને તે સ્વાર્થી “સહુને મારી જરૂર છે” એમ માને તે અભિમાની. “હું કોઈને જરૂરી બનું” એમ માને તે પરોપકારી. “સહુ મારા માટે જરૂરી છે”
એમ માને તે નમ્ર. શબ્દોની નાનકડી હેરાફેરીમાં આખો માણસ બદલાઈ જાય છે.
સાચું કે નહીં ?
૪ ૩૮૪
=
૪/૪