Book Title: Bharatiya Darshanoma Mokshavichr Author(s): Nagin J Shah Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 8
________________ નગીન જી. શાહ ૬૫ નિરોધ થઈ જાય છે. વિવેકજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિથી અવિવેકજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિને નિરોધ થઈ જાય છે. અવિવેકજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિના નિરાધ થતાં રાગ આદિ કલેશરૂપ ચિત્તવૃત્તિને નિરોધ થાય છે અને ક્લેશરૂપ ચિત્તવૃત્તિઓને નિરોધ થતાં દુઃખરૂપ ચિત્તવૃત્તિને નિરાધ થઈ જાય છે.પ૪ વિવેકી ચિત્તને ક્લેશ કે દુ:ખ હેતાં નથી. વિવેકી ચિત્તને પુનર્ભવ નથી. આ જીવનમુક્તિ છે,૫૫ તેનાં પ્રારબ્ધ કમેર્યાં ભાગવાઈ જતાં વિવેકી ચિત્ત કમમુક્ત થાય છે અને તેને પ્રકૃતિમાં લય થાય છે. આ વિદેહમુક્તિ છે.પ. આમ ક્રમથી અજ્ઞાનમુક્તિ, કલેશમુક્તિ, દુ:ખમુક્તિ અને કરમુક્તિ થાય છે.૫૭ જે પુરુષની મુક્તિની વાત કરે છે તે આ પ્રમાણે જણાવે છે: પરિણામી ચિત્તની વૃત્તિઓનુ` પ્રતિબિંબ પુરુષમાં પડે છે. પુરુષગત ચિત્તવૃત્તિના પ્રતિભિ અને અર્થ પુરુષનું ચિત્તવૃત્તિના આકારે પરિણમન નથી પરંતુ કેવળ પ્રતિબિંબ જ છે. તેથી પુરુષની ફૂટસ્થનિત્યતાને કઈ વાંધા આવતા નથી.૫૮ ચિત્તની સ્વપુરુષતા અવિવૈકરૂપ ચિત્તવૃત્તિ, સુખાકાર કે દુઃખાકાર ચિત્તવૃત્તિ પુરુષમાં પ્રતિબિંબિત થાય છે. આમ પુરુષમાં પ્રતિબિંબાત્મક અવિવેક અને દુ:ખ છે. જ્યારે ચિત્તમાં વિવેકજ્ઞાનરૂપી વૃત્તિ જાગે છે ત્યારે ક્રમથી રાગાદિ લેશેારૂપ ચિત્તવૃત્તિ અને દુઃખરૂપ ચિત્તવૃત્તિ ચિત્તમાં ઊઠતી નથી. પરિણામે પુરુષમાં પણ પ્રતિબિંબાત્મક વિવેકજ્ઞાન જાગે છે અને તેથી ક્રમશઃ પ્રતિબિંબાત્મક ક્લેશરૂપ ચિત્તવૃત્તિએ અને દુ:ખરૂપ ચિત્તવૃત્તિ દૂર થાય છે. આમ પુરુષ પ્રતિષિ ખાત્મક દુઃખમાંથી મુક્ત થાય છે.૫૯ છેવટે જ્યારે ચિત્ત વિવેકજ્ઞાનરૂપ વૃત્તિનેાય નિરોધ કરી સર્વ વૃત્તિઓને નિરાધ સાધે છે ત્યારે ચિત્તનું પ્રતિબિંબ પુરુષમાં પડતું મધ થઈ જાય છે, કારણ કેવૃત્તિરહિત ચિત્તનું પ્રતિષિઞ પુરુષમાં પડી શકતું નથી.” આમ પુરુષ સાવ કેવળ ખની જાય છે અને કૈવલ્ય પામ્યા એમ કહેવાય છે. આમ ચિત્તને ચા ગુણૢાના પેાતાના મૂળ કારણમાં લય એ કૈવલ્ય છે; અથવા સ્વસ્વરૂપમાં પ્રતિષ્ઠિત ચિતિશક્તિ એ કૈવલ્ય છે.૬૧ મેક્ષમાં ચિત્તને તા લય થઈ ગયા હૈાય છે. કેવળ પુરુષ જ હેાય છે. પુરુષને સુખ હતુ નથી, કારણ કે હવે સુખરૂપ ચિત્તવૃત્તિનું પુરુષમાં પ્રતિબિંબ અસંભવ છે. બીજું, પુરુષ દ્રષ્ટા છે પરંતુ તેના દનના વિષયભૂત ચિત્તવૃત્તિને અભાવ હાઈ પુરુષને કશાનુ` દર્શન નથી. આમ અહીં તે કશાનું દર્શન ન કરતા હોવા છતાં દ્રષ્ટા છે. સાંખ્ય-યોગ પુરુષમહુત્વવાદી હાઈ આવા મુક્ત પુરુષો અનેક છે. ૨ મુક્ત પુરુષાને રહેવાનું કંઈ નિયત સ્થાન સાંખ્ય-ચેાગે જણાવ્યુ` નથી. આનું કારણ એ હોઈ શકે કે તેમને મતે પુરુષ વિભુ યા સર્વાંગત છે. પુરુષને જ્ઞાન હેતુ નથી કારણુ કે એ તા ચિત્તના ધર્મો છે. ન્યાયવૈશેષિક મતે મેાક્ષ : ન્યાય-વૈશેષિક મતે પણ આત્મન્તિક દુ:ખનિવૃત્તિ મેાક્ષ છે. આપણે જોઈ ગયા કે આ દાર્શનિકા ચિત્તને માનતા નથી. પરંતુ ચિત્તના જ્ઞાન, દુ:ખ વગેરે ધર્મ પુરુષમાં માને છે. આમ દુઃખ પુરુષના ધર્મ છે, ગુણુ છે. જ્ઞાન, સુખ, દુ:ખ વગેરે ગુણે અનિત્ય છે, તેઓ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. અનિત્ય ગુણા ધરાવનાર પુરુષ ફૂટસ્થનિત્યક્રમ હેાઈ શફે ? તે માટે દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16