Book Title: Buddhiprabha 1913 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 4
________________ ૨૧૦ બુદ્ધિપ્રભા. ૧૦ ૧૨ રહે ઉદ્દે સુવે બેસે, મહુલી સ્વ ભુવન જેવી, લગાવશ આગ ના તેમાં, શિખામણ માનજે સાચી. પતાકા કીતિની લેવા, સગાંથી કેહ રાખીને, કલંકી થા નહીં હૈ, શિખામણ માનજે સાચી. સગાં વહાલાંતણ નિન્દા, કરીને મુખ્ય થાવાને, વગાડીશ ઢોલ નહીં એક, શિખામણ માનજે સાચી. વધે છે પ્રાણ જેનાથી જીવે છે પ્રાણુ જેનાથી, કરીશ ના દેહ તેને રે, શિખામણ માનજે સાચી. ઉઘાડી આંખને જેણે, હૃદય ખુલવું કર્યું જેણે, વિધાતક તેહને થા ના, શિખામણ માનજે સાચી. પ્રભુના શાન્તશાસનમાં, ધમાધમ ત્યાગીને વહેજે, બુદ્ધયમિધ સાનમાં કહેવે, શિખામણ માનજે સાચી. ૧૫ लेखको अने लेखो. (લેખક મુનિરાજ બુદ્ધિસાગરજી.) લેખકો અને લેખો એ બાબત પર વિચાર ચલાવવાની જરૂર છે. દરેક લેખક કોઈ પણ લેખ લખીને દુનિયાનું તથા પિતાનું શુભાશુભ કરી શકે છે. લેખકે પોતાને લાભ કરી શકે છે અને જગતને પણ લાભ કરી શકે છે. તેમજ લેખકે પોતાની હાનિ કરે છે એટલું જ નહિ પણ તે જગતની હાનિ કરી શકે છે. જે તે સિમના એ નિયમથી જોતાં સર્વ લેખકે એક સરખા હોતા નથી. સારા લેખક થવું એ ધાર્યા કરતાં ઘણું મુશ્કિલ કાર્ય છે. તે ના અનેક ભેદ પડે છે. સાન રેનિ , શાન સવર, સ્વાર્થી છેखक, अस्वार्थी लेखक, द्वेषी लेखक, अद्वेषी लेखक, मध्यस्थ लेखक, अमध्यस्थ लेखक, प्राचीन संरक्षक लेखक, सुधारक लेखक, संसार विषयक लेखक, धा. કિંઇ વિચ સહ ઈત્યાદિ લેખકોના વિષય પર અનેક ભેદ પડે છે. લેખકે કેવા હોવા જોઈએ. પ્રથમ તો લેખકના ગુણ સંબંધી વિચાર કરતાં જલ્સાવવાનું કે તે જે વિષય લખવા ધારે તેના પરિપૂર્ણ જ્ઞાતા હૈ જોઈએ, સૂંઠના ગાંગડાથી ગાંધી બનનારની પેઠે તે ગમે ત્યાંથી થોડું થોડું લેઇ અસંબંધપણે પોતાનો લેખ પૂર્ણ કરનાર ન હોવો જોઇએ. પિતાના લેખમાં અનેક પ્રકારની ભૂલ રહી હોય તેનું પિતાને ભાન ન હોય એ લેખક ન હૈ જોઈએ. કેટલાક અજ્ઞાન લેખકો “ઉસમેબિ મેરા લગતા હૈ” ની પેઠે જે વિષય પતે ન જાણતા હોય તેમાં માથું મારવા મંડી જાય છે અને તેથી ઉપહાસ્યને પાત્ર થાય છે. કેટલાક લેખકે લેખમાં જે ભાવ લાવવાનું હોય છે તેનું જ્ઞાન ન હોવાથી તથા જેના હાથમાં મૂકવાને હેય છે તેના અધિકારથી અા હોવાથી ભાડાની ક્લિષ્ટતા કરીને પિતાને વિદાનમાં ખપાવવા માટે ગમે ત્યાંથી કિષ્ટ શબ્દોને ખેંચી આણીને ભાવાને આડઅર કરી દે છે. તેમના લેખે ખરેખર પાકેલા બારના જેવા શોભે છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 66