Book Title: Atmanand Prakash Pustak 026 Ank 09
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદ્યાર્થી વિભાગ વાંચન. ૨૨૭ ગુંજે છે, તેમાં આદર્શ હીન વિદ્યાથી ફસાય છે, મોહાય છે, પરિણામે અકળાય છે, મુંઝાય છે અને જવાબદારી અને જીવન યાત્રા સમાપ્ત કર્યા વિનાજ અકાળે તેનો નાશ થાય છે. આજ વાત જરા વધારે સ્પષ્ટ કરીએ. અભ્યાસની રેલ પંજાબ મેલની ઝડપે આગળ ધપતી હોય ત્યાં મૂખ મા બાપે વાસનાને વિકારની લાલચ ધરે છે. એ પ્રસંગે ભોળો બાળક અને આદર્શ હીન વિદ્યાથી તેમાં ફસાય છે અને પુરા પંદર વર્ષ ન થયા હોય તે પહેલાં કોઈ ઢીંગલી સાથે પરણે છે અને અણમોલ અંદગીના વિદ્યાર્થીકાળના દશ વર્ષનું એ ખપ્પરમાં અજાણતાં બલિદાન ધરાય છે. પછી? પછી શું? આખી જીંદગી રસહીન, ઉત્સાહહીન, અને પ્રેરણારહિત બને છે. નિર્બળતા, પામરતા અને તુચ્છતા એને કબજો મેળવે છે. તેમજ અપરિપક્વ લાગણુએ, વાસનાઓ અને વીર્યનું ઉન્માગે વહન થાય છે. ગૃહિણી, વડીલે અને કુટુંબ વિગેરે બધા પ્રત્યેની ફરજમાં ગઈ કાલને કૂદતે થનગનતે કેડીલે યુવાન (વિદ્યાથી ) આજે અશકિતથી નિષ્ફળ નીવડે છે. તમે માવડીયા છે, મારી જરૂરીઆતે અને આશાઓ અપૂર્ણ છે, પુરી થતી નથી. કેટલીયેવાર ફેશનેબલ કપડાં ને ઘરેણાં લાવવા કહ્યું પણ કયાં લાવ્યા ? આમ હતું તે પરણ્યા શાને ? એમ કહી અજ્ઞાન જીવન સહચરી (સ્ત્રી) એ વિદ્યાથી (પતિ થવા નાલાયક) ને અવગણે છે અને અપમાને છે. બાયલે છે, બાયડી કહે તેમ કરે છે, એને ચડાવે છે, ઉપર રહી એણીને બહેંકાવે છે. પાળીપિોષી મોટો કર્યો, પરણાવ્યો તે આ દિવસે માટે? એમ કહી માબાપ એ પ્રિય પુત્રને તિરસ્કારે છે. સ્ત્રી કુટુમ્બની તાણખેંચ મંડાય છે. અધુરૂં વાંચન, અપરિપકવ જ્ઞાન, અને અપ શિક્ષણ અને નિકાલ કરવા નિષ્ફળ નીવડે છે. પરિણામે એ વિદ્યાથી નિરાશ અને હતાશ બને છે. વિકારોને ગુલામ બની, ઉપકારક વડીલ જનોથી છુટો પડે છે અને કુટુમ્બ ભાવનાનો ધ્વંસ કરે છે. બસ, બાકીની જીંદગી નિર્માલ્ય પેટ ઘસડતા કીડાની માફક પૂરી કરી, સ્વજીવન યાત્રા સમાપ્ત કરે છે. વિદ્યાથીએ જે લક્ષ્મપૂર્વક વિદ્યાર્થી જીવનની શરૂઆત કરી હેત, માબાપની બીનજરૂરી લાલચને આધીન ન બન્યા હોત તો આ દુ:ખદાયક પરિણામ ન જ આવત. હજી જરા આગળ વધીએ.– મેટ્રીક કે અમુક હદ સુધી વિદ્યાથી પહોંચે છે કે માબાપ, સ્ત્રી અને એમ બધા સંબંધીઓ તેને વિંટળાઈ વળે છે. જુઓને ! હવે ઘણું ભણ્ય ! આપણે વળી કયાં બારીસ્ટર થવું છે કે બહુ ભણુએ! વિગેરે રોજ કકળાટ મચાવે છે. વિદ્યાથી કાયર બની નેકરીયે ચડે છે. ત્યાં પણ સાદાઈ કે સચ્ચાઈના સંસ્કારને બદલે પિઝીશનના બાઉને આધીન બને છે. મહીને માંડ પંદર લાવે છે તે ફેંટ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36