Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 02 Author(s): Abhayshekharsuri Publisher: Divya Darshan Trust View full book textPage 3
________________ પ્રકાશકીય શ્રી જૈન સંઘમાં લોકપ્રિય માસિક શાન્તિસૌરભમાં ચાલતી લેખમાળા-બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે....ના બીજા ૧૫ થી ૨૬ લેખો પુસ્તકરૂપે પ્રકાશિત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. પૂ. આ. શ્રી વિજયપ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાયના પૂ. આ. શ્રી વિજય અભયશેખરસૂરિ મહારાજ શાસ્ત્રોના ગહન પદાર્થોને પણ સરળ ભાષામાં રજુ કરીને લોકભોગ્ય બનાવવામાં કુશળ છે એ વાત શ્રીસંઘમાં પ્રસિદ્ધ છે. તેથી ઉપકારની બુદ્ધિથી તેઓએ કલમ ઉપાડી...ને શ્રાવકશ્રાવિકાવર્ગને પણ સુંદર બોધ મળી રહે એવી લેખમાળાની શ્રીસંઘને ભેટ મળી. આ લેખમાળા પ્રત્યે જિજ્ઞાસુઓને સારું આકર્ષણ જાગ્યું છે ને તેથી અન્યોને પણ સારો બોધ મળી રહે એ માટે આ લેખોને પુસ્તકરૂપે પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. લેખક પૂજ્ય આચાર્ય ભગવંતના ચરણોમાં ભાવભરી વંદના સાથે આવા બોધપ્રદ પુસ્તકોની શ્રીસંઘને ભેટ ધર્યા કરે એવી નમ્ર વિનંતી. આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ લાભ પોતાના જ્ઞાનખાતામાંથી લેનાર શ્રી જૈન શ્વેતામ્બર સંઘ, રાણીબેન્નુર, (કર્ણાટક) ને હાર્દિક અભિનંદન સાથે અનુમોદના. પુસ્તકનું સુંદર મુદ્રણ કરનાર ભરત ગ્રાફિક્સના પૂરા સ્ટાફને ધન્યવાદ. જિજ્ઞાસુઓને સ્વબોધને વિશદ કરવા માટે આ પુસ્તકનું અધ્યયન કરવાની વિનંતી સાથે.... Jay Educatorternational દિવ્યદર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વિ. શાહ For Private & Personal Use Only www.jainelibraPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 146