________________
મન મોટું રાખો મગજ ઠંડું રાખો વાણી મીઠી રાખો
પછી તમારાથી કોઈ નારાજ થાય તો કહેજો.
× ૨૫≈
પરમાત્માને પ્રેમ કરવો એટલે જગતના જીવમાત્રને પ્રમે કરવો. એકપણ જીવ પ્રત્યેનો દુર્ભાવ પરમાત્માના પ્રેમને પૂર્ણ થવા દેતો નથી, આપણા મનની પ્રસન્નતાને ખીલવા દેતો નથી.
૪૨૬≈
ગ્લાસ ભરીને ઝેર ભલે પીધું હોય પણ અમૃતના બે ટીપાં તેની અસર નાબૂદ કરે.
લાખો દુર્ગુણોથી મન ભલે બરબાદ
થયું હોય સદ્ગુણના બે ટીપાં
તેની ખરાબ અસરથી આત્માને બચાવી લે છે. જરૂર છે માત્ર વિશ્વાસની.
* ૨૭
ગણિતની પરિભાષા એમ કહે છે કે દસમાંથી એક જાય તો નવ રહે ગુણોની પરિભાષા એમ કહે છે કે
દસમાંથી એક ગુણ જતો રહે તો એક પણ ન રહે.
ગુણો ઘેટાં જેવાં છે એકની પાછળ બીજા ચાલે છે
એક ઘેટાંને માર્ગે રાખશો તો સો ઘેટાં માર્ગે રહેશે.
એક ગુણને હૃદયનો રસ્તો બતાવશો સો ગુણ આપમેળે હૃદયમાં અવતરશે.
૪૨૮૪