Book Title: Buddhiprabha 1961 04 SrNo 18 Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat View full book textPage 9
________________ લીન છે. વદન પર રૂપેરી ચાંદનીની નિર્માતા રેલાઈ રહી છે. તારી એ શાંતમુર્તિ મને જરૂર ગમે છે. પરંતુ મને તે વધુ સારી પેલી કારુણ્યમુર્તિ ગમે છે. ચંદન તને વિવી રહી છે. એના આવકારમાં પ્રેમ છલકાઈ રહ્યો છે. એની આંખોમાં તેને વધાવવાનું અજબ માધુર્ય છે. તેને જોઈ એ ત્રણ ત્રણું દિવસની ભૂખ ભૂલી ગઈ છે. હાથપગમાં બેડી છે એ પણ વિસરી ગઈ છે. એના હૈયામાં તે આનંદ છે. એને બસ એક જ તમન્ના છે- “મારા દેવને પહેલાં જમાડું” અને એ તને વિનવી રહી છે. પણ તું પાછો ફરી જાય છે. ત્યારે તે દેવ! તારા પર સખ્ત ગુખે ચડે હતે. પરંતુ એ તે મારી જ ભુલ હતી ને ? ઘોડેલ તું નહિ. ગયા છે અને તે પાછું જોયું. ત્યારે ચંદનની આંખમાં આંસુ હતાં, હવે તારાથી અસહ્ય થઈ પડયું. તું પાછો ફર્યો અને બાકળા તે સ્વીકારી લીધા. પ્રભો ! કરણથી છલકતું તારે એ મેં હું આજ પણ સ્પષ્ટ જોઈ શકું છું. આથી જ તે બાલા! મને તારી એ કાયમૂર્તિ વધુ ગમે છે !... જાણતો હતો છતાંય તે એક શબ્દ ન કહ્યા. સમયની રાહ મેં જોયા જ કરી અને ત્યારે તેને કેવળજ્ઞાન થયું ત્યારે જ તે પહેલું પ્રવચન કર્યું! દેવ મારા ! તારી એ સાધના ને ધીરજ જ્ઞાનનું એ ઊંડું ચિંતન ને મનન એ વિચારું છું ત્યારે મને મારા છિછ જ્ઞાન માટે શરમ આવે છે. વહાલા ! તારા એ પ્રવચન કરતાં તે મને તારા મૌનમાંથી વધુ શીખવા મળ્યું છે. પ્રભો ! એવું મને ઘણીવાર દિલ થઈ આવે છે કે હું તારા જે બનું. જીવનથી મુકત બની તારા જેવા જ આમવરૂપ થાઉં તારા જેવી કઠીન સાધના કરી તારી સાથે જ તારી હરેનમાં બેસું. પણ... તારા જેવી મારામાં ત્યાગની ઉત્કટતા નથી, મારી પાસે તે માત્ર એક નાનું મકાન, થોડાં કપડાં, થોડાં ઘરેણાં, થોડાં શેર અને સર્ટીફિકેટ અને જુની એક સાયકલ ને એક રેડી છે. તારા જેવી ઝિદ્ધિ તે મારી છે પણ નહિ. છતાંય હું એ પણ ફગાવી શકતા નથી. પ્રત્યે ! તારા જેવી મારામાં હિંમત કયાં છે? હું તે નિર્બળ, અશકત છું, દેવ ભાર તારા જેવા અનાસકિત પણ મારામાં નથી. તું તે હતું તેનાથી પણ વૈરાગી હતી. તારે એ કશામાં મન નહતું. જ્યારે હું તે નથી એના માટે પણ હાય વરાળ કરું છું. “હ બળે છે, મારું શું બળે છે?” એવું કહેવાની બારામાં હિંમત જ કયાં છે? હું તે સંસારી લવ છું. આથી જ દેવ મારા ! જીવનભર મેં તારી પૂજા જ કરવાનું નકકી કર્યું છે, અને ભવભવ પણ તારી એ જ ભકિત કરવાનું મળે. તેથી જ તે હું ક્તિ નથી માંતે. મુકિત મળે અને તારી જે પૂજા ન મળે, તારા જે દર્શન ન થાય તે એવી મુકિતને હું શું કરું ? દેવ મારા! મને તે તારી પેલી ભોળી સુરત તે નિર્મળ મૂર્તિના દર્શનમાં જ આનંદ આવે છે. પ્રિયે ! તારી એક એક શબ્દ એ જીવનને અમૂલ્ય પાઠ છે. તું જે કંઇ બે, જે કંઈ કરવા કહ્યું એ બધું જ જિદગીની એક મહામૂલી શિલા છે. પરંતુ સાચું કહું ? મને તે તારા એ પ્રવચનો કરતાં, તારી એ માના કરતાં તારા મનમાંથી વધુ શીખવા મળ્યું. આજે જ્યારે હું એાછા ને અધૂરા જ્ઞાને બબડી ઊઠું છું, દલીલેની ઝડી વરસાવી દઉં છું, ભાષણે કરવા દેડી જઉં છું, લેબો પ્રગટ કરાવું છું ત્યારે મને તારી એ મૂક સાધના યાદ આવે છે. સાડા બાર વરસ સુધી તે તપ કર્યું. તુંPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31