Book Title: Bhogve Eni Bhul Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 8
________________ તો તમારો રસ્તો સરળ થઈ પડશે અને સરકારના કાયદાને માન્ય કરશો તો ગૂંચાયા કરશો. પ્રશ્નકર્તા : પણ દાદા, એ ભૂલ એને પોતાને જડવી જોઈએ ને ? દાદાશ્રી : ના, પોતાને જડે નહીં. પણ એ દેખાડનાર જોઈએ. એનો વિશ્વાસુ એવો હોવો જોઈએ. એક ફેરો ભૂલ દેખાઈ ગઈ, એટલે બે-ત્રણ વખતમાં એને અનુભવમાં આવે. તેથી અમે કહેલું કે ના સમજણ પડે તો આટલું લખી રાખજો ઘેર કે ભોગવે એની ભૂલ. આપણને સાસુ બહુ પજવ પજવ કરતી હોય, રાતે ઊંઘ ના આવતી હોય, તે સાસુને જોવા જઈએ તો સાસુ ઊંધી ગયા હોય, નાખોરા બોલતાં હોય તો ના સમજીએ કે આપણી ભૂમ્સ છે. સાસુ તો નિરાંતે ઊંઘી ગઈ. ભોગવે એની ભૂલ. તમને એ વાત ગમી છે કે નહીં ? તો ભોગવે એની ભૂલ એટલું જ જો સમજાઈ જાય ને તો ઘરમાં એક્ય ઝઘડો રહે નહીં. પહેલું તો જીવન જીવવાનું શીખો. ઘરમાં ઝઘડાં ઓછાં થાય. પછી બીજી વાત શીખવાની ! સામો ના સમજે તો શું ? પ્રશ્નકર્તા : કેટલાંક એવા હોય છે કે આપણે ગમે તેટલું સારું વર્તન કરીએ તો ય તે સમજતાં નથી. દાદાશ્રી : એ ના સમજતાં હોય તો એમાં આપણી જ ભૂલ છે કે એ સમજણવાળો કેમ ના મળ્યો આપણને ! આમનો જ સંયોગ આપણને કેમ બાઝયો ? જે જે વખતે આપણને કંઈ પણ ભોગવવું પડે છે, તે આપણી જ ભૂલનું પરિણામ છે. પ્રશ્નકર્તા તો આપણે એમ સમજવાનું કે મારા કર્મો એવાં છે ? દાદાશ્રી : ચોક્કસ. આપણી ભૂલ સિવાય આપણને ભોગવવાનું હોય નહીં. આ જગતમાં એવું કોઈ નથી કે જે આપણને સહેજ પણ કિંચિત્માત્ર દુઃખ આપે અને જો કોઈ દુ:ખ આપનાર છે, તો તે આપણી જ ભૂલ છે. તત્ત્વનો દોષ નથી, એ તો નિમિત્ત છે. માટે ‘ભોગવે તેની ભૂલ”. કોઈ સ્ત્રી અને પુરુષ બે જણ ખૂબ ઝઘડતાં હોય અને બેઉ સૂઈ ગયા પછી આપણે છાનામાના જોવા જઈએ તો પેલી બહેન તો ઘસઘસાટ ઊંઘતી હોય અને ભઈ આમ આમ પાસા ફેરવતા હોય તો આપણે સમજવું કે આ ભઈની ભૂલ છે બધી, આ બહેન ભોગવતી નથી. જેની ભૂલ હોય તે ભોગવે અને તે ઘડીએ જો ભઈ ઊંઘતા હોય ને બહેન જાગ્યા કરતા હોય તો જાણવું કે બહેનની ભૂલ છે. ‘ભોગવે તેની ભૂલ.” આ તો બહુ ભારે સાયન્સ છે, જગત આખું નિમિત્તને જ બચકાં ભરે છે. આતો શું ન્યાય ? આ જગત નિયમને આધીન ચાલી રહ્યું છે, ગમ્યું નથી આ. આનું રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ પણ છે અને નિરંતર આ વર્લ્ડને રેગ્યુલેશનમાં જ રાખે છે. બસ સ્ટેન્ડ ઉપર કોઈ બાઈ ઊભી છે. હવે બસ સ્ટેન્ડ ઉપર ઊભું રહેવું એ કંઈ ગુનો કહેવાય ? એટલામાં સાઈડમાંથી એક બસ આવે છે, એ બસ અહીં બસ સ્ટેન્ડ ઉપર આવે છે, કારણ કે એ ડ્રાયવરના હાથમાંથી સ્ટીયરીંગ પરનો કાબૂ ગયો છે. એટલે આવીને ફૂટપાથ ઉપર ચઢીને એ બઈને કચડી નાખી અને બસ સ્ટેન્ડે ય તોડી નાખ્યું. ત્યાં પાંચસો માણસોનું ટોળું ભેગું થઈ ગયું. આ લોકોને કહીએ કે “આનો ન્યાય કરો.” તો એ લોકો કહેશે કે, ‘બિચારી આ બાઈ વગર ગુને મરી ગઈ. આમાં બાઈનો શો ગુનો ? આ ડ્રાઈવર નાલાયક છે.” તે પછી ચાર-પાંચ અક્કલવાળા બધા ભેગા થઈને કહે છે, “આ બસવાળા કેવા ડ્રાઈવરો, આમને તો જેલમાં ઘાલવા જોઈએ. આમને આમ કરવા જોઈએ ! બાઈ બસ સ્ટેન્ડ ઉપર ઊભી રહેલી, એમાં એનો શો ગુનો બિચારીનો ?” મેર ચક્કરો ! અલ્યા મૂઆ, ગુનો એનો તમે નથી જાણતા. એનો ગુનો હતો, તેથી તો એ મરી ગઈ. પછી આ ડ્રાયવરનો ગુનો તો હવે જ્યારે પકડાશે ત્યારે. આનો જ્યારેPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17