Book Title: Bharatiya Darshanoma Mokshavichr Author(s): Nagin J Shah Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 3
________________ ભારતીય દર્શનેમાં મેક્ષવિચાર આમ જેને અને બૌદ્ધોને મતે પરિણમનશીલ ચિત્ત જ આત્મા છે જ્યારે ઉત્તરકાલીન સાંખ્ય, ન્યાય-વૈશેષિક અને વેદાન્તના મતે ફૂટસ્થનિત્ય પુરુષ આત્મા છે. દરેકને પિતાને દુઃખનો અનુભવ છે. દુઃખ ત્રિવિધ છે–આધ્યાત્મિક (માનસિક), આધિભૌતિક (શરીરની અંદરથી રોગને લીધે ઉદ્ભવતાં દુખે) અને આધિદૈવિક (બીજા છ દ્વારા અપાતાં શારીરિક દુઃખો ).૧૬ વિષયને ભગવતી વખતે લાગતું સુખ પણ પરિણામે દુઃખ છે. સુખભેગકાળે વિષયના નાશના ભયે ચિત્તમાં દુઃખ બીજરૂપે હોય છે. મારા પ્રિય વિષયો છીનવાઈ જશે, નાશ પામશે એવું મનમાં રહ્યા કરે છે. વિષયના ભોગના સુખાનુભવના સંસ્કાર ભવિષ્યમાં નવા ભેગની પૃહા જન્માવી દુઃખનું વિષચક્ર ચાલુ રાખે છે. આમ વિષયોમાં પરિણામ દુ:ખતા, તાપદુ:ખતા અને સંસ્કારદુઃખતા છે. તેથી જ ભગવાન બુદ્ધે કહ્યું કે “સર્વ દુ ”. પિતાના સ્વભાવ ઉપર આવરણે આવી જવાં એ પણ દુ:ખ છે. અ૯૫તા દુ:ખ છે. જન્મમરણ પણ દુ:ખ છે. દુઃખનાં કારણે પિતાની જાતનું, પોતાના ખરા સ્વરૂપનું અજ્ઞાન એ દુઃખનું મૂળ કારણ છે.૧૮ આ અજ્ઞાનને કારણે આપણે રાગ-દ્વેષ કરીએ છીએ. અને રાગ-દ્વેષ દુઃખ પેદા કરે છે. અજ્ઞાન, રાગ, દ્વેષ આ કલેશો છે. રાગ-દ્વેષપૂર્વક કરાતી પ્રવૃત્તિથી આત્મા (કે ચિત્ત) કર્મ બાંધે છે.૧૮ સાંખ્ય-યોગ, જૈન તે આ કર્મને સહમાતિસૂક્ષમ ભૌતિક દ્રવ્ય ગણે છે, જે આત્માની (કે ચિત્તની) ઉપર આવરણ રચી તેના જ્ઞાન આદિ ગુણને ઢાંકી દે છે. બૌદ્ધો પણ કર્મને આવા ભૌતિક દ્રવ્યરૂપ માનતા હેય એ સંભવ છે.• આ કર્મોનું આવરણ દુઃખરૂપ છે. કલેશને પણ આવરણ માનવામાં આવ્યાં છે. આસકિત, કામ, ક્રોધ, વગેરે સ્વભાવને કેવો ઢાંકી દે છે તેની વાત “ઘાયરો વિષચન પુલ...લેકમાં ગીતાએ કયાં નથી કરી ? દુઃખનાં કારણેને દૂર કરવાના ઉપાય દુઃખનાં કારણોને દૂર કરવા માટે સૌપ્રથમ તો પોતાના ખરા સ્વરૂપનું જ્ઞાન મેળવવું જોઈએ. આને માટે ચિત્તશુદ્ધિ જરૂરી છે. ચિત્તમાંથી મળે દૂર કરવા મંત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા (માધ્યય) ભાવના કેળવવી જોઈએ. વળી, અહિંસા આદિ પાંચ યમ અને શૌચ આદિ પાંચ નિયમનું પાલન કરવું જોઈએ. પછી ધ્યાનમાર્ગની સાધના દ્વારા ચિત્તની વૃત્તિઓને નિરોધ કરવો જોઈએ. ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં પિતાના ખરા સ્વરૂપને સાક્ષાત્કાર થાય છે. જેટલાં કલેશે ઓછાં એટલું દુઃખ એ છું. કલેશપૂર્વક કરાતી પ્રવૃત્તિ જ કર્માવરણ રચતી હોઈ ક્લેશ દૂર થતાં કર્માવરણે સંપૂર્ણપણે દૂર થાય છે અને ચિત્ત પોતાના શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ થાય છે, દુઃખમાંથી મુક્ત થાય છે. મોક્ષ શકય છે? દુઃખમુક્તિ–મોક્ષ શક્ય છે. કેટલાક મોક્ષને અશકય માને છે. તેમની દલીલે નીચે પ્રમાણે છે: (૧) વ્યક્તિ જન્મે છે ત્યારે કલેશે સાથે જ જન્મે છે અને મરે છે ત્યારે પણ કલેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16