Book Title: Buddhiprabha 1915 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 20
________________ બુદ્ધિપ્રભા. કશું નથી પણ જમીનની કેળવણી ફેર છે. એટલું ધ્યાનમાં રાખવું કે, “ખેડ, ખાતર ને પાણી નશીબને લાવે તાણી.” જે એગ્ય અને ચાંપતા ઉપાયો લેવામાં આવે તે હિંદુસ્તાનની ખેતી સુધરી શકે છે. સુખી થઈ શકે અને પરિણામે આખે દેશ પણ સુખી થઈ શકે. દુનીઆમાં એકે વસ્તુ એવી નથી કે જે પ્રયાસ કર્યા છતાં સાધ્ય ન થઈ શકે. પુરૂપાર્થ કરે એ પુરૂષને ધર્મ છે. હાથ પગ જોડી બેસી રહી, હાય હાય કરી, રોદણાં રડી બેસી રહેવાથી કંઈ વળે નહિ. વિદ્વાન અને કેળવાયેલે વર્ગ આ બાબત ધ્યાનમાં લઈ બેહોની સ્થિતિ, ખેતીની સ્થિતિ અને દેશની સ્થિતિ સુધરે તેવા ઉપાય જવામાં પાછી પાની કરશે નહિ. ધનિક વર્ગ અને વાણીઆઓને નમ્ર વિનંતી કરવાની કે તેઓ પોતે તરફ દયામય દ્રષ્ટિથી જોઈ તેમને દેવાના પંજામાં ઓછા સપડાવવાનો પ્રયત્ન કરશે. એને ખુલ્લુંજ છે કે ઉત્તમ ખેતી, મધ્યમ વ્યાપાર અને કનિષ્ટ ચાકરી. જે જે દેશમાં ખેડુતોની સ્થિતિ સારી છે તે તે દેશ સુખી અને ધનિક છે. અને તેનું ઉત્તમ ઉદાહરણ અમેરિકા છે. આપણા દેશને તેવી સ્થિતિએ લાવવાને ઘણા ઉપાયો ચોજવાની જરૂર છે અને અવશ્ય કરીને ખેડુતોના બાળકોને પ્રાથમિક શાળાઓમાં કેળવણી આપી, તેમને ખેતીવાડી સંબંધે, તેમાં જોતાં ઓજારે અને યંત્ર સંબંધે, સારો પાક કેમ ઉત્પન કર, તેમાં આવી પડતાં વિદનેને કેમ દૂર કરવો, કેવા પ્રકારનું ખાતર વાપરવું, જમીન કેમ ખેડવી, વરસાદની ઓછપ હોય ત્યારે શા શા ઉપાય લેવા, ખેતીનાં દુશ્મનો જેવાં કે તીડ, ઉંદર, સળી વગેરે કેમ દુર કરવાં, વગેરે બાબતોનું જ્ઞાન ગુજરાતીમાં વા હિન્દુસ્તાનની કેક પણ ભાષામાં આપવા, ગરીબ ખેડુતે માટે ફંડ ઉઘાડી તેમાંથી તેમને ઓજાર તથા મશીનરી લાવી આપવા સરકાર માબાપે મદદ કરવી જોઈએ. અમેરિકામાં ખેતી કેવા પ્રકારની થાય છે, તેઓ સારે પાક શી રીતે ઉતારી શકે છે, ત્યાં કેવી મશીનરી વા ઓજારે વપરાય છે, ત્યાં કેવી જતનાં ફલકુલ અને ધાન્ય પાકે છે વગેરે બાબતોનું જ્ઞાન છે તને ભાપણ ધારા, પુસ્તકે દ્વારા, અને મેકલેન્ટ દ્વારા મળે તેવી યોજનાઓ થવી જોઈએ. અને તે આ કેળવણી સહેલાઈથી મેળવી શકે તેવા ઉપાયો જાવી જોઈએ. અમેરિકા વગેરે દેશોમાંથી, ઉત્તમ ફળનાં બી, ફલના છોડવા વગેરે લાવી હિંદુસ્તાનમાં વવડાવવાં જોઈએ. જેથી ડી મહેનતે ઘણું કામ થાય એવી જે મશીનરી તેને ઉપયોગ ખેતેને શીખવી દરેક ખેતરમાં દાખલ કરવી જોઈએ. જેઓએ ખેતીની ઉચ્ચ પ્રકારની કેળવણી લીધી હોય તેઓને અમેરિકા જેવા દેશમાં અનુભવ માટે મદદ આપી મોકલવા જોઈએ કે જેઓ ત્યાં જઈ આવી અત્રેની ખેતીવાડીમાં મોટે સુધારો કરી શકે. દુષ્કાળના સમયમાં ખેડુતે દુ:ખમાં ન આવી પડે તે માટે નહેર વગેરે પુષ્કળ ખોદાવી તેમાંથી દરેક ખેતરને પાણી પુરું પડે તેવી બેજના થવી જોઈએ. ઉપરની બાબતો જે બાનમાં લેવામાં આવે તો આશા રાખી શકાય કે, ખેતીની સ્થિતિ સુધરે અને તેથી ખેડુતોની પણ સ્થિતિ સુધરે. છેવટે આપણે આશા રાખીશું કે ન્યાયી અને પ્રજાવત્સલ બ્રીટીશ સરકાર પિતાના ખેડુતોને ઉત્તેજીત કરવા, તેમને કેળવણી આપવા, તેમની ખાશીયત પુરી પાડવા, અને કેટલેક સ્થળે ખેડુત વર્ગ ઉપર અમલદાર વર્ગ તરફથી જે અગ્ય જુલમ ગુજરે છે તે દુર કરવા દયામય દ્રષ્ટિથી જોઈ હિંદની ખેતીવાડીમાં ઉત્સાહન ધ્યાન આપી તેમની સ્થિતિ સુધારવા, અને તેમનાં દુઃખ દુર કરવા પિતાની સાધિન પાયો લઈ ખેડુત વર્ગની આશિષ મેળવશે.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37