Book Title: Atmanand Prakash Pustak 058 Ank 06 07
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભ. મહાવીરના અનુપમ સત્યાગ્રહ આવા વિચાર કરી તે ભગવાન જ્યાં કાઉસગ્ગ ધ્યાનમાં હતા ત્યાં આવ્યેા. ભગવાન તે ત્યાં શાંત ભાવે ધ્યાનમગ્ન હતા. તેમને ધ્યાનસ્થ જોઇને ભગવાનને ધ્યાનભગ્ન કરવા માટે પ્રયત્નો આદર્યાં. પહેલા તેા પેાતાની શક્તિથી ચારે બાજુ ધૂળ-ધૂળની વૃષ્ટિ કરી. દશે દિશાએ ધૂળથી વ્યાપ્ત થઈ ગઈ. અનેક જીવો મરી ગયા. ભગવાનનું શરીર ધૂળથી ઢંકાઈ ગયું. આટલા ઉત્પાત છતાં ભગવાન મહાવીર તે જેમના તેમ અચળ રીતે ધ્યાનમાં સ્થિર રહ્યા. આ વખતે સંગમ દેવે નિષ્ફળ જવાથી વધારે આકરા પ્રયત્ન આદર્યું. તેણે માયા શક્તિથી ભય કર ઝેરી સર્પ, વીંછી વગેરે જંતુઓને ઉત્પન્ન કરી ભગવાનના શરીર ઉપર છૂટા મૂકયા. આટલા પ્રયત્ને છતા ભગવાન મહાવીર ઉપર તેની કંઇજ અસર ન થઈ. તેમના મનમાં સંગમ માટે જરા પણ દ્વેષભાવ પ્રગટ્યો નહિ. તે તે! શાંતિ અને ક્ષમાભાવથી બધા ઉપસર્ગો સહન કરી લે છે. આ રીતે છ મહિના સુધી સંગમે ભગવાનને હેરાનપરેશાન કરવાના ખૂબ પ્રયત્ના કર્યાં. જ્યારે આકરા પ્રયત્ને પ્રભુને ડગાવી શકયા નહિ ત્યારે સંગમે મહાવીરને ધ્યાનભગ્ન કરવા માટે લલચામણા ઉપાયો અજમાવવા શરૂ કર્યા. તેણે ભગવાનની સામે વસન્ત ઋતુની રચના કરી અને અનેક રૂપયૌવનાએને પ્રભુની સામે ખડી કરી દીધી. એ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૫ યુવતીએ પેાતાના હાવભાવથી પ્રભુને લલચાવવા લાગી. પરંતુ તેમની બધી યુક્તિપ્રયુક્તિઓ નિષ્ફળ નીવડી. આ રીતે સગમ નિષ્ફળ જવાથી તેને ઘણી ભેાંઠપ લાગી; પણ હાર્યો જુગારી બમણે રમે. તેણે વિચાર કર્યા કે ભલે તપશ્ચર્યા દરમીયાન હું તેમને હરાવી ન શક્યા પણ તે ધ્યાનમાંથી મુક્ત બને પછી તેા હું જરૂર તેમને હરાવી શકીશ. હવે ભગવાનની છ માસની તપશ્ચર્યા પૂરી થઈ એટલે વહેારવા માટે તે ગોકુળ ગામમાં આવ્યા. પ્રભુ જ્યાં જ્યાં વહેારવા ગયા ત્યાં ત્યાં સંગમે . તેમના આહાર પાણીને દોષયુક્ત બનાવી દીધા. ભગવાન તેા દ્વેષ રહિત આહાર પાણી ન મળવા છતા પહેલા જેવી જ શાંતિ અને ક્ષમા ભાવપૂર્વક સ્થિર રહ્યા. હવે તેા ભગવાન મહાવીરના સત્યાગ્રહની પૂરી કસોટી થઈ. અંતે તેમની અચળતા, શાંતિવ્રુત્તિ અને સહનશક્તિએ તેમજ ક્ષમા વૃત્તિએ સંગમ જેવા પાષાણુહૃદયીને પણ પલાળ્યા. તેનામાં ભગવાન મહાવીર પ્રત્યે ભક્તિભાવ જામ્રત થયે। અને ભગવાન પાસે આવી તેના ચરણામાં પડી પે।તે કરેલા અપરાધની ક્ષમા માગવા લાગ્યા. ભગવાને એટલી જ ઉદ્દારતાથી તેને ક્ષમા આપી ધન્ય હા ક્ષમાશીલ ભગવાન મહાવીરને ! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29