________________
ભૂલ કોની છે ? ત્યારે કહે કે કોણ ભોગવી રહ્યું છે, એની તપાસ કરો. નોકરના હાથે દસ પ્યાલા ફૂટી ગયાં તો એની અસર ઘરનાં માણસો પર પડે કે ના પડે ? હવે ઘરનાં માણસોમાં છોકરાં હોય, તેમને તો કંઈ ભોગવવાનું હોય નહીં. એનો બાપો ને મમ્મી અકળાયા કરે. એમાં મમ્મી પણ થોડીવારે નિરાંતે ઊંઘી જાય પણ બાપો ગણતરી કર્યા કરે. દાયે પાંચે પચાસ, આટલા રૂપિયા થયા ! એ એલર્ટ, એટલે એને વધારે ભોગવવાનું. એના પરથી ભોગવે તેની ભૂલ.
ભૂલને આપણે ખોળવા ના જવું પડે. મોટાં જજો ને વકીલોને ય ખોળવા ના જવું પડે. એના કરતાં આ વાક્ય આપ્યું, એ થર્મોમિટર કે ભોગવે એની ભૂલ. એ જો એટલું પૃથ્થકરણ કરતો કરતો આગળ વધે તો સીધો મોક્ષે જાય.
ભૂલ ડૉકટરતી કે દર્દીતી ? ડૉકટરે દર્દીન ઈજેકશન આપ્યું, પછી ડૉક્ટર ઘેર જઈને નિરાંતે ઊંધી ગયો ને પેલાને તો ઈન્જકશન આખી રાત દુ:ખ્યું, માટે આમાં ભૂલ કોની ? દર્દીની ! ને ડૉકટર તો જ્યારે એની ભૂલ ભોગવશે, ત્યારે એની ભૂલ પકડાશે.
બેબીને માટે ડૉકટર બોલાવીએ અને ડૉકટર આવીને જુએ કે નાડી ચાલતી નથી, એટલે ડૉકટર શું કહેશે ? ‘મને શું કામ બોલાવ્યો ?” અલ્યા, તે હાથ અડાડ્યો તે જ ઘડીએ ગઈ. નહીં તો નાડી તો આમ ચાલતી'તી. પણ પાછો ડૉકટર કૈડકાવે ને પાછો ફીના દસ રૂપિયા લઈ જાય. અલ્યા, ટંડકાવાનો હોઉં તો પૈસા ના લઈશ ને પૈસા લઉં છું તો ટૈડકાવીશ નહીં. પણ ના, ફી તો લેવાની ને ! તે પૈસા આપવા પડે. આવું જગત છે. માટે ન્યાય ખોળશો નહીં આ કાળમાં !
પ્રશ્નકર્તા : આવું ય બને, મારી પાસે દવા લે અને મને ટૈડકાવે.
દાદાશ્રી : હા. એવું ય બને. છતાં સામાને ગુનેગાર ગણશો તો તમે ગુનેગાર થશો. અત્યારે કુદરત ન્યાય જ કરતી રહી છે.
ઓપરેશન કરતાં પેશન્ટ મરી ગયો તો ભૂલ કોની ?!
ચીકણી માટીમાં બૂટ પહેરીને ફરે ને લપસે તેમાં દોષ કોનો ? મૂઆ, તારો જ ! સમજણ નહોતી પડતી કે ઊઘાડા પગે ફરીએ તો આંગળા ભરાય ને પડાય નહીં ! આમાં દોષ કોનો ? માટીનો, બૂટનો કે તારો ?! ભોગવે તેની ભૂલ ! એટલું જો પૂરેપૂરું સમજાયને તો ય એ મોક્ષે લઈ જાય ! આ જે લોકોની ભૂલ જુએ છે, એ તો સાવ ખોટું છે. પોતાની ભૂલને લઈને નિમિત્ત મળે છે. આ તો પાછું જીવતું નિમિત્ત મળે તો તેને બચકાં ભરે ને આ કાંટો વાગ્યો હોય તો શું કરે ? ચાર રસ્તા પર કાંટો પડ્યો હોય ને હજારો માણસો જાય પણ કોઈને ય અડે નહીં, પણ ચંદુભાઈ જાય, તે કાંટો વાંકો હોય તો ય તેને પગે વાગે. ‘વ્યવસ્થિત’ તો કેવું છે ? જેને કાંટો વાગવાનો હોય, તેને જ વાગે. બધા જ સંયોગો ભેગા કરી આપે. પણ એમાં નિમિત્તનો શો દોષ ?!
- જો કોઈ પણ માણસ દવા છાંટીને ઉધરસ ખવડાવે તો તેને માટે વઢમ્વઢા થઈ જાય, જ્યારે મરચાંનો વઘાર ઊડે ને ઉધરસ આવે તો કાંઈ વઢમ્વઢા કરે છે ? આ તો પકડાયો તેને વઢે. નિમિત્તને બચકાં ભરે. જો હકીકત જાણીએ કે કરનાર કોણ અને શાથી થાય છે, તો પછી રહે કશી ભાંજગડ ? તીર મારનારની ભૂલ નથી. તીર વાગ્યું કોને, તેની ભૂલ છે. તીર મારનારો જ્યારે પકડાશે ત્યારે એની ભૂલ. અત્યારે તો તીર વાગ્યું એ પકડાયો છે. જે પકડાયો એ પહેલો ગુનેગાર. પેલો તો પકડાશે ત્યારે એની ભૂલ.
છોકસંતી જ ભૂલો કાઢે બધાં ! તમે ભણતાં ભણતાં કશી અડચણ ભોગવેલી ? પ્રશ્નકર્તા : અડચણો તો ભોગવેલી.
દાદાશ્રી : એ તમારી જ ભૂલને લઈને. એમાં માસ્તરની કે બીજા કોઈની ભૂલ નથી.