________________
પહેલીવાર ભૂલ થાય તે ‘અજ્ઞાન’ કહેવાય બીજીવાર થાય તે ‘ભૂલ' કહેવાય ત્રીજીવાર ભૂલ થાય તે ‘ગુનો’ કહેવાય અને
ત્રણથી વધુ વાર ભૂલ થાય તે ‘મૂર્ખામી’ કહેવાય
સંસારમાં રહેવું, તેનો માર ખાવો છતાંય સંસારમાં મજા માન્યા કરવી તે આપણું અજ્ઞાન છે ?
ભૂલ છે ?
ગુનો છે ? કે મૂર્ખતા છે ???
૪૧૩૪
દૂધમાં દહીં નાંખો તો એ ફાટી જાય.
દહીંમાં સાકર નાંખો તો એ શ્રીખંડ બને.
વાણીને આ સત્ય સો ટકા લાગુ પડે છે
વાણી જો દહીં જેવી હશે તો
સામેવાળાનું દૂધ
જેવું હૃદય ફાડી
નાંખશે.
વાણી જો સાકર જેવી હશે તો
સામેવાળાનું ખાટું હૃદય પણ
શ્રીખંડ જેવું બનાવી દેશે.
= ૧૪૪
માનવી હજારો વખત ફૂલને તોડતો રહે છે
છતાં કોઈ ફૂલે પોતાની સુગંધ ઓછી
કરી નથી કારણ તેને પોતાની સાર૫માં વિશ્વાસ છે. જ્યારે બે ચાર વ્યક્તિના કડવા
અનુભવ પછી માણસ પોતાની
સારપ જાણી જોઈને ખોઈ નાંખે છે.
કારણ
તેને સારપની શ્રદ્ધા નથી. જીવનને શ્રદ્ધાથી મહેકતું રાખ્યું હશે તો સારપ આપોઆપ આવશે.
* ૧૫=
ફૂલોની સુગંધ માણ્યા પછી પણ માખી તો વિષ્ટા ઉપર જ બેસશે. હજાર મિષ્ટાન્ન જમાડ્યા પછી પણ
ભૂંડ ગટરમાં જ માથું નાંખશે. ખરાબ મિત્રો
માખી અને ભૂંડ જેવા હોય
ગમે તેટલી સારી જગ્યાએ લઈ
જાવ તો પણ સુધરે નહીં,
અને કદાચ તમે સારા હો
તો તમને બગાડી મૂકે તો જરાય નવાઈ નહીં...
~ ૧૬૪