________________
બીજાનાં આંસુ લૂછવા સહેલાં છે પોતાના દોષ ઉપર આંસુ સારવા
અઘરા છે. દોષ ઉપર આંસુ સારવા સહેલાં છે, પાપ ઉપર આંસુ સારવા અઘરા છે. પાપ ઉપર આંસુ સારવા સહેલાં છે, પરમાત્માના વિરહમાં આંસુ સારવા
અઘરા છે. પરમાત્માને જોવા માટે જેની
આંખ તરસી છે તે ધન્ય છે.
કમળને અને કીડાને સરોવર
સરખું જ મળે છે. આંબાને અને લીમડાને પાણી
સરખું જ મળે છે. ગુલાબને અને ધતૂરાને ખાતર | સરખું જ મળે છે. છતાં બંને સામસામા છેડે છે તે બતાવે છે કે સારા કે ખરાબ થવું એ સામગ્રી ઉપર આધારિત નથી સ્વભાવ ઉપર આધારિત છે.
વ્યક્તિ વસ્તુ કે વાતાવરણ આપણી સારપને છીનવી ન શકે
= ૪૧=
દોષો RDXના પાવડર જેવાં છે
કષાયના આવેશની કે વિષયના આવેગની નાની પણ ચિનગારી મળતાં
જ વિસ્ફોટ થયો જ સમજો વિસ્ફોટની સામગ્રીથી ભરેલાં મનને સલામત રાખવું હોય તો આ વાતો
ખાસ ધ્યાનમાં લેજો. કોઈ નાના દોષની તાકાતને ઓછી
ન આંકતા. દોષનાં સેવનથી મળેલી સફળતાનાં
વખાણ ન કરતા. દોષ ઉપર સતત પસ્તાવાનું
વાણી રેડતાં રહેજો.
તો આપણે સારા. ગમે તેટલી ભૂખ લાગી હોય તો પણ કચરો તો ન જ ખવાય એ નક્કી છે
તો ગમે તેટલી ઇચ્છા જાગી હોય તો પણ પાપ
તો ન જ કરાય એ પણ નક્કી છે. કોઈ પણ સંયોગોમાં સિંહની ગુફામાં નિરાંતે ઊંઘી ન શકાય એ જો નક્કી છે
કોઈ પણ સંયોગોમાં સંસારમાં નિરાંતે ઊંઘી ન શકાય એ પણ નક્કી જ છે. સંસાર, મોત રૂપી સિંહની ગુફા છે. વિશ્વાસમાં રહ્યા તો
મર્યા સમજો.
૪ ૪૨૪
= ૪૪૪