________________
રહેવા માટે ઘર જરૂરી છે અને તે સાફ હોય તે પણ જરૂરી
દરેક વ્યક્તિ પાસેથી સદ્ભાવ
પામવો છે?
તો ત્રણ કામ કરો. એક, હંમેશા બીજાનો વિચાર કરો.
બે, હંમેશા બીજાનો વિશ્વાસ જીતો. ત્રણ, હંમેશા બીજાની સાથે સારો વ્યવહાર કરો.
અને આ બે ભૂલ ક્યારેય ન કરતા. એક, બીજાનો વિરોધ ન કરશો બે, બીજાની નિંદા ન કરશો
મનમાં પ્રભુનો પ્રવેશ થાય એ માટે મન હોવું પણ જરૂરી અને તે સાફ હોય તે પણ
જરૂરી.
૪ ૩૧૪
સ્વજનો સાથે પ્રેમભાવ રાખવો હોય તો આ બે સૂત્ર અપનાવજો
એક, તેમને સાંભળજો બે, તેમને સંભાળજો
પરમાત્મા સાથે પ્રેમભાવ રાખવો હોય તો આ બે સૂત્ર અપનાવજો
એક, તમે પરમાત્માના બનજો બે, પરમાત્માને તમારા બનાવજો
સંતો સાથે પ્રેમભાવ રાખવો હોય તો આ બે સૂત્ર અપનાવજો
એક, તેમની પાસે રહેજો બે, તેમને પાસે રાખજો
માણસને રહેવા ઘર વિશાળ જોઈએ. પ્રભુને રહેવા હૃદય વિશાળ જોઈએ. માણસને ઘર સ્વચ્છ હોય તે ગમે. પ્રભુને હૃદય સ્વચ્છ હોય તે ગમે. માણસને સ્વજનો સાથે રહેવું ફાવે. પ્રભુને સદ્ગુણો સાથે રહેવું ફાવે.
માણસને રાચરચીલું ગમે. પ્રભુને સમજણ હોય તે ગમે.
માણસને ઘરમાં અજવાળું ગમે. પ્રભુને હૃદયમાં આચરણ હોય તે ગમે.
પ્રભુને મનપસંદ હૃદય મળતું
નથી.
એ સંસારમાં શું કામ રહે?
૪ ઉOx
૪ ૩૨૪