Book Title: Bharatiya Darshanoma Mokshavichr
Author(s): Nagin J Shah
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
View full book text
________________
નગીન જી. શાહ અલબત્ત, તેમ માનતાં તેમણે જ્ઞાન કદી અસંવિદિત રહેતું નથી એમ માનવું પડે, જ્ઞાન સંવિદિત જ ઉત્પન થાય છે એમ માનવું પડે – જે એમને ઇષ્ટ નથી. કદાચ એ કારણે દર્શનને તેમણે સ્વીકાર્યું જ ન હોય એમ બને.
અનામ દેહ વગેરેમાં આત્મબુદ્ધિ મિથ્યાજ્ઞાન છે.અનામે દેહ વગેરેમાં અનાત્મબુદ્ધિ અને આત્મામાં આત્મબુદ્ધિ તત્વજ્ઞાન છે. તવજ્ઞાનથી મિથ્યાજ્ઞાન દૂર થાય છે. મિથ્યાજ્ઞાન દૂર થતાં અનાત્મ શરીર વગેરે પ્રત્યેને મોહ, રાગ દૂર થાય છે. અર્થાત મિથ્યાજ્ઞાન દૂર થતાં રાગ વગેરે દેષ દૂર થાય છે. રાગ વગેરે દેશે દૂર થતાં વ્યક્તિની પ્રવૃત્તિ નિર્દોષ બની જાય છે. આવી રાગાદિદોષરહિત પ્રવૃત્તિ પુનર્ભવનું કારણ નથી.૭૩ દેષરહિત પ્રવૃત્તિ કરનારને પુનર્ભવ અટકી જાય છે. પ્રવૃત્તિ દોષરહિત હોવાથી નવા કર્મો બંધાતા નથી. તેથી જે રાગ વગેરે દેશોથી મુક્ત થઈ ગયો હોય છે તે વિહરતો હોવા છતાં મુક્ત છે- જીવનમુક્ત છે.૭૪ આ અવસ્થાને અપરા મુક્તિ કહેવામાં આવે છે.
જે રાગ વગેરે દેથી મુક્ત થયો હોય છે તેને પુનર્ભવ અટકી ગયો હોવા છતાં અને તે નવાં કર્મો બાંધતા ન હોવા છતાં તેના પૂર્વકૃત કર્મોનાં બધાં ફળ ભેગવાઈ ન જાય ત્યાં સુધી તેને છેલા જન્મમાં જીવવાનું હોય છે.૭૫ અનન્ત જન્મમાં કરેલાં કર્મો એક જન્મમાં કેવી રીતે ભોગવાઈ જાય એવી શંકા અહીં કેઈને થાય. * આ શંકાનું સમાધાન ન્યાય-વૈશેષિક ચિંતકો નીચે પ્રમાણે કરે છે. એક, કર્મક્ષય માટે આટલે સમય જોઈએ જ એ કેઈ નિયમ નથી. બીજુ, પૂર્વના અનન્ત જન્મોમાં જેમ કર્મોને સંચય થતો રહ્યો તેમ ભોગથી તેમનો ક્ષય પણ થતો રહ્યો હોય છે. ત્રીજ, છેલ્લા જન્મમાં તે તે કર્મને વિપાક ભોગવવા માટે જરૂરી જુદાં જુદાં અનેક નિમણુશરીરે યોગસિદ્ધિના બળે નિર્માણ કરીને તેમ જ મુક્ત આત્માઓએ છોડી દીધેલાં મનને ગ્રહણ કરીને તે જીવન્મુક્ત બધાં પૂર્વકૃત કર્મોને વિપાકને ભોગવી લે છે.૭૮ પૂર્વકમે છેલા જનમમાં ભગવાઈ જતાં નિર્દોષ પ્રવૃત્તિ પણ અટકી જાય છે, અર્થાત્ શરીર પડે છે. ૮ પરંતુ હવે ભેગવવાનાં કઈ કર્મો ન હોવાથી નવું શરીર તે ધારણ કરતો નથી. તેને જન્મ સાથે સંપર્ક છૂટી જાય છે, દેહ સાથે સંબંધ છૂટી જાય છે. દેહ સાથેનો સંબંધ નાશ પામતાં સર્વ દુઃખને આત્યંતિક ઉચ્છેદ થઈ જાય છે. આને પરામુક્તિ યા નિર્વાણમુક્તિ કહેવામાં આવે છે.
- તત્ત્વજ્ઞાનથી દેષ, પ્રવૃત્તિ, જન્મ અને દુઃખ દૂર થાય છે એ ખરું પણ તત્ત્વજ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય છે ? તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ અષ્ટાંગ યોગના અનુષ્ઠાનથી થાય છે. ૨૧ વળી, તરવજ્ઞાનની ઉત્પત્તિ માટે અધ્યાત્મવિદ્યાનું શ્રવણ-મનન-નિદિધ્યાસન, અધ્યાત્મવિદ સાથે સંવાદ અને અશુભ સંજ્ઞાની ભાવના પણ જરૂરી છે. મીમાંસક મતે મેક્ષ :
આત્મા વિશેની મીમાંસક માન્યતા લગભગ ન્યાય-વૈશેષિકની માન્યતા જેવી જ છે. મીમાંસક મતિ પણ જ્ઞાન આપનું સ્વરૂપ નથી પણ ગુણ છે જે અમુક નિમિત્તકાર/ન પરિણામે આત્મામાં ઉત્પન્ન થાય છે. સંસ્કૃતિ અને મેક્ષમાં આત્મામાં જ્ઞાન હેતું નથી, કારણ કે જ્ઞાનના નિમિત્તે કારણે ઇન્દ્રિયાર્થસનિકષ વગેરે સુષુપ્તિ અને મોક્ષમાં હોતાં નથી. મીમાંસને વૈશેષિકેથી એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org