Book Title: Chapti Bhari Chokha
Author(s): Vairagyarativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 14
________________ રોટલી નાંખીને કૂતરાને વિશ્વાસમાં લઈ શકાય છે. દૂધ પાઈને ગમે તેવા ઝેરી સાપને પાળી શકાય છે. પ્રેમ આપીને વાઘ-સિંહ જેવા જંગલી જાનવર પાસે પણ ધાર્યું કામ કરાવી શકાય છે પરંતુ ભરપૂર સાધન-સામગ્રી અને લાગણી આપ્યા પછી પણ “માણસ”ને વિશ્વાસમાં ન લઈ શકાય. આનાથી વિશેષ કરુણતા માનવજાત માટે કઈ હોઈ શકે ? × ૪૫ મધ ગમે તેટલું મીઠું હોય, મધમાખીને સાચવવા કોઈ તૈયાર નહીં થાય. કારણ ? ડંખ મારવાની ટેવ સ્વભાવ ગમે તેટલો સારો હોય પણ બીજાને સંભળાવી દેવાની’ ટેવ હશે તો કોઈ સાચવવા તૈયાર નહીં થાય. સાંભળવાની તૈયારી ન હોય તો સંભળાવવાની હિંમત કરવી નહીં.... × ૪૬= ધરતી પર પડેલું વરસાદનું પાણી જેમ ક્યારેય ખાલી જતું નથી. તેમ બીજા પર કરેલો ઉપકાર ક્યારેય નિષ્ફળ જતો નથી. શરત એટલી જ તેમાં સ્વાર્થ ન હોવો જોઈએ. *૪૭= ગમે તેટલું ઉપર ચઢાવો, સાચવો નહીં તો પાણી નીચે જ પડશે. બસ એ જ રીતે સંપત્તિને ગમે તેટલી ઊંચે ચઢાવો સાચવો નહીં તો નીચે જ પડશે. નદીનો અને પૈસાનો સ્વભાવ સરખો છે. ન હોય તો જીવન રણ બની જાય છે. અને જરૂર કરતા વધારે હોય તો ડૂબાડી દે છે. = ૪૮≈

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16