________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે સમાધિસોપાન છે
સંગ્રાહક–3. વલ્લભદાસ નેણશીભાઇ મોરબી
(ગતાંક પૃષ્ઠ ૨૪ થી શરૂ) અજ્ઞાની જીવ, પુરુષ-સ્ત્રી-નપુંસક એ ત્રણે લિંગને આત્મા જાણે છે, જયારે સમ્યગજ્ઞાની તેને આમ ન જાણતાં પિતાના આત્માને ત્રણે લિંગથી રહિત જાણે છે.
બહુ કાલથી અભ્યાસ કરેલું, અને બરાબર નિર્ણય કરેલું ભેદ-વિજ્ઞાન પણ અનાદિ કાળના વિશ્વમથી એકદમ છૂટી જાય છે.
જે રૂપ દેખાય છે તે અચેતન છે. જે ચેતન છે તે મારા દેખાવમાં આવતું નથી તેથી અચેતન પદાર્થમાં રાગભાવ કરવો નકામે છે. મારે તે સ્વાનુભવ પ્રત્યક્ષ એવે આત્માને જ આશ્રય કરવા યોગ્ય છે.
આત્મસ્વરૂપથી–વસ્તુસ્વરૂપથી અશાની બાહ્ય પદાર્થોને તજે છે કે ગ્રહણ કરે છે. જ્ઞાની અંતરંગમાંના રાગાદિક પરભાવોને તજે છે અને આત્મભાવને ગ્રહણ કરે છે.
સમ્યગદષ્ટિ-જ્ઞાની આત્માને વચનથી અને કાયાથી ભિન્ન કરીને આત્માને અભ્યાસ મનવડે કરે છે. અન્ય વિષયભોગના કાર્યો છે, તેમાંથી કેટલાક વચનથી કરે છે અને કેટલાક કાયાથી કરે છે પણ સાંસારિક કાર્યોમાં મનને પરોવતા નથી
અજ્ઞાનીને તે વિશ્વાસ અને આનંદનું સ્થાન આ જગત છે, જગતના લેક તરફ દષ્ટિ છે. જ્ઞાનીને આ જગતમાં કયાંય વિશ્વાસ કે ક્યાંય આનંદ ભાસતું નથી. એક પિતાના
સ્વભાવમાં જ આનદ અને વિશ્વાસ જણાય છે. - આ ઈદ્રિયોના વિષયનું જે સ્વરૂપ છે તે મારા સ્વરૂપથી વિલક્ષણ-જુદુ જ છે. મારું સ્વરૂપ તે આનંદથી ભરપૂર જોતિર્મય છે. - જ્ઞાનીને તે જેથી ભ્રાંતિ દૂર થાય અને પોતાની સ્થિતિ પોતાના આત્મસ્વરૂપમાં થઈ જાય, તે જ જાણવા યોગ્ય, તે જ કહેવા યોગ્ય, તે જ શ્રવણ કરવા યોગ્ય, તે જ ચિંતવન કરવા યોગ્ય છે.
આ ઈદ્રિયોના વિષયોમાં આત્માનું કલ્યાણ થાય તે કઈ પ્રકાર નથી તો પણ બહિરાત્મા અજ્ઞાની આ શુભાશુભ વિષયોમાં જ પ્રાંતિ કરે છે.
આત્મતત્વ કહ્યા છતાં ન કહ્યું હોય તેની પેઠે પ્રહણ કરે છે, તે અજ્ઞાની. અનધિકારીને કહેવાનો શ્રમ વ્યર્થ છે. - અજ્ઞાનીને જ્ઞાનતિ પ્રગટી નથી, તેથી પરકયમાં જ સંતોષ માને છે. જ્યાં સુધી મન-વચન-કાયાને પિતાનું સ્વરૂપ માને છે ત્યાંસુધી સંસાર-પરિભ્રમણ જ છે. દેહાદિકથી આત્મા ભિન્ન છે એવા ભેદ-વિજ્ઞાનના અભ્યાસથી સંસારના અભાવરૂ૫ મોક્ષ થાય છે.
For Private And Personal Use Only