________________
૨૩ પ્રશ્નકર્તા : આ છોકરાં શિક્ષકની સામે થઈ જાય છે, તે ક્યારે સુધરશે ?
દાદાશ્રી : જે ભૂલના પરિણામ ભોગવે તેની ભૂલ છે. આ ગુરુઓ જ ઘનચક્કરો પાક્યા છે તે શિષ્યો સામા થાય છે. આ છોકરો તો ડાહ્યા જ છે, પણ ગુરુઓ ને મા-બાપ ઘનચક્કર પાક્યાં છે ! અને વડીલો જૂની પક્કડ પકડી રાખે પછી છોકરાં સામા થાય જ ને ? અત્યારે મા-બાપનું ચારિત્ર્ય એવું હોતું નથી કે છોકરાં સામા ના થાય. આ તો વડીલોનું ચારિત્ર્ય ઘટી ગયું છે, તેથી છોકરાં સામા થાય છે.
ભૂલો સામે દાદાની સમજણ ! ‘ભોગવે તેની ભૂલ’ એ કાયદો મોક્ષે લઈ જશે. કોઈ પૂછે કે મારે મારી ભૂલો કેવી રીતે ખોળવી ? તો અમે એને શીખવાડીએ કે તને ક્યાં ક્યાં ભોગવટો આવે છે ? એ તારી ભૂલ. તારી શી ભૂલ થઈ હશે તે આવું ભોગવવાનું આવ્યું, એ ખોળી કાઢજે ? આ તો આખો દહાડો ભોગવટો આવે છે, તે ખોળી કાઢવું જોઈએ કે શી શી ભૂલ થઈ છે !
ભોગવટાની સાથે જ ખબર પડી જાય કે આ ભૂલ આપણી. જો કદિ અમારી ભૂલ થાયને તો અમને ટેન્શન ઊભું થાય ને !
અમને સામાની ભૂલ કેવી રીતે સમજાય ? સામાનું હોમ અને ફોરેન જુદા દેખાય. સામાના ફોરેનમાં ભૂલો થાય, ફોરેનમાં ગુના થાય તો અમે કશું બોલીએ નહીં, પણ હોમમાં કશું થાય તો અમારે તેને ટકોર કરવી પડે. મોક્ષે જતાં કશી અડચણ ના પડવી જોઈએ.
મહીંની પાર વગરની વસ્તી છે, તેમાં કોણ ભોગવે તે ખબર પડે. કોઈ ફેરો અહંકાર ભોગવે છે, તો તે અહંકારની ભૂલ છે. કોઈક વખતે મન ભોગવે છે, તો તે મનની ભૂલ છે, ક્યારેક ચિત્ત ભોગવે છે, તે વખતે ચિત્તની ભૂલ છે. આ તો પોતાની ભૂલમાંથી ‘પોતે છૂટો રહી શકે તેમ છે. વાત સમજવી પડશેને ?
મૂળ ભૂલ ક્યાં છે ? ભૂલ કોની ? ભોગવે તેની ! શું ભૂલ ? ત્યારે કહે છે, “હું ચંદુભાઈ છું’ એ માન્યતા જ તારી ભૂલ છે. કારણ કે આ જગતમાં દોષિત જ કોઈ નથી. એટલે કોઈ ગુનેગાર પણ નથી, એમ સાબિત થાય.
બાકી, આ દુનિયામાં કોઈ કશું કરી શકે એમ છે જ નહીં. પણ જે હિસાબ થઈ ગયો છે, એ છોડવાનો નથી. જે ગોટાળિયો હિસાબ થઈ ગયો છે, તે ગોટાળીયું ફળ આપ્યા વગર રહેવાનું નથી. પણ હવે નવેસરથી ગોટાળો કરશો નહીં, હવે અટકી જાવ. જ્યારથી આ જાણ્યું ત્યારથી અટકી જાવ. જૂના ગોટાળા થઈ ગયા, એ તો આપણે ચૂકવવા પડશે, પણ નવા ના થાય એ જોજો. જવાબદારી સંપૂર્ણ આપણી જ છે ! ભગવાનની જવાબદારી છે નહીં. ભગવાન આમાં હાથ ઘાલતા નથી. એટલે ભગવાન પણ આને માફ કરી શકે નહીં. કેટલાંય ભકતો માને છે કે, ‘હું પાપ કરું છું ને ભગવાન માફ કરશે.’ ભગવાનને ત્યાં માફી ના હોય. બીજા લોકો, દયાળુ લોકોને ત્યાં માફી હોય. દયાળુ માણસને કહીએ કે “સાહેબ, મેં તો બહુ ભૂલ કરી તમારી.” કે એ તરત જ માફ કરે.
આ દુઃખ દે છે, એ તો માત્ર નિમિત્ત છે પણ મૂળ ભૂલ પોતાની જ છે. જે ફાયદો કરે છે એ ય નિમિત્ત છે અને જે નુકસાન કરાવે છે એ ય નિમિત્ત છે. પણ એ આપણો જ હિસાબ છે તેથી આમ થાય છે !
અમે તમને ખુલ્લી રીતે કહીએ છીએ કે તમારી ‘બાઉન્ડ્રી'માં કોઈને આંગળી ઘાલવાની શક્તિ નથી અને તમારી ભૂલ છે તો ગમે તે આંગળી ઘાલી જશે. અરે, લાકડી પણ મારી જશે ! ‘અમે’ તો ઓળખી ગયેલા કે કોણ ગોદા મારે છે ? બધું તમારું ને તમારું જ છે ! તમારો વ્યવહાર કોઈએ બગાડ્યો નથી. તમારો વ્યવહાર તમે જ બગાડ્યો છે. યુ આર હૉલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યૉર વ્યવહાર.
ન્યાયાધીશ છે “કયુટર' સમ ! ભોગવે એની ભૂલ એ ‘ગુપ્ત તત્ત્વ' કહેવાય. અહીં બુદ્ધિ થાકી