Book Title: Bhogve Eni Bhul
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 12
________________ ૧૫ ભૂલ. આ દાદાના જ્ઞાનના આધારે સમજી જવું કે ભુલ હશે, તેથી જ આ ગાળો દે છે. એટલે સાસુનો દોષ નહીં કાઢવો જોઈએ. આ સાસુનો દોષ કાઢવાથી ગૂંચાયું વધારે. કોમ્લેક્સ થયા કરે છે અને સાસુને વહુ પજવતી હોય તો સાસુએ દાદાના જ્ઞાનથી સમજી જવું જોઈએ કે ભોગવે એની ભૂલ, એ હિસાબે મારે નભાવી લેવું જોઈએ. સાસુ વહુને વઢે તો ય વહુ સુખમાં હોય અને સાસુને જ ભોગવવાનું હોય ત્યારે ભૂલ સાસુની જ ! જેઠાણીને સળી કરીને ભોગવવું પડે તે આપણી ભૂલ અને સળી ના કરી છતાં ય એ આપવા આવે તો તે પાછલાં ભવનું કશુંક બાકી હશે, તે ચૂકવવા આપ્યું. ત્યારે તમે પાછી ફરીથી ભૂલ ના કરતાં, નહીં તો ફરીથી ભોગવવું પડશે ! માટે છૂટવું હોય તો જે જે કંઈ કડવું-મીઠું આવે (ગાળો વગેરે), તે જમે કરી લેજો. હિસાબ ચૂક્ત થઈ જશે. આ જગતમાં હિસાબ વગર તો આંખે ય ભેગી ના મળે ! તો બીજું બધું હિસાબ વગર તે થતું હશે ? તમે જેટલું જેટલું જેને જેને આપ્યું હશે, તેટલું તેટલું તમને તે પાછું આપશે ત્યારે તમે જમે કરી લેજો ખુશ થઈને, કે હાશ ! હવે ચોપડો પૂરો થશે. નહીં તો ભૂલ કરશો તો પાછું ભોગવવું પડશે જ ! આપણે ‘ભોગવે એની ભૂલ’ બહાર પાડ્યું છે, લોકો બહુ અજાયબી માને છે કે ખરી શોધખોળ છે આ. ગીમાં આંગળી, કોતી ભૂલ ? જે કડવાટ ભોગવે તે જ કર્તા. કર્તા તે જ વિકલ્પ. આ મશીનરી હોય તે પોતે બનાવેલી હોય અને તેમાં ગીઅર વ્હીલ હોય, તેમાં પોતાની આંગળી આવી જાય તો તે મશીનને તમે લાખ કહો કે ભાઈ, મારી આંગળી છે, મેં જાતે તને બનાવ્યું છે ને ! તો શું એ ગીઅર વ્હીલ આંગળી છોડે ? ના છોડે. એ તો તમને સમજાવી જાય છે કે ભાઈ, આમાં મારો શો દોષ ? તે ભોગવ્યું માટે તારી ભૂલ ! આવી જ બહાર બધે ય ચાલતી મશીનરી માત્ર છે. આ બધા ય ગીઅર માત્ર છે. ગીઅર ના હોત તો આખા મુંબઈ શહેરમાં કોઈ બાઈ તેના ધણીને દુઃખ ના દેત અને કોઈ ધણી તેની બૈરીને દુઃખ ના દેત. પોતાનું ઘર તો બધાં ય સુખમાં જ રાખત, પણ એમ નથી. આ છોકરાં-છોકરાં, ધણી-બૈરી બધાં જ મશીનરી માત્ર જ છે, ગીઅર માત્ર છે. ડુંગરાતે વળતો પથરો મરાય ? પ્રશ્નકર્તા : કોઈ પથરો આપણને મારે ને વાગ્યું તો એનાથી આપણને ઈજા થાય અને વધારે ઉદ્વેગ થાય. દાદાશ્રી : ઈજા થાય છે એટલે ઉદ્વેગ આવે, નહીં ? અને ડુંગર ઉપરથી ઢેખાળો ગબડતો ગબડતો માથા ઉપર પડે, ને લોહી નીકળ્યું તો ? પ્રશ્નકર્તા : એ પરિસ્થિતિમાં કર્મના આધીનથી આપણને વાગવાનું હશે તો વાગી ગયું, માનીએ. દાદાશ્રી : પણ ડુંગર ઉપર એને ગાળ ના ભાંડો ? ગુસ્સો ના કરો તે ઘડીએ ? પ્રશ્નકર્તા : એમાં ગુસ્સો આવવાનું કારણ આવતું નથી. કારણ કે સામે કોણે કર્યું, એને આપણે ઓળખતા નથી. દાદાશ્રી : કેમ ત્યાં ડહાપણ આવે છે ?! સહજ ડહાપણ આવે કે ના આવે ? એવું આ બધા ડુંગરો જ છે. આ હંમેશાં ય ઢેખાળો નાખે છે, ગાળો ભાંડે છે, ચોરીઓ કરે છે, એ બધા ડુંગરો જ છે, ચેતન નથી. આ એ સમજાઈ જાય તો કામ નીકળી જાય. ગુનેગાર દેખાય છે, તે તમારી જોડે ક્રોધ-માન-માયા-લોભ, મહીં જે શત્રુઓ છે ને, તે દેખાડે છે. પોતાની દ્રષ્ટિથી ગુનેગાર નથી દેખાતો, ક્રોધ-માન-માયા-લોભ દેખાડે છે. જેને ક્રોધ-માન-માયા-લોભ નથી, એને કોઈ ગુનેગાર દેખાડનાર છે જ નહીં ને એને કોઈ ગુનેગાર દેખાતું ય નથી. ખરી રીતે ગુનેગાર જેવું કોઈ છે જ નહીં. આ તો ક્રોધ-માનમાયા-લોભ પેસી ગયા છે અને તે ‘હું ચંદુભાઈ છું’ એ માનવાથી પેસી

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17