Book Title: Bhogve Eni Bhul Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 5
________________ ભોગવે એની ભૂલ ફાવતો જ ન્યાય કરે ને ! તે પોતે નિરંતર ભૂલો જ કરે. આમ ને આમ જીવ બંધાયા કરે છે. અહીંથી ન્યાયાધીશ બોલે છે કે તમારી ભૂલ થઈ છે. તે પાછો મહીંનો જ વકીલ વકીલાત કરે કે આમાં મારો શો દોષ ? એમ કરીને જાતે જ બંધનમાં આવે ! પોતાના આત્મહિત માટે જાણી લેવું જોઈએ કે, કોના દોષે બંધન છે. ભોગવે એનો જ દોષ. દેખીતી રીતે ચાલુ ભાષામાં અન્યાય છે પણ ભગવાનની ભાષાનો ન્યાય તો એમ જ કહે છે કે, “ભોગવે તેની ભૂલ.” એ ન્યાયમાં તો બહારના ન્યાયાધીશનું કામ જ નહીં. જગતની વાસ્તવિકતાનું રહસ્યજ્ઞાન લોકોના લક્ષમાં જ નથી અને જેનાથી ભટક ભટક કરવું પડે, એ અજ્ઞાન-જ્ઞાનની બધાને ખબર છે. આ ગજવું કપાયું, તેમાં ભૂલ કોની ? આના ગજવામાંથી ના કપાયું ને તારું જ કેમ કપાયું ? તમારા બેમાંથી અત્યારે ભોગવે છે કોણ ? “ભોગવે તેની ભૂલ !” આ ‘દાદા’ એ જ્ઞાનમાં “જેમ છે તેમ' જોયું છે કે, તેની જ ભૂલ કુદરતના ન્યાયાલયમાં.... આ જગતના ન્યાયાધીશ તો ઠેર ઠેર હોય છે પણ કર્મ જગતના કુદરતી ન્યાયાધીશ તો એક જ, ‘ભોગવે એની ભૂલ.” આ એક જ ન્યાય છે. તેનાથી આખું જગત ચાલી રહ્યું છે અને ભ્રાંતિના ન્યાયથી સંસાર આખો ય ઊભો છે. એક ક્ષણવાર જગત કાયદા વગર રહેતું નથી. ઈનામ આપવાનું હોય તેને ઈનામ આપે છે. દંડ આપવાનો હોય તેને દંડ આપે છે. પણ કાયદાની બહાર ચાલતું નથી, કાયદેસર જ છે. સંપૂર્ણ ન્યાયપૂર્વક જ છે. પણ સામાની દ્રષ્ટિમાં નહીં દેખાવાથી સમજાતું નથી. એ દ્રષ્ટિ નિર્મળ થશે ત્યારે ન્યાય દેખાશે. સ્વાર્થ દ્રષ્ટિ હોય, ત્યાં સુધી ન્યાય કેમ દેખાય ? બ્રહ્માંડના સ્વામીને ભોગવવાનું કેમ ? આ આખું જગત ‘આપણી’ માલિકીનું છે. આપણે પોતે’ બ્રહ્માંડના માલિક છીએ ! છતાં આપણને દુઃખ ભોગવવું કેમ પડ્યું, તે ખોળી કાઢને ?! આ તો આપણે આપણી ભૂલે બંધાયા છીએ. કંઈ લોકોએ આવીને બાંધ્યા નથી. તે ભૂલ ભાગે પછી મુક્ત. અને ખરેખર તો મુક્ત જ છે, પણ ભૂલને લીધે બંધન ભોગવે છે ! આ પોતે જ ન્યાયાધીશ ને પોતે જ ગુનેગાર ને પોતે જ વકીલ, તે ન્યાય કઈ બાજુ લઈ જાય ? પોતાની બાજુ જ. પછી પોતે પોતાને સહન કરવાનું કે સમાવવાનું ? લોકો સહનશક્તિ વધારવાનું કહે છે, પણ તે ક્યાં સુધી રહે ? જ્ઞાનની દોરી તો ઠેઠ સુધી પહોંચે. સહનશક્તિની દોરી ક્યાં સુધી પહોંચે ? સહનશક્તિ લિમિટવાળી છે. જ્ઞાન અનલિમિટેડ છે. આ “જ્ઞાન” જ એવું છે કે કિંચિત્માત્ર સહન કરવાનું રહે નહીં. સહન કરવું એ તો લોખંડને આંખથી જોઈને ઓગાળવું. એટલે શક્તિ જોઈએ. જ્યારે જ્ઞાનથી કિંચિત્માત્ર સહન કર્યા વગર પરમાનંદ સાથે મુક્તિ ! પાછું સમજાય કે આ તો હિસાબ પૂરો થાય છે ને મુક્ત થવાય છે ! જે દુ:ખ ભોગવે તેની ભૂલ અને સુખ ભોગવે તો એ એનું ઈનામ. પણ ભ્રાંતિનો કાયદો નિમિત્તને પકડે. ભગવાનનો કાયદો-રિયલ કાયદો, એ તો જેની ભૂલ હોય તેને જ પકડે. આ કાયદો એઝેક્ટ છે અને તેમાં કોઈ ફેરફાર કરી શકે તેમ છે જ નહીં, એવો કોઈ જગતમાં કાયદો નથી કે જે કોઈને ભોગવટો આપી શકે ! સરકારનો ય કાયદો ભોગવટો નાPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17