Book Title: Chandrashekharvijay Maharaj Jivan Katha Ras
Author(s): Jagvallabhsuri
Publisher: Dharmchakra Prabhavak Trust

View full book text
Previous | Next

Page 5
________________ Rg68@ ઊર્જાનો અભિષેક થઈ • ગુણો હંમેશા અપ્રગટ હોય છે. એ ક્યારેય ચક્ષનો વિષય નથી બનતા. અપ્રગટ એવા ગુણોને પણ પામવા હશે તો ગુણાનુરાગ તો પ્રગટ થવો જોઈશે જ. ગુણો ભલે અપ્રગટ હોય પણ જો ગુણાનુરાગની બહુમૂલ્ય સંપત્તિ તમારી પાસે હશે તો, સામેની વ્યક્તિના ગુણો દેખાયા વાર નહિ જ રહે. સામેનું વ્યક્તિત્વ કેટલું? ગુણ સંપન્ન છે એ કરતા પણ તમારૂ અંતર જો ગુણાનુરાગ સંપન્ન હશે, તો આવતી કાલે ચોક્ત તમે ગુણનિષ્પન્ન અવસ્થાને પામી જશો એમાં કોઈ શંકા નથી. વિક્રમની એકવીસમી સદીના પ્રથમ ચરણથી માંડીને, તૃતીય ચરણના મધ્યભાગ સુધી પોતાની ઊર્જાથી જિનશાસનના એક પણ એમને નવપલ્લવિત કરવામાં કંઈ બાકી ન રાખ્યું હોય, એવા મહાપુરુષ યુગપ્રધાન આચાર્ય સમ પૂ.પં. ચંદ્રશેખરવિજય મહારાજ એટલે ગુણ અને ગુણાનુરાગનું સરસ મજાનું કોમ્બિનેશન. એ મહાપુરૂષ અન્યના ગુણો જોઈ-જોઈને પોતાના આત્માને એ હદે ગુણોથી પૂર્ણ બનાવી દીધો હતો કે, એમના ગુણપૂરિત વ્યક્તિત્વ પ્રત્યે આકર્ષણ જાગ્યા વિના રહે જ નહિ. શાસનનું કોઈ પણ ક્ષેત્ર કે આરાધક વ્યક્તિ પછી, ચાડે એ સાધુ હોય કે શ્રાવક, સાધ્વી હોય કે શ્રાવિકા એમને જ્યાં સારૂ દેખાયુ, ત્યારે તેઓ ગુણાનુવાદ કર્યા વગર રહ્યા નથી. સર્વત્ર સમાન ગુણદ્રષ્ટિના પ્રતાપે જ તેઓ શાસનમાં સર્વત્ર પ્રિય બની ગયા હતા. એમને કોઈ સાથે શત્રુતા ન્હોતી, અને તેઓ પણ ક્યારેય કોઈને માટે પણ શત્રુ સ્વરૂપ બન્યા નથી. નાનામાં નાના વ્યક્તિની પણ પીઠ થાબડનારા એ મહાપુરૂષ, પોતાના દોષોને પણ જાહેર કર્યા વિના ન્હોતા રહેતા. અન્યનું માત્ર સારૂ જોઈને જ એ મહાપુરૂષ બેસી નથી રહ્યા પણ એની સાથે પોતાની તુલના કરી સ્વ અંતઃકરણને પણ એ ગુણોથી ભરવાનું દુષ્કર કાર્ય તેઓ સદાય કરતા હતા. એ મહાપુરૂષ સાથે સંયમ જીવનના પ્રાંગણમાં વર્ષો સુધી સાથે રહેવાનું થયું હતું. ત્યારબાદ પણ અનેકવાર મળવાનું થતુ. એમની સાથેનો નૈકટયપૂર્ણ આત્મીય સંબંધ જીવનભર વૃદ્ધિ પામતો રહ્યો. એમની સાથે માણેલા અનેક પ્રસંગો આજે પણ સ્મૃતિમાં યથાવત્ છે. વિ.સં. ૨૦૩૩માં જ્યારે પૂજ્યશ્રી મુંબઈ નારે સૌ પ્રથમવાર પધાર્યા ત્યારે સમસ્ત મુંબઈમાં વિચરણની જવાબદારી તેઓએ મારા શિરે સોંપેલી. ઘણીવાર અમે એકાંતમાં બેસતા, પરસ્પર અંગત વિચારોની આપ-લે કરતા. ત્યારે થોડુ ઝઘડી પણ લેતા. અલબત્ત એ કલહ પણ મીઠો રહેતો. ધર્મચક્ર તીર્થના વિચરતા પરમાત્મા જોઈ એમના રોમ-રોમ પુલકિત થઈ ઊઠ્યા હતા. પ્રભુવીર પ્રત્યે સવિશેષ ભક્તિ ધરાવનારા એ મહાપુરૂષને પ્રભુ વીરનું એ સ્વરૂપ ખૂબ અમી ગયુ હતું. - પૂજ્યશ્રી સ્વયં તો અનેક ગુણ સંપન્ન હતા, છતાંય એમનો ગુણો પ્રત્યેનો પક્ષપાત જ એમના માટે સહુના આકર્ષણનું અનન્ય કારણ હતુ. આવા ગુણવાન મહાપુરૂષ સાથેના આત્મીય સંબંધે આકર્ષાઈને સહજ અંજલિ અર્પણ કરવાનું મન થઈ આવ્યું અને એમાંથી સર્જન થયુ આ પ્રસ્તુત રામનું. અલબત્ત રાસના સર્જન સમયે પણ મારી મતિ વિકલતાનો મને પૂરે પૂરો ખ્યાલ હતો જ. એ મહાપુરૂષે પોતાના જીવનમાં જેટલા વિકટ અને કપરા કાર્યો કર્યા છે એ કરતા પણ, એમના જીવનને શબ્દોમાં સમાવવું એ વધુ વિકટ છે. સમર્થના ગુણાનુવાદ કરવા માટે પણ, જે સમર્થતા જોઈએ એ મારામાં નથી. એ હકીકતના સ્વીકાર સાથે જ એ મહાપુરૂષમાં રહેલા ગુણોની ભાવ ઊર્જાથી આપણે સૌ અભિષિક્ત થઈએ એ જ શુભભાવના સાથે ભક્તિભર્યા હૈયાના આ સર્જનમાં જિનાજ્ઞા વિરૂદ્ધ કંઈ પણ લખાયુ હોય તો ત્રિવિધે-ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્. - આ. વિ. જગવલ્લભસૂરિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28