Book Title: Bharatiya Darshanoma Mokshavichr Author(s): Nagin J Shah Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 2
________________ નગીન જી. શાહ ૫૯ ઉત્તરકાલીન સાંખ્ય : (આત્મ-અનામ દ્વત) ઉત્તરકાલીન સાંખે ચિત્ત-અચિત્તના હેતના સ્થાને આત્મ-અનાત્મના હેતની સ્થાપના કરી. તેણે ચિત્તથી ઉપરવટ પુરુષ યા આમા નામનું તત્ત્વ સ્વીકાર્યું. તેના સ્વીકારને ન્યાપ્ય ઠેરવવા દર્શન' નામના ધર્મનું પ્રતિપાદન તેણે કર્યું. તેણે કહ્યું કે જ્ઞાન એ ચિત્તનો ધર્મ છે જ્યારે દર્શન એ પુરુષને ધર્મ છે. ચિત્ત જ્ઞાતા છે જ્યારે પુરુષ દ્રષ્ટા છે. આ નવા સ્વીકારેલા પુરુષને તેણે પરિણમનશીલ ન માનતાં ફૂટસ્થનિત્ય મા. આમ પરિણામ અને ફૂટસ્થનિત્યનું કેંત ઊભું થયું. ફૂટસ્થનિત્ય આત્માને પરિણામી ચિત્ત-અચિત્ત સાથે સારો સંયોગ-વિયોગ ઘટતો ન હોઈ બિંબ-પ્રતિબિંબ સંબંધની ભાષા બોલાવી શરૂ થઈ. ૧૦ જૈનો અને બૌદ્ધોએ ચિત્ત ઉપરવટ પુરુષ યા આત્મત ના સ્વીકારનો વિરોધ કર્યો અને જાહેર કર્યું કે સાંખે સ્વીકારેલ દશનધર્મને અમે સ્વીકારીએ છીએ પરંતુ તે ચિત્તને જ ધર્મ છે. ચિત્ત કેવળ જ્ઞાતા નથી પણ જ્ઞાતા અને દ્રષ્ટા બંનેય છે, એટલે ચિત્ત ઉપરવટ પુરુષ યા આત્માને સ્વીકારવાની કોઈ જરૂર નથી.' ન્યાય-વૈશેષિક: (આત્મ-અનાત્મ દ્વત) ન્યાય-વૈશેષિક દાર્શનિકેએ ઉત્તરકાલીન સાંખ્યના ફૂટસ્થનિત્ય પુરુષ યા આત્માને સ્વીકાર્યો. પરંતુ ઉત્તરકાલીન સાંપે પ્રકૃતિ અંતર્ગત ચિત્ત અને અચિત્ત બંનેનો સ્વીકાર કરેલો જ્યારે ન્યાયવશેષિકે ચિત્તને તદ્દન અસ્વીકાર કર્યો. બૌદ્ધોએ અને જૈને એ પુરુષને ન સ્વીકારી તેને ધર્મ દર્શન ચિતમાં માન્યો જ્યારે ન્યાય-વૈશેષિકેએ ચિત્તને ન સ્વીકારી તેનો ધર્મ જ્ઞાની પુરુષમાં અર્થાત્ આત્મામાં નાખ્યા. ૧૨ હવે આ જ્ઞાન ધર્મ પરિણામી હેઈ, કૂટનિત્ય આત્મામાં પરિ મીપણું આવતું અટકાવવા કઈ રસ્તો કાઢવાનું તેમને માટે અત્યંત આવશ્યક હતું. તેમણે કહ્યું કે જ્ઞાન ગુણ છે અને આમા દ્રવ્ય છે, અને દ્રવ્ય અને ગુણ વચ્ચે અત્યંત ભેદ છે.૧૩ જ્ઞાન એ આત્માનો સ્વભાવ નથી. તે તો શરીરાવછન્ન આત્મ-મનઃસનિક રૂપ નિમિતકારણથી આત્મામાં ઉત્પન્ન થઈ સમવાય સંબંધ દ્વારા તેમાં રહે છે.૧૪ હવે અહીં પ્રશ્ન થાય કે પુરુષ યા આત્માના ધર્મ દર્શન અંગે ન્યાય-વૈશેષિકે શું કહે છે ? આત્માના ધર્મ દર્શન બાબત ક્યાંય કશી વાત તેઓએ કરી નથી. કદાચ તે જ તેમને મતે આત્માનું સ્વરૂપ હોય અને એમ હોય તે, જ્ઞાન આત્માને ગુણ અને દર્શન આત્માનું સ્વરૂપ ગણાય. પરિણામે દર્શનને આત્મા કદી ને છેડે. સાંખ્યના ચિત્તને ધર્મ એકલ જ્ઞાન જ નથી પણ સુખ, દુઃખ, ઇચ્છા, ઠેષ વગેરે બીજા ઘણા ધર્મો તેના છે. આ બધા ધર્મોને ચિત્ત ન સ્વીકારનાર ન્યાય-વૈશેષિકેએ આત્માના ગુણ ગણ્યા છે. ૧૫ શાંકર વેદાન્ત (આત્મા) શાંકર વેદાન્ત ચિત્ત અને અચિત્ત બંનેને અસ્વીકાર કર્યો છે. ન્યાચવૈશેષિકોએ ચિત્તને ન સ્વીકારવા છતાં ચિત્તના ધમેને સ્વીકારી તેમને પુરુષના ગણ્યા પરંતુ શાંકર વેદાન્તીએ તો તે ચિતના ધર્મોને પણ સ્વીકાર્યા નથી. અચિત્ત, ચિત્ત, ચિત્તધર્મો બધું જ મિથ્યા છે. કેવળ પુરુષ જ સત્ય છે. આમ હોય તો ચિત્તનો ધર્મ જ્ઞાન એ પુરુષમાં તેઓ સ્વીકારે જ નહિ. કેવળ દર્શન જ પુરુષમાં હોય, જ્ઞાન નહિ. પુરુષ જ્ઞાનસ્વરૂપ નહિ પણ દર્યાનસ્વરૂપ જ મનાય. શિથિલપણે દર્શનના અર્થમાં “જ્ઞાન” શબ્દના પ્રયોગ ભલે થતો જોવા મળે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16