________________
૧૭
૧૮
ગયા છે. એ ‘હું ચંદુભાઈ છું'ની માન્યતા છૂટી ગઈ એટલે ક્રોધ-માનમાયા-લોભ જતાં રહેશે. છતાં ઘર ખાલી કરતાં એમને જરા વાર લાગે. બહુ દહાડાનાં પેસી ગયેલાં ને !
આ તો સંસ્કારી રિવાજો ! પ્રશ્નકર્તા: એક તો પોતે દુ:ખ ભોગવતો હોય, હવે એ પોતાની ભૂલથી ભોગવે છે. ત્યાં પછી બીજાં લોકો બધા દોઢડાહ્યા થઈને આવે, અરે, શું થયું, શું થયું ? પણ આમાં એમ કહેવાય કે એને આમાં શું લાગે-વળગે છે ? પેલો એની ભૂલથી ભોગવે છે. તમારાથી એનું દુઃખ લઈ લેવાતું નથી.
દાદાશ્રી : એવું છે ને, જે પૂછવા આવે છે ને. આ જે બધા જોવા આવે છે તે, એ આપણા બહુ ઊંચામાં ઊંચા સંસ્કારનાં નિયમનાં આધારે આવે છે. એ જોવાં જવું એટલે શું છે ? ત્યાં જઈને પેલા માણસને પૂછે, “કેમ છો ભાઈ, હવે તમને કેમ લાગે છે ?” ત્યારે પેલો કહેશે, “સારું છે હવે.” પેલાના મનમાં એમ થાય કે ઓહોહો.... મારી આટલી બધી વેલ્યુ, કેટલાં બધા લોક મને જોવા આવે છે. એટલે પોતાનું દુઃખ ભૂલી જાય.
ગુણાકાર-ભાગાકાર ! સરવાળા ને બાદબાકી, એ બેઉ નેચરલ એડજસ્ટમેન્ટ છે અને ગુણાકાર-ભાગાકાર આ મનુષ્યો બુદ્ધિથી કર્યા કરે છે. એટલે રાત્રે સૂઈ જાવ પછી મનમાં વિચારે કે આ પ્લોટ બધા મોંઘા પડી જાય છે, માટે અમુક જગ્યાએ સસ્તા છે તે લઈશું આપણે. તે ગુણાકાર કરતો હોય મહીં. એટલે સુખના ગુણાકાર કરે અને દુ:ખના ભાગાકાર કરે. એ સુખના ગુણાકાર કરે એટલે ફરી છે તે ભયંકર દુ:ખો પ્રાપ્ત થાય અને દુ:ખના ભાગાકાર કરે છતાં દુઃખ ઘટતાં નથી ! સુખના ગુણાકાર કરે ખરાં કે નહીં ?! આવું હોય તો સારું, આવું હોય તો સારું, કરે કે ના કરે ?! અને આ પ્લસ-માઈનસ થાય છે. ધીસ ઈઝ નેચરલ એડજસ્ટમેન્ટ. એ જે બસો રૂપિયા ખલાસ થઈ ગયા અને એ પાંચ
હજારનું બધું નુકસાન થઈ ગયું. માઈનસ થઈ ગયું, એ નેચરલ એડજસ્ટમેન્ટ, પેલા બે હજાર રૂપિયા ગજવામાંથી કાપીને લઈ ગયા, એ નેચરલ એડજસ્ટમેન્ટ છે ! ભોગવે એની ભૂલ, આ ગેરન્ટીથી અમે જોઈને કહીએ છીએ.
પ્રશ્નકર્તા એમ કહે છે સુખનાં ગુણાકાર કરે છે, એમાં ખોટું શું?
દાદાશ્રી : ગુણાકાર કરવા હોય તો દુઃખનાં કરજો, સુખના કરશો તો ભયંકર આફતમાં આવી જશો. ગુણાકાર કરવાનો શોખ હોય તો દુઃખનાં કરજો કે એક ભઈને ધોલ મારી, તે એણે મને બે મારી તો સારું થયું, આવું બીજો કોઈ મારનાર મળે તો સારું. એટલે આપણું જ્ઞાન વધતું જાય. પણ જો દુ:ખના ગુણાકાર ના ફાવે તો બંધ રાખજો, પણ સુખના ગુણાકાર તો ના જ કરજો !
બન્યા પ્રભુતા ગુનેગાર ! ભોગવે એની ભૂલ. એ ભગવાનની ભાષા ! અને અહીં ચોરી કરી ગયો, એને લોક ગુનેગાર ગણે. કોર્ટો હઉ, ચોરી કરે તેને જ ગુનેગાર ગણે.
એટલે આ બહારના ગુનાઓ અટકાવવા માટે લોકોએ અંદરના ગુના ચાલુ કર્યા. જે ભગવાનના ગુનેગાર થાય, એ ગુના ચાલુ કર્યા. અલ્યા મૂઆ, ભગવાનનો ગુનેગાર ના થઈશ. આ ગુનો થાય તો કશો. વાંધો નહીં. બે મહિના જેલમાં જઈને પાછું અવાશે. પણ ભગવાનનો ગુનેગાર તું ના થઈશ. આપને સમજાયું ને આ ? આ વાત, જો ઝીણી વાત સમજાઈ જાય તો કામ નીકળી જાય. આ ભોગવે એની ભૂલ તો ઘણાં માણસોને સમજાઈ ગઈ. કારણ કે આ બધા કંઈ જેવાં તેવાં છે, બહુ વિચારશીલ લોકો છે. આપણે એક ફેરો સમજણ પાડી દીધી. હવે સાસુને વહુ દુ:ખ દે દે કરતી હોય તો સાસુએ એક શબ્દ સાંભળ્યો હશે કે “ભોગવે એની ભૂલ’, એટલે વારે ઘડીએ દુઃખ દેતી હોય તો તરત જ એ સમજી જાય કે મારી ભૂલ હશે ત્યારે જ એ દે છેને ? તો એ નિવેડો