Book Title: Buddhiprabha 1961 04 SrNo 18
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 7
________________ કકળી ઉઠે છે માટે જ આ બધી બાજુથી સ્પષ્ટતા કરી છે. ટીકાને એમાં જરાય અંશ નથી. બાકી અમારા તે આ નમ્ર અભિપ્રાય છે કે જ્યાં સુધી મહાવીરના જેવી મારુતિ, એના જે પ્રાણીમાત્ર પ્રત્યે દયાભાવ, ત્ય માટે આગ્રહ, અહિંસા માટે જીવન આખું ખચી નાંખવાની ધૂન, લંગોટી વગર પણ ચલાવી લેવાનું છે, તેવી અંકિચનવની ભાવના, દુશ્મત પ્રત્યે પણ કરૂણા ભાવ, આત્માની અખંડ જાગૃતિ, નિષ્કામ કર્મયોગ, નકકી કરેલા આદર્શ માટે જે આવે તે સહી લેવાની શકિત અને આ બધું ય છતાં અત્યંત નમ્રતા, અંતરની પારદર્શક નિર્મળતા અને હૈયાની ઊંડી નિખાલસતા આ બધા ગુણો જે જીવનમાં ઉતારીએ તે યુગો સુધી ભલે આપણે એની પૂજા આંગીએ કરીએ, ભાવ અને નાટ કરીને તે એ બધું નકામું જ જવાનું છે. કારણ ભાવના વગરની બધી જ ક્રિયાઓ શન્ય છે એ શ્રી સિદ્ધ સેનનું વાક્ય આજે પણ એટલું જ સાચું છે. આપણી એ બધી ક્રિયાઓ, એ કાર્યક્રમમાં ભાવના રેડી, લાખણ લગાડી, આત્મા પરવીને જડ બની ગયેલી એ ઉજવણીને શું સંજીવત ના કએિ ? અને જ્યારે તેમ થશે ત્યારે અનંત સુખ ને શાંતિ, આનંદ ને ઉમંગ, સ્વર્ગના એ સનાતન સ્વનાં દૂર નહિ જ હેય.. આજે મહાવીર વિચારતા હોય તે શું કહે એ ખબર છે ? એ કહે કોઈને પ્રાણ લે એ હિંસા છે. પરંતુ કેઈના જીવતરને જીવવાનું મુશ્કેલ કરી દેવું એના જેવી મહાહિંસા બીજી એકેય નથી. અન્યાયા જુઠું બોલવું એ પાપ છે. પણ જુડાણનો સામને ન કરે અને મૂંગા માં ને અત્યાચાર સહ લે એ મહાપાપ છે. તું કેઈની વસ્તુ ઉપાડી લે તો તું ચોર છે. પરંતુ વસ્તુના ભાવ વધારી કે કાળા બજાર કરી કમાય તારા જે મહાચર બીજો કોઇ નથી. પરસ્ત્રી સમાગમ એ વ્યભિચાર છે. પણ પિતાની સ્ત્રી સાથેના ય વારંવાર સમાગમ એ પણ વ્યભિચાર જ છે. તારી એ છામાં ઓછી જરૂરિયાવ જેટલે તું પરિચર્ડ રાખે તે એ પુણપ છે, પરંતુ એમ કરીને તું તારી વધારાની દેલ તારા દીકરાના નામે કે રી પનિના નામે ચડાવે તે એ પુય હ પાપ છે.......

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31