________________
૧૩
થયો. કોઈ પણ હિસાબ વગર કોઈને પણ કંઈ પણ દુઃખ ના થાય. હિસાબ ચોખ્ખા થાય ત્યારે દુ:ખ થાય. આ એનો હિસાબ આવ્યો, તેથી પકડાયો. નહીં તો આટલી બધી દુનિયા પકડાતી નથી. તમે કેમ નીડર થઈને ફરો છો ? ત્યારે કહે, આપણો હિસાબ હશે તો થશે. નહીં હિસાબ હોય તો શું થવાનું ? એવું કહે છે ને આપણા લોકો ?
પ્રશ્નકર્તા : ભોગવવું ના પડે, એને માટેનો શો ઉપાય ?
દાદાશ્રી : મોક્ષમાં જવાનું. કિંચિત્માત્ર કોઈને દુઃખ ના આપીએ, પોતે દુઃખ જમે કરી લઈએ કો'ક આપે છે, તો ચોપડા આપણા ચોખ્ખા થઈ જાય. કોઈને આપીએ નહીં, નવો વેપાર શરુ કરીએ નહીં અને જૂનો હોય તે માંડવાળ કરી દઈએ, તો ચૂકતે થઈ જાય.
પ્રશ્નકર્તા : તો જેનો પગ ભાંગ્યો એ ભોગવનારે એમ માનવાનું કે મારી ભૂલ છે, એટલે એણે પેલા સ્કૂટરવાળા સામે કંઈ કરવું જ નહીં જોઈએ ?
દાદાશ્રી : કરવું નહીં જોઈએ, એવું નહીં. આપણે શું કહીએ છીએ કે માનસિક પરિણામ ના બદલાવા જોઈએ. વ્યવહારિક જે થતું હોય, તે થવા દો પણ માનસિક રાગ-દ્વેષ ના થવાં જોઈએ. જેને “મારી ભૂલ છે’ એવું સમજાય છે, તો એને રાગ-દ્વેષ ના થાય.
વ્યવહારમાં આપણને પોલીસવાળો કહેશે કે નામ લખાવો તો આપણે લખાવવું પડે. વ્યવહાર બધો કરવો પડે પણ નાટકીય, ડ્રામેટીક, રાગ-દ્વેષ નહીં કરવાના. આપણને “આપણી ભૂલ છે' એવું સમજાયું પછી, એ સ્કૂટરવાળા બિચારાનો શો દોષ ? આ જગત તો ઊઘાડી આંખે જુએ છે, એટલે એને પુરાવા તો આપવા પડેને, પણ આપણને એની પ્રત્યે રાગ-દ્વેષ ના હોવાં જોઈએ. કારણ કે એની ભૂલ છે જ નહીં, આપણે એવો આરોપ કરીએ છીએ કે એની ભૂલ છે, એ તમારી દ્રષ્ટિથી અન્યાય દેખાય છે. પણ ખરેખર તમારી દ્રષ્ટિનો ફેર હોવાથી અન્યાય દેખાય છે.
દાદાશ્રી : કોઈ તમને દુઃખ દેતો હોય તો એની ભૂલ નથી. પણ તમે જો દુ:ખ ભોગવતા હોય તો તમારી ભૂલ. આ કુદરતનો કાયદો. જગતનો કાયદો કેવો ? દુઃખ દે, એની ભૂલ. આ ઝીણી વાત સમજે તો ફોડ પડેને, તો માણસનો ઉકેલ થાય.
ઉપકારી, કર્મમાંથી મુક્ત કરાવનારા ! આ તો એના મનમાં અસર થઈ જાય કે, મારા સાસુ મને પજવે છે. એ રાત-દહાડો યાદ રહે કે ભૂલી જાય ?
પ્રશ્નકર્તા : યાદ રહે જ.
દાદાશ્રી : રાત-દહાડો યાદ રહે. એટલે પછી શરીર પર અસર થાય બધી. એટલે બીજી સારી વસ્તુ પેસે નહીં પછી. એટલે એને શું સમજણ પાડીએ ? કે આને સારી સાસુ મળી ? આને ય કેમ સારી સાસુ મળી ? તમને કેમ આવી મળી ? આ પૂર્વભવનો તમારો હિસાબ છે, એ ચૂકતે કરો. તો કેવી રીતે ચૂકતે થાય એ બતાડીએ. તો એ સુખી થઈ જાય. કારણ કે દોષિત એની સાસુ નથી. ભોગવે છે એની ભૂલ છે. એટલે સામાનો દોષ ઉડી જાય.
કોઈનો દોષ નથી. દોષ કાઢનારાનો દોષ છે. જગતમાં દોષિત કોઈ છે જ નહીં. સહુ સહુના કર્મના ઉદયથી છે. બધા ભોગવી રહ્યા છે, તે આજે ગુનો કરતો નથી. ગયા અવતારના કર્મના ફળમાંથી આ થાય છે બધું. આજ તો એને પસ્તાવો થતો હોય પણ પેલું થઈ ગયું હોય, કોન્ટેક્ટ થઈ ગયો હોયને, કોન્ટેક્ટ કરી નાખેલો એટલે શું થાય ? થયે જ છૂટકો છે.
આ દુનિયામાં જો તમારે કદિ કોઈની ભૂલ ખોળી કાઢવી હોય તો જે ભોગવે છે તેની ભૂલ છે. વહુ સાસુને દુઃખ દે છે કે સાસુ વહુને દુઃખ દે છે, એમાં કોને ભોગવવું પડે છે ? સાસુને. તો સાસુની ભૂલ છે. સાસુ વહુને દુ:ખ દેતી હોય, તો વહુએ એટલું સમજી જવું જોઈએ કે મારી
પ્રશ્નકર્તા : બરાબર છે.