________________
સાગર અને નદી વચ્ચે એક
તફાવત બહુ મોટો છે. ગમે તેટલો વરસાદ વરસે સાગર
ક્યારેય છલકાતો નથી. વરસાદ થોડો વધારે પડે તો નદી
છલકાઈ જાય.
સારા અને સાધારણ માણસ વચ્ચે સાગર અને નદી જેવો
ફરક છે. ગમે તેટલી પ્રશંસા થાય માન મળે જે છલકાય નહીં તે સારો માણસ. થોડી પ્રશંસાથી જેનું અભિમાન છલકાઈ ઉઠે તે સાધારણ માણસ.
સારા માણસનાં બે ઓળખચિહ્નો એક, હંમેશા પોતાની ભૂલો પર રડતો હોય. બે, હંમેશા પોતાના પાપોથી ડરતો હોય.
ખરાબ માણસના બે ઓળખ ચિહનો એક, હંમેશા દુઃખના સમયમાં રડતો હોય.
બે, હંમેશા દુઃખથી ડરતો હોય. ખરાબમાંથી સારા બનવા ક્યાંય
જવાની જરૂર નથી. બસ, આપણા મન સુધી પહોંચવાની જરૂર છે.
= ૩૩૩
વરસાદ વિના ધરતી સૂકાઈ જાય. પાણી વિના છોડ સૂકાઈ જાય. આહાર વિના શરીર સૂકાઈ જાય સંબંધ વિના સદ્ભાવ સૂકાઈ જાય. વહેણ વિના ઝરણું સૂકાઈ જાય.
| બસ એ જ રીતે પૂજા વિના ભક્તિ સૂકાઈ જાય છે.
દયા વિના ધર્મ સૂકાઈ જાય છે. પરોપકાર વિના હૃદય સૂકાઈ જાય છે. પરોપકારની વાણીથી હૃદયની ધરાને સીંચતા રહેજો, લીલીછમ રહેશે...
રમકડાં માટે જીદ કરતા નાના બાળકની ખોટી જીદ કેવી રીતે છોડાવવી
તે માતા જાણે છે. માતા તેને નુકશાન ન કરે તેવો સાકરનો ગાંગડો પકડાવી દે છે.
સુખ માટે રાગ કરવાની આપણા આત્માની ખોટી આદત કેવી રીતે છોડાવવી
તે પરમાત્મા જાણે છે. પરમાત્મા કહે છે વત્સ ! તારે રાગ જ કરવો છે? તો દેવ પર કર, ગુરુ પર કર. દ્વેષ જ કરવો છે તો તારા દોષો ઉપર કર,
પ્રવૃત્તિ જ કરવી છે તો
ધર્મની કર.
૪ ૩૪૪
= ૩૬s