Book Title: Bharatiya Tattvagyan Author(s): Nagin J Shah Publisher: Jagruti Dilip Sheth Dr View full book textPage 4
________________ પ્રાસ્તાવિક સંસ્કૃત-સંસ્કૃતિ ગ્રંથમાળાના પાંચમા પુસ્તક તરીકે ભારતીય તત્ત્વજ્ઞાન - કેટલીક સમસ્યા નામક આ વિશિષ્ટ ગ્રંથને વિદ્વાનો અને જિજ્ઞાસુઓ સમક્ષ પ્રસ્તુત કરતાં હું અત્યંત આનંદ અનુભવું છું. - કેટલીક મહત્ત્વની દાર્શનિક સમસ્યાઓ પરત્વે ભિન્ન ભિન્ન ભારતીય દાર્શનિક વિચારધારાઓનાં કેવાં મન્તવ્યો રહ્યાં છે તે દર્શાવવાનો સંનિષ્ઠ પ્રયાસ પ્રસ્તુત ગ્રંથમાં કરવામાં આવ્યો છે. તે મન્તવ્યોના સમર્થક તર્કોની રજૂઆત અને સાથે સાથે તે તર્કોની સમીક્ષા બંને વિદ્વાનોના ચિત્તને સંતર્પક બની રહેશે એમ હું માનું છું. આ બાબતે ઈશ્વરવિષયક પ્રકરણ નોંધપાત્ર જણાશે. મૂળ સંસ્કૃત ગ્રંથોને આધારે ઉચિત સંદર્ભો આપી નિરૂપણ કરવામાં આવ્યું હોઈ ગ્રંથ પ્રમાણભૂત બની શક્યો છે. આશા છે કે પ્રસ્તુત ગ્રંથ ભારતીય તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓને અને જિજ્ઞાસુઓને અવશ્ય લાભકારક, વિચારપ્રેરક અને રસપ્રદ બનશે. સંરક્ત-સંસ્કૃતિ ગ્રંથમાલા નગીન જી. શાહ ૨૩, વાલકેશ્વર સોસાયટી સામાન્ય સંપાદક ભુદરપુરા, આંબાવાડી અમદાવાદ - ૩૮૦૦૧૫ જાન્યુઆરી ૧, ૧૯૯૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 194