________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સભાને આઠ વર્ષનો રિપોર્ટ.
સં. ૨૦૦૦ની સાલથી “શ્રી જૈન ધર્મ પ્રકાશ” નું વર્ષ ચૈત્ર માસને બદલે કાર્તિકથી શરૂ કરવામાં આવ્યું.
સં. ૨૦૦૧ ના માહ શુદિ ૮ ને સોમવારના રોજ જાણીતા થીઓસેપિસ્ટ નેતા શ્રી જિનરાજદાસ સભાની મુલાકાતે આવેલ તે પ્રસંગે જાણીતા પ્રતિષ્ઠિત શહેરીઓ પણ તેમની સાથે આવેલ અને સભાની કાર્યવાહી, લાઈબ્રેરી તથા પુસ્તક-પ્રકાશનની ૫હતિ જોઇ પ્રશંસા કરેલ.
સં. ૨૦૦૧ ના માહ શુદિ ૧૫ ને રવિવારના રોજ સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજીની સ્વર્ગવાસ તિથિ પિસ શુદિ ૧૧ ના રોજ કાયમી પૂજા ભણાવવા માટે શ્રી છોટાલાલ નાનચંદ શાહ તરફથી રૂા. ૨૫૧ તથા સ્વર્ગસ્થની પુત્રી શ્રી જકેર બહેન તરફથી છે. ૧૦થે મળી કુલ રૂ. ૩૫૭ સ્વીકારવામાં આવ્યા અને પ્રતિવર્ષ તેના વ્યાજમાંથી પૂજ ભણાવાય છે.
સં. ૨૦૦૨ ના જેઠ વદિ ૦)) અને અથાક શુદિ ૧૧ ને બુધવારની મિટીંગમાં સ્થાનિક મેમ્બરોના મત પત્રકથી મેનેજીંગ કમિટીની ચૂંટણી કરવાનું નિર્ણત કરવામાં આવ્યું અને તે માટે નીચે પ્રમાણે પાંચ ગૃહસ્થની એક ચૂંટણી-કમિટી નીમવામાં આવેલ.
શ્રી અમરચંદ કુંવરજી શાહ શ્રી દીપચંદ જીવણલાલ શાહ શ્રી ગુલાબચંદ આણંદજી દેશી શ્રી જીવરાજભાઈ રતનશી શાહ શ્રી બેચરલાલ નાનચંદ શાહ
સં. ૨૦૦૨ ના અસાડ વદિ ૭ ની જનરલ કમિટીમાં આવેલ મતપત્ર પરથી ચુંટાયેલ મેનેજીંગ કમિટીની જાહેરાત કરવામાં આવી, જે કમિટીના નામો આ રિપોર્ટમાં શરૂઆતમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. પ્રમુખ તરીકે શ્રી જીવરાજભાઈ ઓધવજી દેશી, ઉપપ્રમુખ તરીકે શ્રી ભોગીલાલભાઈ મગનલાલ શેઠ અને ઓનરરી સેક્રેટરી તરીકે શ્રી અમરચંદ કુંવરજી શાહ તથા શ્રી દીપચંદ જીવણલાલ શાહની ચૂંટણી કરવામાં આવી.
સં. ૨૦૦૪ ના અથાડ વદિ ત્રીજ ને શનિવારના રોજ સભાના આજીવન પ્રમુખ અને ઉત્કર્ષ કરનાર સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજીના આરસના બેસ્ટ માટે રૂા. ૩૦૦૦) મંજૂર કરવામાં આવ્યા.
સં. ૨૦૦૬ ના માગશર શુદિ ૧૩ ને શનિવારના રોજ સંભાના ઉત્કર્ષમાં વૃતિ કરનાર અને સાહિત્યસેવી સ્વ. શ્રી મતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયાને માનપત્ર આપવાને નિર્ણય કરવામાં આવ્યો.
સં. ૨૦૦૬ ને માહ વદિ ત્રીજના રોજ “જૈન ધર્મ પ્રકાશ ” માલિકને અસર ખોટ પડતી હેઅને તે દૂર કરવા માટે “પ્રકાશ”નું લવાજમ જે અત્યાર પર્યંત રૂ. ૧-૮-૦ હતું તે વધારીને સં. ૨૦૦૬ ને કાર્તિકથી રૂા. ૩-૦-૦ કરવામાં આવ્યું.
સં. ૨૦૦૬ ના વૈશાખ શુદિ પુનમ તથા પ્રથમ અશાહ શુદિ ૧૨ ને મંગળવારના રોજ
For Private And Personal Use Only