________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૨ મહોપાધ્યાય ધર્મસાગગાણિની જીવનરેખા. }
(લેખક–ો. હીરાલાલ રસિકદાસ કાપડિયા M. A. ) જન્માદિ–સ્વ. મો. ૬. દેસાઈના કથન મુજબ ધર્મસાગરગણિને જન્મ વિ. સં. ૧૫૯૫ માં લાડોલમાં “ ઓસવાલ જ્ઞાતિમાં થયો હતો, એમને એક નાનો ભાઈ હતા. મહેસાણામાં એમનું એસાળ હતું.
પ્રતિબંધક ધર્મસાગરગણિએ પવયણપરિકખા( ગા. ૪)ની પજ્ઞ વૃત્તિ ( પત્ર ૮)માં કહ્યું છે કે જીવન પર્યંત વિકૃતિઓન(વિગઈને) ત્યાગ કરનારા અને સંવિગ્નાદિ ગુણવાળા પંડિત જીવર્ષિગણિથી હું પ્રતિબંધ પામે છું. - દીક્ષાગુરુ ને વિદ્યાગુરુ-આનંદવિમલસૂરિએ ધર્મસાગરણણિને દીક્ષા આપી હતી. આ વેળા એમની ઉમ્મર સોળ વર્ષની હતી. અને દીક્ષા મહેસાણામાં અપાઈ હતી,* એમ રવ. દેસાઈએ કહ્યું છે.
પવયણપરિકખાની ચોથી ગાથાના અવતરણ ઉપરથી જણાય છે કે વિજયદાનસુરિ એ ધર્મસાગરગણિના વિદ્યાગુરુ થાય છે. તત્તતરંગિણુ (ગા. ૫૯) પણ આ જ વાતનું સમર્થન કરે છે. - વિદ્યાભ્યાસ–સીહવિમલગણિના શિષ્ય દેવવિમલગણિએ વિક્રમની ૧૭ મી સદીમાં રચેલા હીરસૈભાગ્ય(સ. ૬, લે. પ૫ ) પ્રમાણે એમણે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. સહાધ્યાયી તરીકે હીરહર્ષગણિ હતા કે જેઓ આગળ જતાં હીરવિજયસૂરિ બન્યા.
નિશ્રાગુ–જે સમયે જેઓ ગ૭ના અધિપતિ હોય તે સમયે એ ગછના અન્ય
૧ જે. સા. સં. ઈ.(પૃ. ૫૬૧)માં આમ ઉલેખ છે, પણ તે બેટો જણાય છે. કેમકે વિ. સં. ૧૫૯૬ પહેલાં એ દીક્ષિત થયાનું આગમ દ્વારકા કહે છે, અને જૈ. સા. સં. ઈ(પૃ. ૫૮૨)માં પણ વિ. સ. ૧૬૪ માં ધર્મસાગરને હાથે લખાયેલી હાથપોથાને ઉલેખ છે.
૨ એજન (પૃ. ૫૬૨). ૩ એજન (પૃ. ૫૬૧). ૪ જુઓ પવયણુપરિકખા (વિ. ૧, ગા. ૩).
૫-૬ જુઓ જે. સા. સં. ઈ. (પૃ. ૫૬૧). “ અહીં છવરાજ પંડિત પાસે પોતાના નાના બંધુ સહિત દીક્ષા લીધી ” એમ જે કહ્યું છે તે યથાર્થ નથી, કેમકે ઉપર સચવ્યા મુજબ એમના દીક્ષાગુરુ તે આનંદવિમલસૂરિ છે.
૭ “વિજય’ શાખામાં “વિજય' નામને ધારણ કરનાર તરીકે એઓ પ્રથમ છે, એમ પ્ર. ૫. મ. માં આગમોહારકે કહ્યું છે.
૮ હીરાભાગ્ય( સ. ૬, ભલે ૪૯ )માં દેવગિરિ, દેલતાબાદ )માં ધર્મસાગર વતી યાને મુનિ સાથેના અભ્યાસની વાત છે. . ૭૩–૭૪ માં વિ. સં. ૧૬૦૭માં હીરહર્ષગણિને “પંડિત' પદવી અપાયાની હકીકત છે.
For Private And Personal Use Only