Book Title: Atmanand Prakash Pustak 058 Ank 06 07
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ મામાનંદ પ્રકાશ પરિશીલન કરી તેમણે જીવનના અનેક ક્ષેત્રમાં માર્ગદર્શક થાય તે રીતે આ લેખ લખેલ છે. આ પુસ્તકમાં આવેલ લેખે જીવનના અનેક ક્ષેત્રોને સ્પર્શે છે, એટલું જ નહિ પણ તેમાં જીવનમાં ખરેખર ઉપયોગી થાય તે રીતે વ્યવહારૂ માર્ગદર્શન પણ આપેલું છે. તેમાનાં સામાજિક લેખે ખરેખર સામાજિક સંસ્થાઓએ અને સામાજિક કાર્યકર્તાઓએ વિચા વા જેવા છે, તેમને એ અનેક રીતે ઉપયોગી થઈ શકે તેવા છે. વ્યાવહારિક વિભાગના લેખે પણ આજની વિષમ પરિસ્થિતિમાં જરૂર પ્રેરણાદાયી અને માર્ગદર્શક બને તેવા છે. તેમજ આર્થિક-વ્યાપારી-આરોગ્ય-સાંસ્કારિક વિભાગે વિવિધ રીતે ઉપયોગી નીવડે તેવા લેખથી પૂર્ણ છે. એક વિદ્વાન અને અનુભવી લેખકના લેખ પ્રકાશિત કરવા માટે પ્રકાશકને અભિનંદન. (૨) અધ્યાત્મગીતા-અનુવાદ – રચયિતા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજી. પ્રકાશક શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ. ૩૪, કાલબાદેવી રેડ મુંબઈ નં. ૨. મૂલ્ય રૂ. ૧-૪-૦ આ મૂળ ગ્રંથની રચના રૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરજીએ સરળ સંસ્કૃત ભાષામાં કરી છે. તેનું ભાષાન્તરે પૂ. આ. શ્રી ઋદ્ધિસાગરસૂરિજીએ કરેલું છે. તેમાં અધ્યાત્મ જ્ઞાનની સમજણ આ પુસ્તકમાં આપવામાં આવી છે. આ ગ્રન્ય વાચકોએ મનન કરવા લાયક છે. - (૩) હીરક-સાહિત્ય વિહાર: સંજક અને પ્રકાશક શ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયા. મૂલ્ય એક રૂપિયે. આ પુસ્તકમાં લેખકશ્રીએ રચેલા સાહિત્યની પ્રત્યે તેમજ લેખેની સૂચી. વિભાગવાર આપવામાં આવી છે. તેમના લેખેના અભ્યાસીને અને તેને સંદર્ભ તરીકે ઉપગ કરનારને આ પુસ્તિકા ઉગી નીવડે તેવી છે (૪) નર્મદ સંસ્કૃત-ગુજરાતી શબ્દકેષ –સંપાદક: શાસ્ત્રી નર્મદાશંકર જ. રાવળ; સાહિત્યાચાર્ય, કાવ્યતીર્થ, રાષ્ટ્રભાષા રત્ન, 5. T. C. ઠે-જુવાનસિંહજી સંસકૃત પાઠશાળા, ભાવનગર, મૂલ્ય એક રૂપિયો વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ રીતે શબ્દો અને ધાતુઓ આપીને કોષને વિદ્યાર્થી-ઉપયોગી બનાવવામાં આવ્યું છે. સંપાદક પિતે સંસ્કૃતના શિક્ષક અને અભ્યાસી છે તેથી ઉપયોગી બને તે કાળજીથી તે તૈયાર કરેલ છે. વિદ્યાથીઓએ તે વસાવવા લાયક છે. (૫) -તંત્રની –લેખક શ્રીમાન રૂપચંદજી ભણસાલી. પ્રકાશક : શાહ ઝવેરભાઈ કેસરીભાઈ ઝવેરી કાર્યવાહક, શ્રી જિનદત્તસૂરી જ્ઞાન ભંડાર–પાયધુની, મુંબઈ. મૂલ્ય વાંચનમનન. ખરતરગચ્છના શ્રી મેહનલાલજીનું જીવન ચરિત્ર ગુજરાતીમાં છપાયેલું છે. તેને હિન્દી અનુવાદ આ પુસ્તકમાં આપવામાં આવ્યો છે. તેમાં શ્રી મેહનલાલજી મહારાજને જીવન પરિચય આપવામાં આવેલ છે. (૬) શાકાહાર કે માંસાહાર:લેખક: પ્રો. ઘનશ્યામ જેવી, એમ. એ. સાહિત્યાચાર્ય પ્રકાશક: શ્રી જૈન સાહિત્ય સભા; નલાવાલા બિલ્ડીંગ, લુહાર ચાલ; મુંબઈ નં. ૨. કિંમત માંસાહારી ભાઈ બહેનને ભેટ. અન્ય માટે રૂ. ૨-૦૦ પ્રાથનમાં જણાવ્યા મુજબ માંસાહારી ભાઈ બહેને માંસાહારને ત્યાગ કરે એવો એક આશય આ પુસ્તક પ્રસિદ્ધ કરવા પાછળ રહેલું છે. અને વિદ્વાન લેખકશ્રીએ આ પ્રશ્નની વિવિધ પાસાઓ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29