Book Title: Chandrashekharvijay Maharaj Jivan Katha Ras
Author(s): Jagvallabhsuri
Publisher: Dharmchakra Prabhavak Trust
View full book text
________________
Jain Education International
ઢાળ - વ્
(રાગ : વ્હેના રે...)
હૈયા રે...
હૈયાના આજે બહુ ટુકડા જ થાય, વિણ અપરાધે લીધી ગુરુએ વિદાય...
પ્રેમ-ભુવનભાનુ વંશ સનુરો યથાજાત લક્ષણ ધારી... (૨) પંન્યાસ ચંદ્રશેખર વિજયજી, જીવનયાત્રાના માળી... (૨) રડતા રે... રડતા મૂકીને નવિ ચાલ્યા જવાય... .
વજ્રાઘાત થયો મુજ હૈયે, સૂણી સમાચાર હમણા... (૨) ગુરુ ગુમાવ્યા સાર કરે કોણ ? કેવા અમારાં લમણા.. (૨) વ્હાલા રે...વ્હાલા ગુરુદેવ કદી ના ભુલાય....
પાવન દેહ તમારો મારા, પાપને ભસ્મ કરતો (ર), તુજ ઉપકારો ગાતાં સમરતાં, આત્મહિતમાં તો (૨), મળજો રે...મળજો ગુરુવર સાથ તમારો સદાય.....
શિષ્યો તમારા પોક મૂકીને, રોતા નજરે જોવા (૨), એક વખત પણ આંખ ખોલોને, અમારા દોષને ધોવા (૨), દૃષ્ટિ રે...દષ્ટિ ૨ે તમારી થતા સૃષ્ટિ બદલાય...
ચાલ્યા જશો શું અમને મૂકીને?, પ્રશ્ન મનમાં ઘોળાય (૨), લાખો લોકોને દર્શન દેનારા, પાલખીમાં પધરાવાય. (૨), ઊંચા રે...ઊંચા ચડાવે લીધા ખાંધે ગુરુરાય...
ગમનભેદી જય જય નંદા, જય જય ભદ્દા નાદે (૨), અંતિમયાત્રા નીકળી તમારી, હિતકર શિવના સાદે (૨), ભક્તો રે...ભક્તો હજારો પાલખીયાત્રામાં જોડાય...
For Personal & Private Use Only
.વિણ.. ૦૧
વિણ.. ૦૨
વિણ.. ૦૩
વિણ.. ૦૪
વિણ.. ૦૧
.વિણ.. ૦૬
www.jainelibrary.org

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28