Book Title: Bharatiya Tattvagyan Author(s): Nagin J Shah Publisher: Jagruti Dilip Sheth Dr View full book textPage 5
________________ પ્રસ્તાવના પ્રસ્તુત ગ્રંથમાં ભારતીય તત્ત્વજ્ઞાનની કેટલીક સમસ્યાઓનો વિચાર કરવામાં આવ્યો છે. પ્રથમ પ્રકરણમાં સત્- અસત્ યુગલને અનુલક્ષી થયેલ વિચારમંથન અને તેમાંથી પ્રાપ્ત થયેલા મહત્ત્વના સિદ્ધાન્તોનું નિદર્શન કરવામાં આવ્યું છે. બીજા પ્રકરણમાં ભારતીય ચિંતકોની મોક્ષવિભાવના સમજાવવામાં આવી છે. મોક્ષ એટલે મુક્તિ મુક્તિ કોની અને શેમાંથી મુક્તિ આત્માની અને દુઃખમાંથી. આ કારણે ભિન્ન ભિન્ન વિચારકોની આત્મા વિશેની માન્યતાઓ રજૂ કરવી જરૂરી બની જાય છે. એટલે તે રજૂઆત કરવામાં આવી છે. દુઃખમુક્તિને મોક્ષસ્વરૂપરૂપે સૌ ચિંતકો એકમતે સ્વીકારે છે. પરંતુ મતભેદ એ બાબતે રહ્યો છે કે મોક્ષાવસ્થામાં આત્માને વિધ્યાત્મક (positive) અને નિર્ભેળ શુદ્ધ સુખ હોય છે કે નહિ. ઉપરાંત, એ પણ વિવાદનો મુદ્દો રહ્યો છે કે મોક્ષાવસ્થામાં આત્માને જ્ઞાન હોય છે કે નહિ. આ બે પ્રશ્નોના ભિન્ન ભિન્ન દર્શનોએ આપેલા ઉત્તરો તેમની આત્મા વિશેની માન્યતાથી નિયંત્રિત હોય એ સ્વાભાવિક છે. મોક્ષ શક્ય જ નથી એ પક્ષનો પ્રતિકાર કરી મોક્ષની શક્યતાનો સ્વીકાર કરવા માટે આપવામાં આવતા તર્કોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અને મોક્ષપ્રાપ્તિ માટેના ઉપાયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. રાગદ્વેષનો નાશ એ જ મુક્તિનો ખરો ઉપાય છે કારણ કે દુઃખનું મૂળ રાગદ્વેષ જ છે. એટલે જ રાગદ્વેષક્ષયને જ મુક્તિ ગણવામાં આવી છે. આને માટે અષ્ટાંગયોગની સાધના આવશ્યક મનાઈ છે. ત્રીજા પ્રકરણમાં કર્મ અને પુનર્જન્મની વિચારણા કરી છે. ભારતીય ચિંતકોને કાર્યકારણભાવમાં અટળ વિશ્વાસ છે. ભૌતિક જગતની જેમ નૈતિક જગતમાં પણ તેનો અવ્યાહત વ્યાપાર તેઓ સ્વીકારે છે. જેવી પ્રવૃત્તિ (ક્રિયા) તેવું ફળ એ પાયાની વાત છે. 'વાવે તેવું લણે અને કરે તેવું પામે આ ભાવના ભારતીય સંસ્કૃતિમાં વ્યાપ્ત છે. આ જ કર્મસિદ્ધાન્તનું હાર્દ છે. કર્મથી અર્થાત્ પ્રવૃત્તિથી આત્મામાં પડતા સંસ્કારોને કર્મસંસ્કાર કે કર્મ કહેવામાં આવે છે. આ કર્મસંસ્કાર કે કર્મ કર્તા આત્માને કાલાન્તરે યોગ્ય કાળે અનુરૂપ ફળ આપી નિવૃત્ત થાય છે. જગતમાં જણાતાં વિષમ્ય અને વૈચિત્ર્યનો ખુલાસો કર્મ (કર્મસંસ્કાર) માન્યા વિના થઈ શકતો નથી. મનુષ્યને વર્તમાન જન્મમાં કર્મને અનુરૂપ ફળ મળતું જણાતું ન હોય ત્યારે એનો ખુલાસો પૂર્વજન્મ કે પુનર્જન્મ માન્યા વિના થઈ શક્તો નથી. કર્મો વર્તમાન જન્મમાં જ ફળતાં નથી. કર્મ અને પુનર્જન્મની માન્યતા વેદઉપનિષદોથી માંડી દર્શનશાસ્ત્રોમાં એકધારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 194