Book Title: Chapti Bhari Chokha
Author(s): Vairagyarativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 16
________________ સાપ, જમીન ઉપર સરકતો હોય ત્યારે તેની ચાલ વાંકી ચૂંકી ભલે હોય પણ દરમાં પેસે ત્યારે સીધી જ હોય. માણસ બજારમાં પણ દંભી વહેવાર કરે છે અને ઘરમાં પણ દંભી વહેવાર રાખે છે. દંભ અને છળપ્રપંચ ઘર બહાર ન થાય, અને ઘરમાં તો કદાપિ ન થાય આ સંકલ્પ માણસ કરી લે તો એને જોઈને સાપ કરડવાનું ભૂલી જાય. ખૂબ દૂર રહેલું પ્રકાશનું એક નાનકડું કિરણ ગાઢ અંધકારમાં ઊભેલી વ્યક્તિને આશ્વાસ, માર્ગદર્શન અને દિશાસૂચન કરે છે. તેમ ખૂબ દૂર રહેલાં “પરમાત્મા” મોહનાં અંધારામાં ડૂબેલા આપણા આત્માને આધાર, આલંબન અને આશ્વાસન આપે છે. પરમાત્મા આપણને અંધારામાં જોઈ રહ્યાં છે. આપણે પરમાત્માના પ્રકાશનો એક ઝબકાર પણ જોયો છે? ક પડક = પપs આપણાં પુણ્ય એ આપણને સરસ મજેનું શરીર આપ્યું, સમજણ આપી, સામગ્રી આપી, સંપત્તિ આપી, સ્વજનો આપ્યા, બધું જ આપ્યું, ખાસ તો આ બધાને સાર્થક કરી શકાય તેટલો “સમય” આપ્યો. જે પુણ્યએ આ બધું આપ્યું, તે પુણ્ય કોના થકી મળ્યું?....પરમાત્માથી. એ પરમાત્માને આપણે કેટલો ‘સમય’ આપીએ છીએ? આ પ્રશ્નના જવાબમાં જીવન તમામ પ્રશ્નોના જવાબ સમાયેલાં છે... એક ટીપું ઝેર એક ગ્લાસ દૂધને ઝેરી બનાવી દે છે. એક ચિનગારી ઘાસની ગંજીને બાળી નાંખે છે તેમ નાનકડો પણ સ્વાર્થનો ભાવ ગુણોને દુર્ગુણમાં ફેરવી નાંખે છે. સત્કૃત્યોનાં ફળને કાચી સેકંડમાં બાળી નાંખે છે. 4 544 = પ૬૪

Loading...

Page Navigation
1 ... 14 15 16