Book Title: Chandrashekharvijay Maharaj Jivan Katha Ras Author(s): Jagvallabhsuri Publisher: Dharmchakra Prabhavak Trust View full book textPage 9
________________ દોય હજાર આઠ વર્ષમાં રે, વદી પંચમી વૈશાખ... સુનામી સિધ્ધ થવા ઉજ્વળ થયા રે, પુણ્યપુરુષ ગુણશાખ... સુનામી............ અહોનિશ. ૦૮ શિરછત્ર પ્રેમસૂરીશ્વરા રે, ભુવનભાનુ દીયે જ્ઞાન... સુનામી પળ નો પણ પ્રમાદ નહિ રે, ટાળે સર્વ અજ્ઞાન... સુનામી................ અહોનિશ.. ૦૯ ગુરુ માતાની ગોદમાં રે, વિકસી રહ્યો નિજ ભાવ... સુનામી. પ્રાણ કરી ગુરુ વેણને રે, પામ્યા સમર્પણ ભાવ... સુનામી.................. અહોનિશ.. ૦૧૦ શક્તિપાત ગુરુવર કરે રે, દેઈ ચંદ્રશેખર નામ... સુનામી જિમ બીજ ચંદ્ર વૃદ્ધિ વરે રે, નિર્માતાનું ધામ... સુનામી.............. અહોનિશ.. ૦૧૧ પ્રસન્નતાના સાયરૂપે, ગંભીરતા ગુણધાર. સુનામી શાસન એ તમામને રે, કરે અવિરત નમસ્કાર.... સુનામી....... અહોનિશ.. ૦૧૨ કેવલ ગુરુકૃપા પણે રે, સર્વમંગલ કરનાર... સુનામી ડૂબી ગળાડુબ જ્ઞાનમાં રે, કૃપાનો સાક્ષાત્કાર... સુનામી.............. અહોનિશ.. ૦૧૩ વિશ હજાર ગાથા કરી રે, મુખ પાઠ ભંડાર.. સુનામી નિશિએ ચાર હજારનો રે, સ્વાધ્યાય કરતા સાર.... સુનામી......... અહોનિશ.. ૦૧૪ એવા મુનિને વંદના રે, પાપ નિકંદન કાર... સુનામી પ્રેમસૂરીશ કૃપા થકી રે, રાસ રચાય મનોહાર... સુનામી........... અહોનિશ.. ૦૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28