Book Title: Chapti Bhari Chokha
Author(s): Vairagyarativijay
Publisher: Pravachan Prakashan Puna
Catalog link: https://jainqq.org/explore/009093/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આવૃત્તિ મૂલ્ય C પૂના ચપટી અમદાવાદ ભરી ચોખા મુનિશ્રી વૈરાગ્યરતિવિજયજી પ્રવચન પ્રકાશન ૪૮૮, રવિવાર પેઠ, પુના ૨ : પ્રથમ : રૂા. ૧૦,૦૦ : PRAVACHAN PRAKASHAN, 2004 : પ્રાપ્તિસ્થાન : પ્રવચન પ્રકાશન ૪૮૮, રવિવાર પેઠ, પૂના-૪૧૧૦૨ ફોન : ૦૨૦-૨૪૪૫૩૦૪૪ : અશોકભાઈ ઘેલાભાઈ શાહ ૨૦૧, ઓએસીસ, અંકુર સ્કૂલની સામે, પાલડી, અમદાવાદ ફોન : ૨૬૬૩૩૦૮૫ : ૦૭૯-૩૧૦૦૭૫૭૯ મુદ્રક રાજ પ્રિન્ટર્સ, પૂના ટાઈપ સેટિંગ : વિરતિ ગ્રાફિકસ, અમદાવાદ. સાથિયો પ્રવચન પ્રકાશન દ્વારા ચપટી ભરી ચોખા” પ્રકાશિત થઈ રહી છે. અમે તો ઉત્તમ અને ઉમદા વિચારોને વહેતા રાખવાનું વ્રત લીધું છે. વરસાદી વાદળનાં છાંટણાં જેવા આ વિચારો આપણા હૈયે સદ્વિચારનો સાથિયો રચી શકે તો આનંદ પ્રવચન પ્રકાશન, પૂના અમંગલ ચોખાથી સાધિયોં બને, અષ્ટમંગલ બનેં, ચોખાથી પ્રભુનાં વધામણાં થાય. સારા વિચારોથી સાધના બને, શુભમંગલ બને, સાચા વિચારોથી આતમા દ્વારા પરમાતમાના વધામણાં થાય. સારા વિચારનો એક અંશ પણ પવિત્ર ગણાય. ‘ચપટી ભરી ચોખા' તમારા હાથમાં છે. સારા વિચારોમાં ઝકઝોળ બનશો તો આમાનું મંગલ થશે... – વૈરાગ્યરતિવિજય Page #2 -------------------------------------------------------------------------- ________________ અનુમોદના ચપટી ભરી ચોખા દ્વારા સદ્વિચારનો સાથિયો પૂરવાનો અનુપમ લાભ પૃથ્વી ગ્રુપના સદસ્યો : સ્વ. શાંતાબેન એ. શાહ શ્રીતિ હસમુખબેન જંયતિલાલ શાહ પૃથ્વી શ્રીમતિ હિના શ્રેણીક શાહ શ્રીમતિ સુપ્રિયા સુનીલ શાહ ચિ. હિના શૈલેષ શાહ કેનેડા ચિ. કેતન ગીરીશ સુરાણા-મુંબઈ ચિ. રોશની, આરજ્જુ, જિજ્ઞા ચિ. સાહિલ, અમન, ભાવેશ ચિ. મિહિર, અનિર્મય, અભિનવ (વાપી) પરિવારે પ્રાપ્ત કર્યો છે. એમની આ સુંદર તબક્તિની અમે અનુમોદના કરીએ છીએ. કોનો પણ આ રોગો જાતો | પ્રવચન પ્રકાશન અમંગલ ચોખાથી સાથિયો બને, અષ્ટમંગલ બને. ચોખાથી પ્રભુનાં વધામણાં થાય. સારા વિચારોથી સાધના બને. મંગલ બને. સાચા વિચારોથી આતમા દ્વારા ૫રમાતમાના વધામણાં થાય. સારા વિચારનો એક અંશ પણ પવિત્ર ગણાય. ‘ચપટી ભરી ચોખા' તમારા હાથમાં છે. સારા વિચારોમાં ઝકઝોળ બનશો તો આતમાનું મંગલ થશે... વૈરાગ્યરતિવિજય પ્રવચન સ્તંભ શ્રી હેમતલાલ છગનલાલ મહેતા પરિવાર - કલકત્તા શ્રીમતી પ્રભાબેન નંદલાલ શેઠ - મુંબ યુવા સંસ્કાર ગ્રૂપ - નાગપુર પ્રવચન પ્રેમી શ્રી સુધીરભાઈ કે. ભાળી - કલકત્તા શ્રી કુમારપાળ દિનેશકુમાર સમદડિયા - સંચર શ્રી શાંતિલાલ ગમનાજ શંકા (મંડારવાળા) - સાબરમતી, અમદાવાદ આર. એપરલ્સ - સાબરમતી, અમદાવાદ શ્રી પ્રેમચંદ રવચંદ શાહ (કુણઘેરવાળા) - અમદાવાદ છગનલાલ તિલોકચંદ સંઘવી - સાબરમતી, અમદાવાદ પ્રવચન ભક્ત શ્રી ચંદુલાલ નેમચંદ મહેતા - કલકત્તા શ્રી છોટાલાલ દેવચંદ મહેતા - કલકત્તા શ્રી ખુશાલચંદ વનેચંદ શાહ - કલકત્તા શ્રી રસીકલાલ વાડીલાલ શાહ - કલકત્તા શ્રી કસ્તૂરચંદ નાનચંદ શાહ - કલકત્તા શ્રી મંછાલાલ શામજી જોગાણી - કલકત્તા શ્રી ગુલાબચંદ તારાચંદજી કોચર - નાગપુર શ્રીમની સમજુબેન મણીલાલ દોશી પરિવાર - નાગપુર ઉંઝાનિવાસી શ્રી નટવરલાલ પોપટલાલ મહેતા - નાગપુર શ્રી પ્રવીણચંદ્ર વાળચંદ શેઠ (ડીસાવાળા) - નાસિક શ્રી ચંદ્રશેખર નરેંદ્રકુમાર ચોપડા - વરોરા શ્રી સુભાષકુમાર વાડીલાલ શાહ - કરાડ શ્રી પ્રકાશ બાબુલાલ, દેવેન્દ્ર, પરાગ, પ્રિતમ શાહ - મંચર શ્રીમતી હસમુખબેન જયંતીલાલ શાહ (પૃથ્વી) - વાપી શ્રી વિનોદભાઈ મણિલાલ શાહ અમદાવાદ સ્વ. રંભાબેન ત્રિકમલાલ સંઘવી, હસ્તે - મહેન્દ્રભાઈ - સાણંદ એ શેફાલી મૂર્તિપૂજક જૈન સંઘના આરાધકો - અમદાવાદ પુખરાજ રાયચંદ પરિવાર - સાબરમતી, અમદાવાદ એક સગૃહસ્થ, હરજી (રાજસ્થાન) વોરા નાગરદાસ કેવળદાસ રિલિ. ટ્રસ્ટ - અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ કાનમાં પેસેલો નાનો પણ મચ્છર હાથીના અસ્તિત્વને હચમચાવી નાંખે છે. તેમ મનમાં પેસેલી નાની પણ ઈર્ષા પ્રસન્નતાના પહાડને હચમચાવી નાંખે છે. દોષ નાનો છે કે મોટો એ અગત્યનું નથી; દોષ એ દોષ છે એ અગત્યનું છે. ~ ૧૪ ભગવાન તો કલ્પવૃક્ષ જેવા છે. માંગો તે બધું જ મળે પણ ભગવાન પાસે મેળવવા જેવું શું છે ? ત્રણ ન જીવનમાં દીનતા ન જન્મે. મરણ સમયે સમાધિ રહે. પરલોકમાં ભગવાનનું શાસન મળે આ ત્રણ માંગણીમાં બધું જ સમાઈ ગયું... ≈ રક આગને પાણીથી શાંત કરી શકાય પણ આગથી બળી ગયેલી વસ્તુઓને પાણીથી સજીવન ન કરી શકાય. ક્રોધને અન્ય સાધનોથી શાંત કરી શકાય પણ તેનાથી બળી ગયેલી સદ્ભાવનાઓને જીવંત કરવી ખૂબ કઠણ છે. ક્રોધ કરતાં પહેલાં માણસ આટલો જ વિચાર કરે તો ?... #ગુજ્જ બીજા દ્વારા મળતાં દુઃખથી બચવા માટે ત્રણ વસ્તુ ખ્યાલમાં રાખવી. એક, અન્ય પાસે અપેક્ષા રાખવી નહીં. બે, કદાચ અપેક્ષા રાખી હોય તો તે પૂરી થાય તેવી જિદ રાખવી નહીં. ત્રણ, અપેક્ષા તૂટે ત્યારે વ્યક્તિને દોષિત માનવી નહીં. ~~~ Page #4 -------------------------------------------------------------------------- ________________ કષાયો દારૂના નશા જેવા છે. દારૂ પીવો નહીં ત્યાં સુધી તમને કોઈ નુકશાન નથી કરતું. એકવાર પીવાનું ચાલું કર્યા પછી કંટ્રોલમાં રહેવું વ્યક્તિના હાથની વાત નથી રહેતી. કષાય કરવો કે નહિ તે આપણાં હાથમાં છે. કર્યા પછી ક્યાં અટકવું એ વ્યક્તિ હાથમાં નથી . ≈ પટ્ટ સાથે ઉગેલા કાંટાને પોતાનું દુર્ભાગ્ય ગણીને ફરિયાદી બનતું રહે તો ગુલાબ ક્યારેય ખીલી શકે ખરું ? ગુલાબની પ્રસન્નતા અને પમરાટનું રહસ્ય એક જ છે કાંટાને પણ દોસ્ત માનીને સ્વીકારી લેવા. માણસ આટલું શીખી લે તો ? ચાવીને ખાધેલો ખોરાક અને ઉકાળીને પીધેલું પાણી શરીરને આરોગ્યનું પ્રદાન કરે છે. અને રોગોની સંભાવના ઘટાડે છે તે જ રીતે વિચારીને કેળવેલી માન્યતા અને સમજીને સ્વીકારેલી વાણી મનને સાચી સમજતું પ્રદાન કરે છે. અને દોષોની સંભાવનાને ઘટાડે છે. આ દુનિયામાં પ્રસન્નતા પામવાનો એક જ માર્ગ છે. દિલમાંથી કષાયોને વિદાય કરી દો. કષાયોથી બચવાનો એક જ રસ્તો છે. વિચારોમાંથી સ્વાર્થની બાદબાકી કરી નાંખો. સતત પોતાના વિચારો કરવા કરતા સતત બીજાના વિચારો કરો. બીજાને મળેલું સુખ મને મળેલું સુખ છે. બીજાને આવતું દુ:ખ મારું દુ:ખ છે. આ માન્યતા પ્રસન્નતાનું પહેલું પગથિયું છે. == Page #5 -------------------------------------------------------------------------- ________________ ફૂલ ખીલવા માટે ખીલે છે. વૃક્ષ ઉગવા માટે ઉગે છે. નદી વહેવા માટે વહે છે. વરસાદ વરસવા માટે વરસે છે. પણ માણસ જીવવા માટે નથી જીવતો. એ પૈસા કમાવવા માટે જીવે છે. એ સ્વાર્થ સાધવા માટે જીવે છે. એ ઇજ્જત પામવા માટે જીવે છે. આ બધું માણસ સારી રીતે કરી શકે છે. માત્ર સારી રીતે જીવી નથી શકતો. બોલો આ સ્થિતિને કેવી કહીશું? મને શું ગમશે? તેની ચિંતા સ્વાર્થ જન્માવે છે. બીજાને શું ગમશે? તે ચિંતા કરુણા” જન્માવે છે. પરમાત્માને શું ગમશે? તે ચિંતા “પ્રસન્નતા” જન્માવે છે. મને શું નહીં ગમે? તે ચિંતા “સંકલેશ” જન્માવે. બીજાને શું નહીં ગમે? તે ચિંતા પ્રેમ અને સૌહાર્દ જન્માવે. પરમાત્માને શું નહીં ગમે ? તે ચિંતા ‘વિરકિત’ જન્માવે. = ૧૧= માખી આજ સુધી કોઈને કરડી હોય તેવો એક દાખલો ઇતિહાસમાં નથી છતાં તે હડધૂત થતી રહે છે તેનું કારણ છે ગંદકી પર બેસવાની આદત. માખીની જેમ આપણા મનને ગંદકી પર બેસવાની આદત પડી ગઈ છે. બાકી તો મન આપણું ભગવાનનાં મંદિર જેવું છે ખરાબ આદત છૂટી જાય તો ભયો ભયો... પાયાના આધાર વિના ખુરશી ઊભી રહે નહીં. પગના આધાર વિના માણસ ઊભો રહે નહીં. પાણીમાં ઊભાં રહેવા માટે કમળને પાંદડાનો આધાર જરૂરી છે. મનમાં ધર્મને સ્થિર કરવો હોય તો તેને પ્રસન્નતાના આધારની જરૂર પડે છે. આ આધારને મજબૂત બનાવવા બે સૂત્રો છે આપણી પાસે જે નથી તેની અપેક્ષા રાખવી નહીં આપણી પાસે જે છે તેનું અભિમાન કરવું નહીં ૧ = ૧૨૪ Page #6 -------------------------------------------------------------------------- ________________ પહેલીવાર ભૂલ થાય તે ‘અજ્ઞાન’ કહેવાય બીજીવાર થાય તે ‘ભૂલ' કહેવાય ત્રીજીવાર ભૂલ થાય તે ‘ગુનો’ કહેવાય અને ત્રણથી વધુ વાર ભૂલ થાય તે ‘મૂર્ખામી’ કહેવાય સંસારમાં રહેવું, તેનો માર ખાવો છતાંય સંસારમાં મજા માન્યા કરવી તે આપણું અજ્ઞાન છે ? ભૂલ છે ? ગુનો છે ? કે મૂર્ખતા છે ??? ૪૧૩૪ દૂધમાં દહીં નાંખો તો એ ફાટી જાય. દહીંમાં સાકર નાંખો તો એ શ્રીખંડ બને. વાણીને આ સત્ય સો ટકા લાગુ પડે છે વાણી જો દહીં જેવી હશે તો સામેવાળાનું દૂધ જેવું હૃદય ફાડી નાંખશે. વાણી જો સાકર જેવી હશે તો સામેવાળાનું ખાટું હૃદય પણ શ્રીખંડ જેવું બનાવી દેશે. = ૧૪૪ માનવી હજારો વખત ફૂલને તોડતો રહે છે છતાં કોઈ ફૂલે પોતાની સુગંધ ઓછી કરી નથી કારણ તેને પોતાની સાર૫માં વિશ્વાસ છે. જ્યારે બે ચાર વ્યક્તિના કડવા અનુભવ પછી માણસ પોતાની સારપ જાણી જોઈને ખોઈ નાંખે છે. કારણ તેને સારપની શ્રદ્ધા નથી. જીવનને શ્રદ્ધાથી મહેકતું રાખ્યું હશે તો સારપ આપોઆપ આવશે. * ૧૫= ફૂલોની સુગંધ માણ્યા પછી પણ માખી તો વિષ્ટા ઉપર જ બેસશે. હજાર મિષ્ટાન્ન જમાડ્યા પછી પણ ભૂંડ ગટરમાં જ માથું નાંખશે. ખરાબ મિત્રો માખી અને ભૂંડ જેવા હોય ગમે તેટલી સારી જગ્યાએ લઈ જાવ તો પણ સુધરે નહીં, અને કદાચ તમે સારા હો તો તમને બગાડી મૂકે તો જરાય નવાઈ નહીં... ~ ૧૬૪ Page #7 -------------------------------------------------------------------------- ________________ જરૂર વિના ખાવું અને જરૂર વગરનું ખાવું એ શરીર બગાડનારા પરિબળો છે. જરૂર વિના વિચારો કરવા અને જરૂર વગરના વિચારો કરવા એ મન બગાડનારા પરિબળો છે. એક ડગલું આગળ... જરૂર વિના કષાયો કરવા અને જરૂર વગરના કષાયો કરવા શરીરનાં બળ કરતા બુદ્ધિનું બળ ચઢે. બુદ્ધિનાં બળ કરતા મનનું બળ ચઢે. મનનાં બળ કરતા સંકલ્પનું બળ ચઢે સંકલ્પના બળ કરતા શ્રદ્ધાનું બળ ચઢે શ્રદ્ધાનાં બળ કરતા આત્માનું બળ ચઢે આત્માનાં બળને જન્માવવાની અને વધારવાની એકમાત્ર તાકાત “સમર્પણ'માં છે. ભગવાનનું સમર્પણ. ભગવાનની વાતોનું સમર્પણ. ભગવાનના ભક્તનું સમર્પણ. આત્માને બગાડનારા પરિબળો છે.... ક ૧૯s બળ દ્વારા અન્યના શરીરને જીતી શકાય કળ દ્વારા અન્યના મનને જીતી શકાય. પણ દિલને ન જીતી શકાય અન્યના દિલને જીતવાની ચાવી છે સદ્ભાવ. સદ્ભાવનું જળ એવું છે જેનાથી હૈયાની ભલભલી આગને શાંત કરી શકાય. પથ્થરમાંથી મૂર્તિ બનાવવા તેને ઘડવો પડે છે. માટીમાંથી ઘડો બનાવવા તેને ઘડવો પડે છે. ઉકરડામાંથી બગીચો બનાવવા તેને સમારવો પડે છે. અશાંત મનને શાંત બનાવવા તેને ઘડવું અને સમારવું પડે છે. મન વિચારોથી ઘડાય છે. મન સંસ્કારોથી ઘડાય છે. વિચારો શ્રવણથી પ્રાપ્ત થાય છે. સંસ્કાર, ક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે. ક ૧૮૪ = ૨/૪ Page #8 -------------------------------------------------------------------------- ________________ એક જ ડાળી પર ખીલેલાં બે ફૂલ સરખા રૂપ-રંગ અને સુગંધ ધરાવે છે. કારણ કે તે બન્ને ક્યારેય એકબીજાની ‘ઈર્ષા કરતા નથી એક જ ક્ષેત્રમાં રહેલાં બે માણસો ક્યારેય સ્વસ્થ રહી શકતા નથી તેનું કારણ લખવાની જરૂર છે? ફૂલનાં સૌંદર્ય અને સુવાસને જીવંત રાખવા તેને સૂરજના તાપથી બચાવવું જરૂરી છે. તો મનની શાંતિ અને પ્રસન્નતાને જીવંત રાખવા મનને કષાયજન્ય દુર્ભાવોથી બચાવવું જરૂરી છે. = ૨૧= સૂરજનો પ્રખર તાપ ફૂલનાં સૌંદર્યને અને સુવાસ ને હરી લે છે પાણીમાં સાકર નાંખો તો સારું બને મીઠું નાંખો તો ખારું બને. બિસ્કુલ પાણી જેવું છે આપણું મન. તેને સારા વિચારો આપશો તો સારું બનશે. ખરાબ વિચારો આપશો તો ખરાબ. આપણું મન ખરાબ છે. કેમ? તે વિચારી જોશો. એકાદ જીવ પ્રત્યેનો નાનો શો દુર્ભાવ મનની પ્રસન્નતાને અને શાંતિને હરી લે છે. ૪ ૨૨૪ = ૨૪૪ Page #9 -------------------------------------------------------------------------- ________________ મન મોટું રાખો મગજ ઠંડું રાખો વાણી મીઠી રાખો પછી તમારાથી કોઈ નારાજ થાય તો કહેજો. × ૨૫≈ પરમાત્માને પ્રેમ કરવો એટલે જગતના જીવમાત્રને પ્રમે કરવો. એકપણ જીવ પ્રત્યેનો દુર્ભાવ પરમાત્માના પ્રેમને પૂર્ણ થવા દેતો નથી, આપણા મનની પ્રસન્નતાને ખીલવા દેતો નથી. ૪૨૬≈ ગ્લાસ ભરીને ઝેર ભલે પીધું હોય પણ અમૃતના બે ટીપાં તેની અસર નાબૂદ કરે. લાખો દુર્ગુણોથી મન ભલે બરબાદ થયું હોય સદ્ગુણના બે ટીપાં તેની ખરાબ અસરથી આત્માને બચાવી લે છે. જરૂર છે માત્ર વિશ્વાસની. * ૨૭ ગણિતની પરિભાષા એમ કહે છે કે દસમાંથી એક જાય તો નવ રહે ગુણોની પરિભાષા એમ કહે છે કે દસમાંથી એક ગુણ જતો રહે તો એક પણ ન રહે. ગુણો ઘેટાં જેવાં છે એકની પાછળ બીજા ચાલે છે એક ઘેટાંને માર્ગે રાખશો તો સો ઘેટાં માર્ગે રહેશે. એક ગુણને હૃદયનો રસ્તો બતાવશો સો ગુણ આપમેળે હૃદયમાં અવતરશે. ૪૨૮૪ Page #10 -------------------------------------------------------------------------- ________________ રહેવા માટે ઘર જરૂરી છે અને તે સાફ હોય તે પણ જરૂરી દરેક વ્યક્તિ પાસેથી સદ્ભાવ પામવો છે? તો ત્રણ કામ કરો. એક, હંમેશા બીજાનો વિચાર કરો. બે, હંમેશા બીજાનો વિશ્વાસ જીતો. ત્રણ, હંમેશા બીજાની સાથે સારો વ્યવહાર કરો. અને આ બે ભૂલ ક્યારેય ન કરતા. એક, બીજાનો વિરોધ ન કરશો બે, બીજાની નિંદા ન કરશો મનમાં પ્રભુનો પ્રવેશ થાય એ માટે મન હોવું પણ જરૂરી અને તે સાફ હોય તે પણ જરૂરી. ૪ ૩૧૪ સ્વજનો સાથે પ્રેમભાવ રાખવો હોય તો આ બે સૂત્ર અપનાવજો એક, તેમને સાંભળજો બે, તેમને સંભાળજો પરમાત્મા સાથે પ્રેમભાવ રાખવો હોય તો આ બે સૂત્ર અપનાવજો એક, તમે પરમાત્માના બનજો બે, પરમાત્માને તમારા બનાવજો સંતો સાથે પ્રેમભાવ રાખવો હોય તો આ બે સૂત્ર અપનાવજો એક, તેમની પાસે રહેજો બે, તેમને પાસે રાખજો માણસને રહેવા ઘર વિશાળ જોઈએ. પ્રભુને રહેવા હૃદય વિશાળ જોઈએ. માણસને ઘર સ્વચ્છ હોય તે ગમે. પ્રભુને હૃદય સ્વચ્છ હોય તે ગમે. માણસને સ્વજનો સાથે રહેવું ફાવે. પ્રભુને સદ્ગુણો સાથે રહેવું ફાવે. માણસને રાચરચીલું ગમે. પ્રભુને સમજણ હોય તે ગમે. માણસને ઘરમાં અજવાળું ગમે. પ્રભુને હૃદયમાં આચરણ હોય તે ગમે. પ્રભુને મનપસંદ હૃદય મળતું નથી. એ સંસારમાં શું કામ રહે? ૪ ઉOx ૪ ૩૨૪ Page #11 -------------------------------------------------------------------------- ________________ સાગર અને નદી વચ્ચે એક તફાવત બહુ મોટો છે. ગમે તેટલો વરસાદ વરસે સાગર ક્યારેય છલકાતો નથી. વરસાદ થોડો વધારે પડે તો નદી છલકાઈ જાય. સારા અને સાધારણ માણસ વચ્ચે સાગર અને નદી જેવો ફરક છે. ગમે તેટલી પ્રશંસા થાય માન મળે જે છલકાય નહીં તે સારો માણસ. થોડી પ્રશંસાથી જેનું અભિમાન છલકાઈ ઉઠે તે સાધારણ માણસ. સારા માણસનાં બે ઓળખચિહ્નો એક, હંમેશા પોતાની ભૂલો પર રડતો હોય. બે, હંમેશા પોતાના પાપોથી ડરતો હોય. ખરાબ માણસના બે ઓળખ ચિહનો એક, હંમેશા દુઃખના સમયમાં રડતો હોય. બે, હંમેશા દુઃખથી ડરતો હોય. ખરાબમાંથી સારા બનવા ક્યાંય જવાની જરૂર નથી. બસ, આપણા મન સુધી પહોંચવાની જરૂર છે. = ૩૩૩ વરસાદ વિના ધરતી સૂકાઈ જાય. પાણી વિના છોડ સૂકાઈ જાય. આહાર વિના શરીર સૂકાઈ જાય સંબંધ વિના સદ્ભાવ સૂકાઈ જાય. વહેણ વિના ઝરણું સૂકાઈ જાય. | બસ એ જ રીતે પૂજા વિના ભક્તિ સૂકાઈ જાય છે. દયા વિના ધર્મ સૂકાઈ જાય છે. પરોપકાર વિના હૃદય સૂકાઈ જાય છે. પરોપકારની વાણીથી હૃદયની ધરાને સીંચતા રહેજો, લીલીછમ રહેશે... રમકડાં માટે જીદ કરતા નાના બાળકની ખોટી જીદ કેવી રીતે છોડાવવી તે માતા જાણે છે. માતા તેને નુકશાન ન કરે તેવો સાકરનો ગાંગડો પકડાવી દે છે. સુખ માટે રાગ કરવાની આપણા આત્માની ખોટી આદત કેવી રીતે છોડાવવી તે પરમાત્મા જાણે છે. પરમાત્મા કહે છે વત્સ ! તારે રાગ જ કરવો છે? તો દેવ પર કર, ગુરુ પર કર. દ્વેષ જ કરવો છે તો તારા દોષો ઉપર કર, પ્રવૃત્તિ જ કરવી છે તો ધર્મની કર. ૪ ૩૪૪ = ૩૬s Page #12 -------------------------------------------------------------------------- ________________ જમીન સારી હોય, ખાતર સારું હોય પણ પાણી જો ખારું હોય તો ફૂલ ખીલતું નથી તેમ ભાવ સારા હોય, વિચાર પણ સારા હોય તેમ છતાં વાણી જો ખરાબ હોય તો સદ્ભાવના ફૂલ ખીલતા નથી ખારું પાણી અને ખરાબ વાણી ક્યારેય ટાઢક આપતા નથી. આપણા મનને ત્રણ તત્ત્વો પ્રભાવિત કરે છે એક, વિચાર બે, વાણી ત્રણ, ખોરાક આ ત્રણ જો સારા તો મન સ્વસ્થ અને પ્રસન્ન. સદ્વાચન, વિચારને ઉજળાં બનાવશે સત્સંગ, વાણીને નિર્મળ બનાવશે. સંયમ, આહારને નિર્દોષ બનાવશે. વધુ પડતું મીઠું રસાઈ બગાડી નાખે વધુ પડતો ખોરાક શરીર બગાડી નાંખે વધુ પડતી સાકર મીઠાઈ બગાડી નાંખે વધુ પડતા વિચારો મગજ બગાડી નાંખે અને વધુ પડતું સુખ જીવન બગાડી નાંખે ચેતતા રહેજો આ સંસારી સુખથી. “અતિ સુખ હોય તો તેને નિશાની નાશની સમજો” “મને કોઈની જરૂર નથી” એમ માને તે સ્વાર્થી “સહુને મારી જરૂર છે” એમ માને તે અભિમાની. “હું કોઈને જરૂરી બનું” એમ માને તે પરોપકારી. “સહુ મારા માટે જરૂરી છે” એમ માને તે નમ્ર. શબ્દોની નાનકડી હેરાફેરીમાં આખો માણસ બદલાઈ જાય છે. સાચું કે નહીં ? ૪ ૩૮૪ = ૪/૪ Page #13 -------------------------------------------------------------------------- ________________ બીજાનાં આંસુ લૂછવા સહેલાં છે પોતાના દોષ ઉપર આંસુ સારવા અઘરા છે. દોષ ઉપર આંસુ સારવા સહેલાં છે, પાપ ઉપર આંસુ સારવા અઘરા છે. પાપ ઉપર આંસુ સારવા સહેલાં છે, પરમાત્માના વિરહમાં આંસુ સારવા અઘરા છે. પરમાત્માને જોવા માટે જેની આંખ તરસી છે તે ધન્ય છે. કમળને અને કીડાને સરોવર સરખું જ મળે છે. આંબાને અને લીમડાને પાણી સરખું જ મળે છે. ગુલાબને અને ધતૂરાને ખાતર | સરખું જ મળે છે. છતાં બંને સામસામા છેડે છે તે બતાવે છે કે સારા કે ખરાબ થવું એ સામગ્રી ઉપર આધારિત નથી સ્વભાવ ઉપર આધારિત છે. વ્યક્તિ વસ્તુ કે વાતાવરણ આપણી સારપને છીનવી ન શકે = ૪૧= દોષો RDXના પાવડર જેવાં છે કષાયના આવેશની કે વિષયના આવેગની નાની પણ ચિનગારી મળતાં જ વિસ્ફોટ થયો જ સમજો વિસ્ફોટની સામગ્રીથી ભરેલાં મનને સલામત રાખવું હોય તો આ વાતો ખાસ ધ્યાનમાં લેજો. કોઈ નાના દોષની તાકાતને ઓછી ન આંકતા. દોષનાં સેવનથી મળેલી સફળતાનાં વખાણ ન કરતા. દોષ ઉપર સતત પસ્તાવાનું વાણી રેડતાં રહેજો. તો આપણે સારા. ગમે તેટલી ભૂખ લાગી હોય તો પણ કચરો તો ન જ ખવાય એ નક્કી છે તો ગમે તેટલી ઇચ્છા જાગી હોય તો પણ પાપ તો ન જ કરાય એ પણ નક્કી છે. કોઈ પણ સંયોગોમાં સિંહની ગુફામાં નિરાંતે ઊંઘી ન શકાય એ જો નક્કી છે કોઈ પણ સંયોગોમાં સંસારમાં નિરાંતે ઊંઘી ન શકાય એ પણ નક્કી જ છે. સંસાર, મોત રૂપી સિંહની ગુફા છે. વિશ્વાસમાં રહ્યા તો મર્યા સમજો. ૪ ૪૨૪ = ૪૪૪ Page #14 -------------------------------------------------------------------------- ________________ રોટલી નાંખીને કૂતરાને વિશ્વાસમાં લઈ શકાય છે. દૂધ પાઈને ગમે તેવા ઝેરી સાપને પાળી શકાય છે. પ્રેમ આપીને વાઘ-સિંહ જેવા જંગલી જાનવર પાસે પણ ધાર્યું કામ કરાવી શકાય છે પરંતુ ભરપૂર સાધન-સામગ્રી અને લાગણી આપ્યા પછી પણ “માણસ”ને વિશ્વાસમાં ન લઈ શકાય. આનાથી વિશેષ કરુણતા માનવજાત માટે કઈ હોઈ શકે ? × ૪૫ મધ ગમે તેટલું મીઠું હોય, મધમાખીને સાચવવા કોઈ તૈયાર નહીં થાય. કારણ ? ડંખ મારવાની ટેવ સ્વભાવ ગમે તેટલો સારો હોય પણ બીજાને સંભળાવી દેવાની’ ટેવ હશે તો કોઈ સાચવવા તૈયાર નહીં થાય. સાંભળવાની તૈયારી ન હોય તો સંભળાવવાની હિંમત કરવી નહીં.... × ૪૬= ધરતી પર પડેલું વરસાદનું પાણી જેમ ક્યારેય ખાલી જતું નથી. તેમ બીજા પર કરેલો ઉપકાર ક્યારેય નિષ્ફળ જતો નથી. શરત એટલી જ તેમાં સ્વાર્થ ન હોવો જોઈએ. *૪૭= ગમે તેટલું ઉપર ચઢાવો, સાચવો નહીં તો પાણી નીચે જ પડશે. બસ એ જ રીતે સંપત્તિને ગમે તેટલી ઊંચે ચઢાવો સાચવો નહીં તો નીચે જ પડશે. નદીનો અને પૈસાનો સ્વભાવ સરખો છે. ન હોય તો જીવન રણ બની જાય છે. અને જરૂર કરતા વધારે હોય તો ડૂબાડી દે છે. = ૪૮≈ Page #15 -------------------------------------------------------------------------- ________________ ફૂલ પવિત્ર ગણાય છે તેનું કારણ એ નથી કે તે સુગંધી છે પણ સુગંધ હોવા છતાં ફૂલ ક્યારેય સુગંધી હોવાનો ભાર નથી રાખતું. સારા કાર્યોથી જીવનને સુગંધિત બનાવવું, એ એક વાત અને સારા કાર્યો કરવા છતાં તેનો ભાર મનમાં ન રાખવો તે બીજી વાત. આપણે આ બે કામ કરીએ તો જીવન સફળ. સામી વ્યક્તિને બે શબ્દો સંભળાવી દેવા હોય તો જીભ સલામત હોવી જોઈએ પણ સામી વ્યક્તિના દિલમાં સાચી વાત ઉતારવા માટે સલામત જીભની સાથે પુણ્ય પણ સલામત જોઈએ. યાદ રાખો પુણ્ય વિનાની જીભ ધાર વિનાની કાતર જેવી છે. તેનાથી કાપનારો પણ દુઃખી અને કપાનારો પણ દુઃખી.. = ૪૯s = ૫૧= નાના ગુંડાના ત્રાસમાંથી મોટો ગુંડો છોડાવે તો પણ જીત તો ગુંડાગીરીની જ થતી હોય છે. ક્રોધ મોટા ગુંડા જેવો છે. વ્યક્તિના ત્રાસમાંથી છોડાવે તો પણ જીત આપણી નહીં, પણ કષાયોની જ થતી હોય છે. ક્રોધ દ્વારા મળતી જીત હારથી પણ વધુ ખરાબ છે. એક એક ટીપાં જેટલું પાણી જો સતત પડ્યા કરે તો ગમે તેવો ખરબચડો પથ્થર પણ લીસો બની જાય છે. ભગવાનના વચનો એક એક ટીપું બનીને પણ હૃદયમાં ઉતર્યા કરે તો ગમે તેટલું પાણી હૈયું કોમળ બન્યા વિના ન રહે. દિલને ખુલ્લું રાખીએ. ભગવાનના વચનો તો વરસી જ રહ્યાં છે. ૪ પ ક = પર Page #16 -------------------------------------------------------------------------- ________________ સાપ, જમીન ઉપર સરકતો હોય ત્યારે તેની ચાલ વાંકી ચૂંકી ભલે હોય પણ દરમાં પેસે ત્યારે સીધી જ હોય. માણસ બજારમાં પણ દંભી વહેવાર કરે છે અને ઘરમાં પણ દંભી વહેવાર રાખે છે. દંભ અને છળપ્રપંચ ઘર બહાર ન થાય, અને ઘરમાં તો કદાપિ ન થાય આ સંકલ્પ માણસ કરી લે તો એને જોઈને સાપ કરડવાનું ભૂલી જાય. ખૂબ દૂર રહેલું પ્રકાશનું એક નાનકડું કિરણ ગાઢ અંધકારમાં ઊભેલી વ્યક્તિને આશ્વાસ, માર્ગદર્શન અને દિશાસૂચન કરે છે. તેમ ખૂબ દૂર રહેલાં “પરમાત્મા” મોહનાં અંધારામાં ડૂબેલા આપણા આત્માને આધાર, આલંબન અને આશ્વાસન આપે છે. પરમાત્મા આપણને અંધારામાં જોઈ રહ્યાં છે. આપણે પરમાત્માના પ્રકાશનો એક ઝબકાર પણ જોયો છે? ક પડક = પપs આપણાં પુણ્ય એ આપણને સરસ મજેનું શરીર આપ્યું, સમજણ આપી, સામગ્રી આપી, સંપત્તિ આપી, સ્વજનો આપ્યા, બધું જ આપ્યું, ખાસ તો આ બધાને સાર્થક કરી શકાય તેટલો “સમય” આપ્યો. જે પુણ્યએ આ બધું આપ્યું, તે પુણ્ય કોના થકી મળ્યું?....પરમાત્માથી. એ પરમાત્માને આપણે કેટલો ‘સમય’ આપીએ છીએ? આ પ્રશ્નના જવાબમાં જીવન તમામ પ્રશ્નોના જવાબ સમાયેલાં છે... એક ટીપું ઝેર એક ગ્લાસ દૂધને ઝેરી બનાવી દે છે. એક ચિનગારી ઘાસની ગંજીને બાળી નાંખે છે તેમ નાનકડો પણ સ્વાર્થનો ભાવ ગુણોને દુર્ગુણમાં ફેરવી નાંખે છે. સત્કૃત્યોનાં ફળને કાચી સેકંડમાં બાળી નાંખે છે. 4 544 = પ૬૪