Book Title: Bharatiya Darshanoma Mokshavichr Author(s): Nagin J Shah Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 6
________________ નગીન જી. શાહ ભૂત-ભૌતિક પદાર્થો. વિજ્ઞાન સકંધ એ નિર્વિચાર અને પરિણામે કેવળ અનુભવાત્મક એવું વિષયાકાર જ્ઞાન છે. સંજ્ઞાસકંધ એ સવિચાર અને સમૃતિજન્ય જ્ઞાન છે. વેદનાસકંધ સુખ-દુ:ખનું વેદન છે. સંસ્કારકંધ એ વાસના છે. આ પાંચ કંધોને નિરોધ એ મોક્ષ છે. આને અર્થ એ થયો કે ચિત્તની વૃત્તિરહિતતા નિર્વાણ છે. નિવણમાં વિષયાકારો કે સુખદુ:ખાકારો ચિત્તમાં ઊઠતા નથી. નિર્વાણમાં કેવળ શાતિ હોય છે. તેને સુખ ગણવું હોય તે ગણે. એક વાર ચિત્ત આવી અવસ્થાને પામે છે પછી તે તેમાંથી યુત થતું નથી. આ અર્થમાં નિર્વાણને અશ્રુત અને નિત્ય ગણવામાં આવે છે. રૂપાદિ પાંચ સકંધે જ સંસારી અવસ્થામાં એક ચિત્તને બીજા ચિત્તથી ભેદ કરે છે અને વ્યક્તિત્વ બક્ષે છે. આ વ્યક્તિત્વને માટે “પુગલ' શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. રૂપ આદિ પાંચ સકંધે જ ચિતનું વ્યક્તિત્વ છે, હેરું છે. તેમનાથી અતિરિક્ત વ્યક્તિત્વ છે જ નહિ. આ સમજાવવા માટે જ નાગસેને રથનું પ્રસિદ્ધ દષ્ટાન્ત આપ્યું છે. રથના એક એક અવયવને લઈ નાગસેન પૂછે છે, “ આ રથ છે” ? દરેક વખતે મિલિન્દ “ના” કહે છે. છેવટે કેઈ અવયવ કે કશું બચતું નથી ત્યારે નાગસેન પૂછે છે, કે તો પછી રથ કયાં ? ચક્ર આદિ અવયવોથી અતિરિક્ત રથ નામની કોઈ અવયવી વસ્તુ નથી. અવયથી ભિન્ન અવયવી નામની કઈ વસ્તુને બૌદ્ધો સ્વીકારતા નથી એ અહીં ધ્યાનમાં રાખીએ. કંધે પોતે જ વ્યક્તિત્વ છે. આ વ્યક્તિત્વને જ પગલ કહેવામાં આવે છે. ૪૪ નિર્વાણમાં પાંચ ધોને અભાવ થતાં વ્યક્તિત્વને અર્થાત પુદ્ગલને અભાવ થાય છે. પરંતુ એને અર્થ એ નહિ કે ચિત્તનો અભાવ થઈ જાય છે. વ્યક્તિત્વવિહીન ચિત્ત તો નિવણમાં રહે છે જ.૪૫ અર્થાત, નિર્વાણમાં બધાં ચિત્તો તદ્દન એકસરખાં જ હોય છે. તેમની વચ્ચે કઈ પણ પ્રકારને ભેદ હોતો નથી. દીપનિર્વાણનું દષ્ટાન્ત આ પુદ્ગલનિર્વાણને સમજાવે છે. તેલ ખૂટી જતાં કે વાટ સળગી જતાં દીવો જેમ હેલવાઈ જાય છે, તેનો ઉકેદ થાય છે, તેમ પાંચ સ્કંધોનો અભાવ થતાં વ્યક્તિત્વને (પુદ્ગલન) નાશ થાય છે. આત્મા’ શબ્દ ચિત્ત અને પુદગલ બંનેને માટે વપરાયો હોવાથી નિર્વાણુમાં ચિત્તનેય અભાવ થઈ જાય છે એવી ગેરસમજ ઊભી થઈ છે. કેટલાકના મતે દીપનિર્વાણનું દષ્ટાન્ત, મુક્ત થયેલું ચિત્ત કયાં જાય છે એવા પ્રશ્નને પિતાને ઉત્તર સમાવવા બૌદ્ધોએ આપેલ છે. ધી બુઝાઈ જતાં કયાં જાય છે? પૂર્વમાં, ઉત્તરમાં, ઉપર, નીચે, દક્ષિણમાં, ઇત્યાદિ ? આ પ્રશ્ન પૂછી બોદ્ધો સચવવા માગે છે કે મુક્ત થયેલું ચિત્ત કયાં જાય છે એ પ્રશ્ન પૂછવું યોગ્ય નથી. તે અમુક જગ્યાએ જઈને રહે છે એમ કહેવું ઉચિત નથી. સિદ્ધશિલા જેવી કલ્પનાને બૌદ્ધો યોગ્ય ગણતા નથી. બૌદ્ધોએ નિર્વાણના બે પ્રકાર માન્યા છે- પધિશેષ અને નિરુપધિષ. સોપધિશેષમાં રાગાદિને નાશ થઈ જાય છે પણ પંચસકંધો રહે છે. અહીં ચિત્તનું પુદગલ અર્થાત વ્યક્તિત્વ નિરાસવ (રાદિ દેષરહિત) હોય છે. આને જીવનમુક્તિ ગણી શકાય. નિરુપધિશેષમાં પાંચ ધોને પણ અભાવ થઈ જાય છે. અહીં ચિત્તનું પુગલ અર્થાત વ્યક્તિત્વ પણ નાશ પામે છે. કેવળ ચિત્ત જ રહે છે. આને વિદેહમુક્તિ ગણી શકાય. - બૌદ્ધોનું ચિત્ત ક્ષણિક છે, તો પછી તેના મેક્ષની વાત કરવાનો શો અર્થ ? આનો ઉત્તર એ છે કે ચિત્ત ક્ષણિક હેવા છતાં એવાં ચિત્તની એક હારમાળાને (=સન્નતિને), જેમાં પૂર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16