________________
૧૯
૨૦
આવશે, નહીં તો નિવેડો નહીં આવે ને વેર વધ્યા કરશે.
સમજાવું અઘરું છતાં વાસ્તવિકતા ! બીજા કોઈની ભૂલ છે નહીં. જે કંઈ ભૂલ છે, તે ભૂલ આપણી જ છે. આપણી ભૂલને લઈને આ બધું ઊભું રહ્યું છે. આનો આધાર શું? ત્યારે કહે, આપણી ભૂલ.
પ્રશ્નકર્તા : મોડું મોડું પણ સમજાય.
દાદાશ્રી : મોડું સમજાયને તે બહુ સારું. એક બાજુ ગાતર ઢીલાં થતાં જાય ને પાછું સમજાતું જાય. કેવું કામ નીકળી જાય ! અને ગાતર મજબૂત હોય, તે ઘડીએ સમજાયું હોય તો ? મોડું મોડું સમજાયું પણ ?
અમે ‘ભોગવે એની ભૂલ’ આપ્યું છે કે, તમામ શાસ્ત્રોનો સાર આપ્યો છે. તે મુંબઈમાં જશો તો હજારો ઘરોમાં મોટા અક્ષરે ‘ભોગવે એની ભૂલ’ લખેલું હોય છે. એટલે પ્યાલા પડી જાય તે ઘડીએ, છોકરા સામાસામી જોઈ લે. મમ્મી, તારી જ ભૂલ છે. છોકરા હઉ સમજી જાય, હંકે ! મમ્મીને કહે, ‘તારું મોટું પડી ગયું છે. એ તારી ભૂલ છે !” કઢી ખારી થઈ એટલે આપણે જોઈ લેવાનું કે કોનું મોટું બગડ્યું ? હા, તારી ભૂલ છે. દાળ ઢળી ગઈ તો જોવાનું, કોનું મોટું બગડ્યું ? તો એની ભૂલ છે. શાક તીખું થઈ ગયું એટલે આપણે મોઢાં જોઈ લેવાં કે કોનું મોઢું બગડ્યું ? તો એની ભૂલ છે આ. આ ભૂલ કોની છે ? ભોગવે એની ભૂલ !!
સામાનું મોટું તમને ચઢેલું દેખાયું તો તે તમારી ભૂલ. ત્યારે તેનાં શુદ્ધાત્મા'ને સંભારી એનાં નામની માફી માગ માગ કરીએ તો ઋણાનુબંધમાંથી છૂટાય.
વાઈફે તમારી આંખમાં દવા નાખી ને તમારી આંખ દુઃખે, તો તે તમારી ભૂલ. જે સહન કરે તેની ભૂલ, એમ વીતરાગ કહે છે અને આ લોકો નિમિત્તને બચકાં ભરે છે !
પોતાની ભૂલના જ માર ખાય છે. પથ્થર નાખ્યો તેની ભૂલ નહીં, જે ભોગવે, જેને વાગ્યો તેની ભૂલ ! તમારી આજુબાજુનાં છોકરાંહૈયાંની ગમે તે ભૂલો કે કુકૃત્યો હશે પણ તમને તેની અસર થશે નહીં, તો તમારી ભૂલ નહીં અને તમને અસર થાય તો તમારી એ ભૂલ એવું નક્કી સમજી લેજો !
જમા-ઉધારની નવી રીત ! બે માણસ મળે ને લક્ષ્મીચંદ પર આરોપ આપે કે તમે મારું ખોટું કર્યું છે. તો લક્ષ્મીચંદને રાતે ઊંઘ ના આવે, ને પેલો નિરાંતે ઊંઘી ગયો હોય. માટે ભૂલ લક્ષ્મીચંદની. પણ દાદાનું વાક્ય ‘ભોગવે તેની ભૂલ યાદ આવ્યું તો લક્ષ્મીચંદ નિરાંતે સૂઈ જશે, નહીં તો પેલાને કેટલીય ગાળો ભાંડશે !
આપણે કોઈ સુલેમાનને પૈસા આપ્યા હોય અને તે પછી છ મહિના સુધી સુલેમાન પૈસા પાછા આપે નહીં, તો ? અલ્યા, આખું કોણે ? તારા અહંકારે. એણે પોષણ આપ્યું તેથી તે દયાળુ થઈને પૈસા આપ્યા, માટે હવે માંડ વાળ કર સલિયાને ખાતે અને અહંકાર ખાતે ઉધાર.
આવું પૃથ્થકરણ તો કરો ! જેનો વધારે દોષ તે જ આ જગતમાં માર ખાય છે. માર કોણ ખાય છે ? તે જોઈ લેવું. જે માર ખાય છે, તે જ દોષિત છે.
ભોગવ્યું એના પરથી હિસાબ નીકળી જાય કે કેટલી ભૂલ હતી ! ઘરમાં દસ માણસો હોય, તેમાં બેને ઘર કેમ ચાલતું હશે તેનો વિચાર સરખો ય નથી આવતો, બેને ઘરમાં હેલ્પ કરીએ તેવો વિચાર આવે છે, ને બે જણા હેલ્પ કરે છે અને એક તો આખો દહાડો ઘર શી રીતે ચલાવવું તેની જ ચિંતામાં રહે છે અને બે જણ આરામથી ઊંધે છે. તે ભૂલ કોની ? મૂઆ, ભોગવે એની જ, ચિંતા કરે એની જ. જે આરામથી ઊંધે છે, તેને કશું જ નહીં !