Book Title: Bharatiya Darshanoma Mokshavichr Author(s): Nagin J Shah Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 7
________________ ૬૪ ભારતીય દર્શનામાં મેાક્ષવિચાર પૂર્વનાં ક્ષણિક ચિત્તો ઉત્તરઉત્તરનાં ક્ષણિક ચિત્તોનાં ઉપાદાન કારણેા હાય છે, બૌદ્દો માને છે. ચિત્તસન્તતિમાં પ્રવાહનિત્યતા છે. તેથી તેના મેાક્ષની વાત કરવામાં કશું અનુચિત નથી.૪૮ જે ચિત્તસન્તતિ મળે! દૂર કરી શુદ્ધ થાય છે તે જ સન્તતિ મુક્ત થાય છે, બીજી નહિ. ચિત્તસંતતિ અને ચિત્તદ્રવ્ય એ એમાં કાઈ ખાસ ભેદ નથી. ખુદ્દે નિર્વાણુના ઉપાયા તરીકે શીલ, સમાધિ અને પ્રજ્ઞાને અષ્ટાંગિકમાગ, સાત ખેાધિ-અંગ, ચાર મૈત્રી આદિ ભાવના નિર્વાણુના ઉપાયા ગણાવ્યા છે.૪૯ બૌદ્દો પણ કહે છે કે તૃષ્ણા જ કારણુ છે. જે તૃષ્ણારહિત બની પ્રવૃત્તિ કરે છે, તે દુ:ખી થતા નથી અને કર્મ બાંધતા નથી. સાંખ્યયાગ દૃષ્ટિએ મેાક્ષ : ગણાવ્યાં છે. વળી તેમણે આ બ્રહ્મવિહાર) અને સમાધિને પણુ દુઃખનું મૂળ છે અને કર્માંબધનું સાંખ્યયોગ મતે આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક દુ:ખત્રયની આત્યંતિક નિવૃત્તિ મેક્ષ છે. સાંખ્યયેાગ ચિત્ત ઉપરવટ પુરુષ માને છે. તેથી પ્રશ્ન ઊઠે છે કે મેાક્ષ કાના—ચિત્તને કે પુરુષના ? કેટલાક મધ અને મેક્ષ ખરેખર ચિત્તના જ માને છે.પ જ્યારે ખીન્ત કેટલાક બંધ અને મેાક્ષ પુરુષના માને છે. જેએ બંધ અને મેાક્ષ ચિત્તના માને છે તે કહે છે: ચિત્તમાં પુરુષનુ' પ્રતિબિંબ પડે છે. પુરુષના પ્રકાશથી પ્રકાશિત ચિત્ત તે જ પુરુષ છે એમ માની લે છે અને સુખદુઃખ તેમ જ વિધ્યાકારે પરિણમનાર હું. પેાતે જ પુરુષ છું' એવું અભિમાન ધરાવે છે. આ ચિત્તને અવિવેક (યા અજ્ઞાન) છે. ચિત્ત યાગસાધના દ્વારા વૃત્તિનિરોધ કરે છે અને ચિત્તમળાને દૂર કરી પોતાની શુદ્ધિ કરે છે. આવા ચિત્તમાં પુરુષનુ સ્પષ્ટ અને વિશઘ્ર પ્રતિબિંબ પડે છે. હવે ચિત્તને પુરુષના ખરા સ્વરૂપનું જ્ઞાન થાય છે અને પરિણામે પોતાના પુરુષથી ભેદ સમજાય છે. આ છે વિવેકજ્ઞાન. વિવેજ્ઞાનથી તે જાણે છે કે પુરુષ તા ફૂટસ્થનિત્ય અને નિર્ગુણુ છે, જ્યારે હું પરિણામી અને ગુણી છું. આવું વિવેકજ્ઞાન થતાં ચિત્ત પુરુષના પ્રતિષિંખને ઝીલવાનુ અધ કરી દે છે અને સ’પૂર્ણ વૃત્તિનિરોધ કરી પુરુષ આગળ પોતે પ્રગટ થવાનુ ખંધ કરી દે છે. તેને હવે પુરુષ સાથે કોઈ સબંધ રહેતા નથી, કારણ કે પુરુષ ચિત્તની વૃત્તિઓના જ દ્રષ્ટા છે.પ૧ પરંતુ વૃત્તિઓને સ પૂર્ણ નિરાધ થતાં પુરુષ પોતે દ્રષ્ટાસ્વરૂપ હેાવા છતાં તેના ચિત્ત સાથેના દ્રષ્ટાપણાને સંબધ પૂરા થઈ જાય છે. ચિત્ત કેવળ બની જાય છે.પર પુરુષનુ પ્રતિબિંબ ચિત્તમાં પડતું નથી. છેવટે ચિત્તના પાતાની મૂળ પ્રકૃતિમાં લય થઈ જાય છે. આ ચિત્તલય જ મેાક્ષ છે. ચિત્તમાં પુરુષના પ્રતિબિંબના અથ સમજવાના છે ચિત્તનું પુરુષાકારે પરિણમન, ચિત્ત તે તે વિષયના આકારે પરિણમી તેને જાણે છે. જે ચિત્તના માક્ષ માને છે તે પુરુષમાં ચિત્તના પ્રતિòિખની વાત કરતા નથી. જેએ પુરુષતા માક્ષ માને છે તે પુરુષમાં ચિત્તનું પ્રતિબિંબ સ્વીકારે છે.૧૩ આ પ્રતિબિંબ દર્પણુમાં મુખપ્રતિબિંબ જેવુ છે, પરિણામરૂપ નથી. તેમ છતાં જેએ પુરુષમાં ચિત્તનું પ્રતિબિંબ નથી સ્વીકારતા તેઓ માને છે કે આવું પ્રતિબિંબ પણ પુરુષમાં માનીએ તા ફૂટસ્થનિત્ય પુરુષની એ અવસ્થાએ માનવી પડે અને પરિણામે પુરુષના ફૂટસ્થંનિત્યત્વને હાનિ થાય. કાઈને પ્રશ્ન થાય કે ચિત્તના મેાક્ષની વાતમાં દુઃખમુક્તિ કયાં આવી? એના ઉત્તર આ પ્રમાણે છે. દુઃખ એ ચિત્તની વૃત્તિ છે. દુઃખરૂપ ચિત્તવૃત્તિ ઉદ્ભવવાનું કારણ રાગ આદિ ક્લેશા છે. લેરો પશુ ચિત્તવૃત્તિ છે. રાગ આદિ કલેશારૂપ ચિત્તવૃત્તિઓના નિરાધ થતાં દુઃખરૂપ ચિત્તવૃત્તિને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16