Book Title: Bharatiya Darshanoma Mokshavichr Author(s): Nagin J Shah Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 4
________________ નગીન જી. શાહ સાથે જ મરે છે. કલેશસંતતિ સ્વાભાવિક છે, અનાદિ છે, એટલે તેને ઉચછેદ શકય નથી. કલેશોની સંખલા અત્યંત પ્રબળ અને અવે છે. ૨૨ (૨) વ્યક્તિ જન્મથી માંડી મૃત્યુ સુધી પ્રવૃત્તિઓ કર્યા જ કરે છે. પ્રવૃત્તિથી કર્મબંધ થાય છે. બંધાયેલાં કર્મો ભોગવવા પ્રવૃત્તિ થાય છે. વળી તે પ્રવૃત્તિથી કર્મબંધ અને બંધાયેલાં કર્મ ભેગવવા વળી પ્રવૃત્તિ. આમ ચક્ર ચાલ્યા જ કરે છે, એટલે મોક્ષ શકચ નથી. (૩) મોક્ષનું સાક્ષાત કારણું સ્વસ્વરૂપનું જ્ઞાન અર્થાત વિદ્યા છે. આ વિદ્યાની ઉત્પત્તિ માટે ઉપાય સમાધિ છે. પરંતુ સમાધિ પોતે જ અશક્ય છે કારણ કે વિષયે અત્યન્ત પ્રબળ છે; ઇચછી ન કરવા છતાં વિષયો તો વૃત્તિઓ ઉતપન્ન કરે છે અને ચિત્તને એકાગ્ર થવા દેતા નથી. વળી, આધિ, વ્યાધિ અને ઉપાધિને લઈને ચિત્ત એકાગ્ર થઈ શકતું નથી. ૨૫ (૪) જે મોક્ષ સંભવતો હોય તો એક સમય એવે આવે જ્યારે બધા મુક્ત થઈ જાય અને સંસારને ઉચ્છેદ થઈ જાય. મોક્ષની સંભાવના સ્વીકારતાં સંસારછેદની આપત્તિ આવે. તેથી મેક્ષ સંભવતો નથી. ઉપરની ચારેય દલીલોના ઉત્તરે નીચે પ્રમાણે છે. (૧) કલેશોનો ઉછેદ શક્ય છે એ સુષુપ્તિના દષ્ટાન્તથી સમજાય છે. કલેશો શાન્તિની અવસ્થા સુષુપ્તિ એ લેશક્ષચની અવસ્થાની સંભવિતતા સૂચવે છે. ૨૭ કલેશો સવાભાવિક નથી પણ તેમનું કારણ છે. તેમનું કારણ અજ્ઞાન છે.૨૮ રાગ વગેરેને નાશ તેમની પ્રતિ પક્ષ મૈત્રી આદિ ભાવનાઓથી થઈ શકે છે. ૨૯ (૨) કલેશરહિત વ્યક્તિની પ્રવૃત્તિ કર્મબંધનું કારણ નથી.૩૦ (૩) વિક્ષેપ સમાધિનો ભંગ ન કરી શકે તે માટેનો ઉપાય છેઅભ્યાસ. ૧ (૪) મોક્ષ શક્ય હેવા છતાં સંસ રોચછેદ થવાનો નથી કારણ કે સંસારી જીવો અનંત છે. માટે આત્યંતિક દુ:ખમુક્તિ શક્ય છે એ નિઃશંક છે. ૩૨ ત્રાક્ષ જેનોને મતે મોક્ષ : અનાદિ કાળથી કલેશયુક્ત (કષાયયુક્ત) પ્રવૃત્તિઓને કારણે ચિત્તને લાગતાં રહેલાં કર્મોનાં આવર, કલેશોનો સંપૂર્ણ ક્ષય થતાં જ્યારે સંપૂર્ણ પણે દૂર થાય છે ત્યારે જીવને મોક્ષ થયો કહેવાય છે. જેનોને મતે ચિત્ત જ આત્મા છે, તે પરિણામ છે. મેક્ષમાં પણ તે પરિણમી જ રહે છે અને શુદ્ધ પરિણામોને પ્રવાહ ચાલ્યા કરે છે. શુદ્ધ ચિત્ત અનંત જ્ઞાન અને અનંત દર્શન ધરાવે છે કારણ કે જ્ઞાનાવરણીય કર્મો અને દર્શનાવરણીય કર્મોને ક્ષય થઈ ગયો હોય છે. સુખ અને દુ:ખના કારણભૂત વેદતીયકમનો ક્ષય થઈ ગયો હોઈ સુખદુ:ખથી પર તે બની જાય છે. આને પરમ આનન્દની અવસ્થા ગણવામાં આવે છે. દર્શન મોહનીય કર્મને ક્ષય થયો હેઈ ચિત્તને ક્ષાયિક સમ્યફ દર્શન હેય છે. ચારિત્ર્યમહનીય કર્મનો ક્ષય થયો હોઈ ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયોને આવિર્ભાવ મોક્ષમાં શકય નથી. તેમ જ હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય, જુગુપ્સા વગેરે નોકષાયોને આવિર્ભાવ પણ તેમાં શક્ય નથી. અન્તરાય કર્મના ક્ષયના કારણે આત્મા મોક્ષમાં પૂર્ણ વીર્ય ધરાવે છે. નામકર્મના, ગોત્રકર્મના અને આ યુકમને ક્ષયને કારણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16