________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
શ્રી આત્માનંદ પ્રકાશ.
કેટ, પાટલન, નેકટાઈ, શુઝ અને એવા અનેક બીનજરૂરી ફેશનના ખર્ચમાં જ આવક પૂરી થાય છે. નિર્વાહ માટે દેવું કરે છે અને પછી એકેએક અપ્રમણિતા સેવે છે. આદર્શ હીન વિદ્યાર્થીની ભાવી દશાનું આ આ ચિત્રમાત્ર છે. એની કહાણુઓ ડગલે ને પગલે મળી રહે તેમ છે. વિદ્વાન ન્યાયાધીશો ન્યાયને બઝારૂ ચીજની માફક વેચે છે. સંસ્કારી ગણાતા વકીલે અને બેરીસ્ટરો અસીલોને નીચોવવા કજીયાએ લંબાય તેવી અવળી સલાહ આપે છે અને સેવાના રસ્તાને દાવો કરતા ડાકતરો લક્ષમી લુંટવા માટે દયાપાત્ર દરદીઓ સમક્ષ યમનું આચરણ કરે છે. આજની કેળવણીની પરાકાષ્ટાએ પહોંચેલા આ લોકોનું આ આચરણ જોયા પછી લક્ષ્યહીન આજીવિકા માટેજ લેવાતી વિદ્યાના કેવા ઝેરી ફળ પાકે છે તે કહેવા માટે શબ્દો પૂરતા નથી અને તેથીજ આજે મારે આ સંદેશ સૂણવવાની જરૂર છે કે—વિદ્યાથી પિતાના જીવનની શરૂઆત જ સેવાના સ્વાતંત્ર્યથી કરે, આઝાદી માટે મરી ફીટવાનીયે તાલીમ કેળવે, અને પછી આવા લક્ષ્યવાળી વિદ્યા જીવનના એકેએક વિકાસ માર્ગ ખુલ્લા કરી, મુકિત તરફ લઈ જાય એમાં શક નથી.
ઋષિ મુનિઓને એ સિદ્ધાંતનિર્ણય છે કે– “ विद्या ददाति विनयं विनया धाति पात्रताम् ।
पात्रत्वाद् धन माप्नोति धनाद्धर्म स्ततः सुखम् ॥ १॥ આ નાનકડો પણ ભારે ઉપયોગી લોકનો ભાવાર્થ–પરમાર્થ સારી રીતે સમજી, તેનું શાન્ત ચિત્તે મનન કરી, સ્વજીવન વિકાસમાં ખૂબ ઉપયોગી થાય તેમ કરવું યોગ્ય છે.
ખરી વિદ્યા વિનય-નમ્રતા-મૃદુતા શિખવે છે, અને મદ અભિમાન–ઉદ્ધત અહંકારને ગાળે છે. વિનય ગુણથી જીવ પાત્રતા–ચોગ્યતા-લાયકાત પામે છે. પાત્રતા પામવાથી ન્યાયસર લક્ષમીની પ્રાપ્તિ થાય છે. ન્યાયસર લક્ષમીની પ્રાપ્તિથી તેને યથાસ્થાને વિનિયોગ-ઉપયોગ કરવાની બુદ્ધિ જાગે અને એમ વિવેકપૂર્વક પ્રાપ્ત લક્ષમીને યથાસ્થાને વિનિયોગ કરવાથી બાધક અંતરાયકર્મનો નાશ થવાથી આત્મિક સુખની સહેજે પ્રાપ્તિ થાય છે. ઉકત લેકમાં બતાવેલ કમ સાદો અને સીધો છે. મારી ઉમેદ છે કે વિદ્યાથી બંધુઓમાં મારે આ સંદેશ જ્યાં પણ પહોંચી શકે તેવા સઘળા વિદ્યાર્થીઓ દેશ, રાષ્ટ્ર અને ધર્મને સ્વાતંત્ર્ય મળે તે દિશામાં પિતાનું વિદ્યાથી-જહાજ કુશળતાથી હંકારશે ને સુખી થશે. ઈતિશમ.
For Private And Personal Use Only