Book Title: Buddhiprabha 1915 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 31
________________ સ્વિકાર અને અલેકન. દહેરાસરના અંગે નવાં દહેરાસરો કયાં ક્યાં થાય છે, જીર્ણોદ્ધાર કેટલે સ્થળે કરાવ વાની જરૂર છે વગેરે માહિતી મેળવી પ્રગટ કરવી. આ ઉપરાંત પ્રતિવર્ષમાં જે જે સંસ્થાએ આપણામાં ખેલાઈ હોય જે જે મહાન કાર્ય આપણામાં થયો હોય અને તે જેનાથી થયાં હોય તે તે સઘળાંની નોંધ લેવાથી ભવિષ્યમાં ઘણો ફાયદો થવા સંભવ છે. બીજું આ સ્થળે અમે માનવંતી એસોસીએશનને કહેવાની રજા લઈએ છીએ કે ડીરેક્ટરીથી જે જે સુધારા વધારા કરવા પામ્ય લાગે તે કરવા એસોસીએશને પ્રયત્નશીલ થવું, કારણ કે જ્યાં જરાક કોહવાટ દૂર ન થાય ત્યાં વધુ સડો પેસવાની ધાસ્તી રહે છે. તે માટે એસોસીએશન પુરતું ધ્યાન આપશે એવી આશા છે અને એસોસીએશને ઉપાડેલા કામમાં દરેક બંધુ સહાય આપશે એવી આશા છે, એસોસીએશનનું આ પગલું મહત્વ ભરેલું છે એ કેવળ નિર્વિવાદ અને નિઃશંક છે. अमदावादमां उजवायेली महावीर जयंती. શ્રી ઉપદેશ પ્રસારક ફંડ તરફથી શાક બજારમાં આવેલી વિશાશ્રીમાળીની વાડીમાં શ્રી મહાવીર જયંતીને એક મોટો મેળાવડે ભરવામાં આવ્યો હતો. વાડીને વાવટા તારણથી શણગારવામાં આવી હતી. તે પ્રસંગે બેન્ડ પણ હાજર હતું. આશરે ત્રણેક હજાર માણસે એ હાજરી આપી હતી. મેળાવડાની શોભા અને મેનેજમેન્ટ વિગેરે ઘણી જ સુંદર પ્રકારે કરવામાં આવી હતી.. - જયંતી ઉજવવાની શરૂઆતમાં મંગળાચરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપદેશ પ્રસારક મંડળના સેક્રેટરી રા. ર. મુળચંદભાઈ આશારામ વૈરાટીએ આમંત્રણ પત્રિા, વાંચી બતાવી હતી. ત્યારબાદ ઝવેરી મોહનલાલભાઈ મગનલાલની દરખાસ્તથી અને રા. રા. વકીલ કેશવલાલ અમથાલાલના ટેકાથી રા. રા. શેઠ મોહનલાલ લલ્લુભાઈને પ્રમુખસ્થાન આપવામાં આવ્યું હતું. શરૂઆતમાં પ્રથમ વક્તા રા. રા. વકીલ છોટાલાલ કાળીદ્યસ. બી. એ. એલ. એલ. બી.એ. જણાવ્યું જે આજે આપણા ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુના જન્મ કલ્યાણકને દિવસ છે. જયંતી ઉજવવાનો રીવાજ આપણામાં ઘણા લાંબા વખતથી છે એટલે આપણે કંઈ આ નવીન રીવાજ કરીએ છીએ તેમ નથી. આવી રીતે અન્ય ધર્મના અનુયાયીઓ પણ પિતાના પૂજનીક પુરૂષની જયંતિએ ધણી ધામધુમથી ઉજવતા આપણે જોઈએ છીએ, બીજું આ સ્થળે જે યાદ રાખવાનું છે તે એકે જયંતીના દિવસે ભગવાનની જન્મ તીથી એકલી યાદ રાખવાથી આપણને ફાયદો થવાનું નથી, પરંતુ જે મહાન પ્રભુની આપણે જયંતી ઉજવવા એકત્ર ભળ્યા છીએ તેમના ગુણનું સ્મરણ-મનન કરવાથી, તે ગુણેને અમલમાં ચુક્યાથી આપણે ફાયદો મેળવી શકીશું. કોઈ કદાચ પ્રશ્ન કરે કે આમ હરવખત ગુણોનું સ્મરણ કરવાથી શું લાભ છે? તો તે સંબંધમાં જાણવું જોઈએ કે એક નજીવા ધનના લેભે એકને એક ધધ આપણે હમેશાં કરીએ છીએ તે પછી પ્રભુના નામના ગુણે, તેમનું ચારિત્ર્ય કે જે આપણને મેક્ષ પર્યત લેઈ જાય તેમ છે તેમનું ચારિત્રય વારે વારે સાંભળવાથી આપણને કેટલે બધે લાભ થાપ! પ્રભુ મહાવીરે જે અપૂર્વ ભક્તિભાવ પિતાના માતાપિતા પરત્વે દર્શાવ્યો છે તે હાલના પુત્રએ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. માતાપિતાને અપૂર્વ પ્રેમ જોઈ તેમના જીવતા સુધી તેમણે ચારિત્રય નહિ લેવાને અભિગ્રહ કર્યો હતે. વળી વડીલ બંધુ નંદીવર્ધનના

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37