________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ જે ]
સભાને આઠ વર્ષને સંક્ષિપ્ત રિપોર્ટ
(૧) સં. ૨૦૦૨ ના અશાડ વદિ ૦)) ને રવિવારના રોજ બપોરના સાડાચાર વાગે શ્રી ભીમજીભાઈ હરજીવન સુશીલનું “ભગવાન મહાવીરને શ્રમણયુગ” એ વિષય પર પ્રવચન રાખવામાં આવેલ.
(૨) સં. ૨૦૦૨ના શ્રાવણ સુદ ૭ ને રવિવારના રોજ “ભગવાન મહાવીર અને કલ્પસૂત્ર” એ વિષય પરત્વે શ્રી જીવરાજભાઈ ઓધવજી દેશનું પ્રવચન રાખવામાં આવેલ.
(૩) સં. ૨૦૦૨ ના ભાદરવા સુદ પાંચમના રોજ સવારના “ક્ષમાપના–મહોત્સવ રાખવામાં આવેલ જે સમયે પૂ. મુનિરાજશ્રી વિજ્ઞાનવિજયજી, પૂ. મનિશ્રી ચેતનવિજયજી તથા શ્રી જીવરાજભાઈ ઓધવજી દોશીના “ક્ષમા” ને લગતા પ્રવચન થયા હતા.
(૪) શ્રી ૨૦૦૨ ના આસો વદિ ૮ ને શુક્રવારના રોજ સવારના નવ વાગે સદગુણાનુરાગી મુનિશ્રી કરવિજયજી મહારાજની પુણ્યતિથિ ઉજવવામાં આવેલ. જે પ્રસંગે ૫. મનિરાજશ્રી વિનાનવિજયજી, પૂ. મુનિશ્રી ચેતનવિજયજી, શ્રી જીવરાજભાઈ ઓધવજી દેશી, શ્રી જગજીવનદાસ પિપટલાલ પંડિત અને શ્રી અમરચંદ માવજીના સ્વર્ગસ્થના જીવનને અંગે પ્રેરણાદાયક પ્રવચને થયેલ.
સભા તરફથી વર્ષો થયા સંસ્કૃત વર્ગ ચલાવવામાં આવે છે, જેને ઘણું જૈન-જૈનેતર છાત્રો લાભ લઈ રહ્યા છે.
એજ્યુકેશન બોર્ડની ધામિક પરીક્ષાના સેન્ટર તરીકે સભા કાર્ય કરે છે.
સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજીના આરસના બસ્ટને અનાવરણુ-મહોત્સવ ભારે દબદબાપૂર્વક ઉજવાયો હતો. તે સમયે બહારગામથી સેંકડે શુભેચ્છાના સંદેશાઓ આવ્યા હતા તેમજ રાવસાહેબ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલના અધ્યક્ષ પદે, બીજા બહારગામના માનવંત મહેમાનોની હાજરી વચ્ચે, આ પ્રસંગ સફળતાપૂર્વક પાર પડ્યો હતો. બસ્ટ શ્રી પરમાણુંદ કુંવરજી કાપડિયાની જાતિદેખરેખ નીચે, જાણીતા શિલ્પી વાઘ હસ્તક તૈયાર થયેલ હાઇ ધણું જ આકર્ષક અને સુરમ્ય બનેલ છે. બટ સભાના ઉપરના હાલમાં મય સ્થળે ગોઠવવામાં આવ્યું છે.
આ ઉપરાંત શ્રીયુત મોતીચંદભાઇ ગિરધરલાલ કાપડિયાને માનપત્ર આપવાને મેળાવડો પણ શ્રી નટવરલાલ માણેકલાલ સુરતીના પ્રમુખસ્થાને કરવામાં આવેલ, જે પ્રસંગ પણ ભારે ઉમળકાભેર ઉજવાયું હતું. આ બંને પ્રસંગને અનુલક્ષીને “ શ્રી જૈન ધર્મ પ્રકાશ” ને ખાસ અંકે પ્રગટ કરવામાં આવ્યા હતા.
પ્રાતે અમે એટલું જ ઇચ્છીએ છીએ કે–સભાસદ બંધુઓ આ સભાને પોતાની ગણી તેના ઉત્કર્ષ માટે ફાળો આપે અને એ રીતે જ્ઞાન–પ્રચાર અને જૈન ધર્મના પ્રચારના મહદ્ પુણ્યના ભાગ્યશાળી બને. અમને મળેલ સહકાર બદલ સૌ કોઈને આભાર વ્યક્ત કરવામાં આવે છે.
For Private And Personal Use Only