Book Title: Balbodh Pathmalal 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 18
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ચોથો ઇન્દ્રિયો પુત્રી- બા ! પિતાજીને જૈન કેમ કહેવામાં આવે છે? માતા- તેઓ જૈન છે, તેથી જૈન કહેવાય છે, જિનના ભક્ત તે જૈન અથવા જિનઆજ્ઞા માને તે જૈન. જિનદેવે બતાવેલા માર્ગે ચાલનાર જ સાચો જૈન છે. પુત્રી અને જિન કોણ છે? માતા- જેમણે મોહ-રાગ-દ્વેષ અને ઇન્દ્રિયોને જીતી તે જ જિન છે. પુત્રી- તો ઈન્દ્રિયો શું આપણી શત્રુ છે કે તેમને જીતવાની છે? તે તો આપણા જ્ઞાનમાં સહાય કરે છે. શરીરનાં જે જે ચિહ્ન આત્માને જ્ઞાન કરાવવામાં સહાય કરે છે, તે જ ઈન્દ્રિયો છે. માતા- હા, પુત્રી ! સંસારી જીવને ઈન્દ્રિયો જ્ઞાનના સમયમાં નિમિત્ત થાય છે પણ એક વાત એ ય છે કે એ વિષયભોગોમાં ફસાવવામાં પણ નિમિત્ત છે. તેથી એને જીતનાર જ ભગવાન બની શકે છે. પુત્રી- તો ઈન્દ્રિયોના ભોગ છોડવા જોઈએ, ઈન્દ્રિયજ્ઞાનને તો નહિ ? માતા- ઈન્દ્રિયો કેટલી છે અને ક્યા જ્ઞાનમાં નિમિત્ત છે તે તું જાણે છે? ૧૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34