Book Title: Chapti Bhari Chokha
Author(s): Vairagyarativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 15
________________ ફૂલ પવિત્ર ગણાય છે તેનું કારણ એ નથી કે તે સુગંધી છે પણ સુગંધ હોવા છતાં ફૂલ ક્યારેય સુગંધી હોવાનો ભાર નથી રાખતું. સારા કાર્યોથી જીવનને સુગંધિત બનાવવું, એ એક વાત અને સારા કાર્યો કરવા છતાં તેનો ભાર મનમાં ન રાખવો તે બીજી વાત. આપણે આ બે કામ કરીએ તો જીવન સફળ. સામી વ્યક્તિને બે શબ્દો સંભળાવી દેવા હોય તો જીભ સલામત હોવી જોઈએ પણ સામી વ્યક્તિના દિલમાં સાચી વાત ઉતારવા માટે સલામત જીભની સાથે પુણ્ય પણ સલામત જોઈએ. યાદ રાખો પુણ્ય વિનાની જીભ ધાર વિનાની કાતર જેવી છે. તેનાથી કાપનારો પણ દુઃખી અને કપાનારો પણ દુઃખી.. = ૪૯s = ૫૧= નાના ગુંડાના ત્રાસમાંથી મોટો ગુંડો છોડાવે તો પણ જીત તો ગુંડાગીરીની જ થતી હોય છે. ક્રોધ મોટા ગુંડા જેવો છે. વ્યક્તિના ત્રાસમાંથી છોડાવે તો પણ જીત આપણી નહીં, પણ કષાયોની જ થતી હોય છે. ક્રોધ દ્વારા મળતી જીત હારથી પણ વધુ ખરાબ છે. એક એક ટીપાં જેટલું પાણી જો સતત પડ્યા કરે તો ગમે તેવો ખરબચડો પથ્થર પણ લીસો બની જાય છે. ભગવાનના વચનો એક એક ટીપું બનીને પણ હૃદયમાં ઉતર્યા કરે તો ગમે તેટલું પાણી હૈયું કોમળ બન્યા વિના ન રહે. દિલને ખુલ્લું રાખીએ. ભગવાનના વચનો તો વરસી જ રહ્યાં છે. ૪ પ ક = પર

Loading...

Page Navigation
1 ... 13 14 15 16