Book Title: Balbodh Pathmalal 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 19
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુત્રી- હા, તે પાંચ છે. સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ અને કર્ણ. માતા- સારું, હવે કહો કે સ્પર્શેન્દ્રિય કોને કહે છે? પુત્રી- જેને અડવાથી હલકા-ભારે, લૂખા-ચીકણા, કઠણ-નરમ અને ઠંડા-ગરમનું જ્ઞાન થાય છે, તેને સ્પર્શેન્દ્રિય કહે છે. માતા- જાણે છે તો આત્મા જ ને? પુત્રી- હા, હા, ઈન્દ્રિયો તો નિમિત્ત માત્ર છે. એવીજ રીતે જેનાથી ખાટો, મીઠો, કડવો, કપાયલો અને તીખો સ્વાદ જાણી શકાય છે, તે જ રસનેન્દ્રિય છે. જીભને જ રસના કહે છે. માતા- અને સ્પર્શન શું છે? પુત્રી- સ્પર્શન તો આખું શરીર જ છે. હા, અને જેનાથી આપણે સૂળીએ છીએ તે જ નાક ધ્રાણેન્દ્રિય કહેવાય છે, એ સુગંધ અને દુર્ગધના જ્ઞાનમાં નિમિત્ત થાય છે. માતા- અને રંગના જ્ઞાનમાં નિમિત્ત કોણ છે? પુત્રી- આંખ. એને જ ચક્ષુ કહે છે. જેનાથી કાળા, નીલા, પીળા, લાલ અને સફેદ આદિ રંગોનું જ્ઞાન થાય તે જ ચક્ષુઈન્દ્રિય છે અને જેનાથી આપણે સાંભળીએ છીએ, તે જ કાન છે; જેને કાન અથવા શ્રોત્રેન્દ્રિય કહેવામાં આવે છે. માતા- તું તો બધું જાણે છે પણ એ બતાવ કે આ પાંચે ય ઈન્દ્રિયો કઇ વસ્તુને જાણવામાં નિમિત્ત થઇ? પુત્રી- સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને અવાજ તથા શબ્દોને જાણવામાં જ નિમિત્ત થઈ. ૧૪ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34