Book Title: Bhogve Eni Bhul
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 6
________________ આપી શકે ! આ ચાનો પ્યાલો તમારી જાતે ફૂટે તો તમને દુઃખ થાય ? જાતે ફોડો તો તમારે સહન કરવાનું હોય ? અને જો તમારા છોકરાથી ફૂટે તો દુ:ખ, ચિંતા ને બળતરા થાય. પોતાની જ ભૂલોનો હિસાબ છે એમ જ સમજાય તો દુઃખ ચિંતા થાય ? આ તો પારકાંના દોષ કાઢીને દુઃખ ને ચિંતા ઊભી કરે છે ને નરી બળતરા જ રાત-દહાડો ઊભી કરે છે અને ઉપરથી પોતાને એમ લાગે છે કે મારે બહુ સહન કરવું પડે છે. પોતાની કંઈ ભૂલ હશે તો જ સામો કહેતો હશે ને ? માટે ભૂલ ભાંગી નાખોને ! આ જગતમાં કોઈ જીવ કોઈ જીવને તકલીફ આપી શકે નહીં, એવું સ્વતંત્ર છે અને તકલીફ આપે છે તે પૂર્વે ડખલ કરેલી તેથી. તે ભૂલ ભાંગી નાખો પછી હિસાબ રહે નહીં. પ્રશ્નકર્તા : આ થિયરી બરાબર સમજાય તો બધા પ્રશ્નોનું મનને સમાધાન રહે. કોણ ભોગવે છે ! લૂંટનારો ભોગવે છે કે લૂંટાયેલો ભોગવે છે ? કોણ ભોગવે છે, તે જોઈ લેવું. બહારવટિયા મળ્યા ને લૂંટી લીધા, પછી રડવાનું નહીં ! આગળ પ્રગતિ માંડવાની ! જગત દુ:ખ ભોગવવા માટે નથી, સુખ ભોગવવા માટે છે. જેનો જેટલો હિસાબ હોય તેટલું થાય. કેટલાંક એકલું સુખ ભોગવતા હોય છે, તે શાથી ? કેટલાંક એકલું દુ:ખ જ ભોગવતા હોય છે, એ શાથી ? પોતે એવાં હિસાબ લાવ્યો છે તેથી. ‘આ’ એક જ શબ્દ ઘેર લખી રાખ્યો હોય ને તો ભોગવતી વખતે જાણજો કે આ ભૂલ કોની ? એટલે આ કેટલાંય ઘરોમાં મોટા અક્ષરે દિવાલો ઉપર લખેલું રાખે છે કે “ભોગવે એની ભૂલ !” ભૂલાય જ નહીં ને પછી વાત ! આખી જિંદગી જો કોઈ માણસ આ શબ્દ વાપરે, યથાર્થ રીતે સમજીને જો વાપરે તો ગુરુ કરવાની જરૂર નથી ને એ શબ્દ જ એને મોક્ષે લઈ જાય એવો છે. અજાયબ વેલ્ડિંગ થયું આ ! ભોગવે એની ભૂલ’ એ તો બહુ મોટું વાક્ય કહેવાય. એ સંજોગાનુસાર કોઈ કાળના હિસાબે શબ્દોનું વેલ્ડિંગ થાય છે. વેલ્ડિંગ થયા સિવાય કામ ના આવે ને ! વેલ્ડિંગ થઈ જવું જોઈએ. એ શબ્દ વેલ્ડિંગ સાથે છે જ ! એનાં ઉપર તો મોટું પુસ્તક લખાય એટલો બધો એમાં સાર છે ! એક ‘ભોગવે એની ભૂલ' આટલું કહ્યું, તો એક બાજુનું આખું પઝલ ઊડી ગયું અને બીજું ‘વ્યવસ્થિત’ કહ્યું, તો બીજી બાજુનું પઝલ પણ ઊડી જાય. જે પોતે દુઃખ ભોગવવું પડે છે, એ પોતાનો જ દોષ ! બીજાં કોઈનો દોષ નહીં. જે દુ:ખ દે, એની ભૂલ નહીં. દુઃખ દે, એની ભૂલ સંસારમાં અને આ ભોગવે એની ભૂલ, એ ભગવાનને ત્યાંના કાયદામાં. દાદાશ્રી : સમાધાન નહીં, એઝેક્ટ એમ જ છે. આ ગોઠવી કાઢેલું નથી, બુદ્ધિપૂર્વકની વાત નથી, આ જ્ઞાનપૂર્વકનું છે. આજે ગુનેગાર - લૂંટારુ કે લૂંટાતાર ? આ સમાચારોમાં રોજ આવે કે, ‘આજે ટેક્સીમાં બે માણસોએ આને લૂંટી લીધા, ફલાણા ફલેટનાં બાઈસાહેબને બાંધી લૂંટ ચલાવી.’ આ વાંચીને આપણે કંઈ ભડકવાની જરૂર નથી કે હું ય લૂંટાઈ જઈશ તો ? આ વિકલ્પ એ જ ગુનો છે. એનાં કરતાં તું તારે સહજમાં ફર્યા કરને ! તારો હિસાબ હશે તો લઈ જશે, નહીં તો કોઈ બાપો ય પૂછનાર નથી. માટે તું નિર્ભય થઈને ફર. આ પેપરવાળા તો લખે, માટે આપણે શું બી જવું ? આ તો થોડા ઓછા પ્રમાણમાં ડાઈવોર્સ થાય છે, એ સારું છે. છતાં, વધારે ડાઈવર્સ થવા માંડે તો બધાંની શંકાને સ્થાન મળે કે આપણે ય ડાઈવોર્સ થશે તો ? એક લાખ માણસ જે જગ્યાએ લૂંટાય, ત્યાં તમે ડરશો નહીં. તમારો કોઈ બાપો ય ઉપરી નથી.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17