Book Title: Atmanand Prakash Pustak 026 Ank 09
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૦ શ્રી આત્માનંદ પ્રકાશ. સામાન્યજ્ઞાન, સૂત્રો અને કાવ્ય વિભાગ એ પાંચ વિભાગથી બહુ જ સરળ ઉપયોગી અને જાણવા યોગ્ય વિવિધ વિષયથી ભરપુર છે, તેથી આ બુકનું શિક્ષાવલી એ નામ સાર્થક કર્યું છે. કિંમત આઠ આના. શ્રી જૈન સસ્તુ સાહિત્ય પ્રચારક કાર્યાલયને પહેલો વાર્ષિક રીપોટ–સને ૧૯૨૮-૨૯ મેનેજર ઘેલાભાઈ પ્રાણલાલ શાહ-કલેલ સસ્તું પ્રગટ કરી પ્રચાર કરવાના હેતુથી આ કાર્યાલયને થયેલ જણાય છે. કાર્યાલયની આ શરૂઆત છે, તેને મેનેજરના ભવિષ્યના અભિલાષે તેની પ્રગતિ માટે ઠીક જણાય છે. દરેક કામ સમાજ વગેરેમાં સાહિત્ય વિકાસના આવા પ્રયતને આવકારદાયક છે. રીપોર્ટ વાંચતા હિસાબ ચોખવટવાળા છે. અમે તેની આબાદી ઇરછીએ છીએ. શ્રીમતી દિવાળી બહેનનો સ્વર્ગવાસ. આ સભાના સ્વર્ગવાસી મુરબી (પેટ્રન ) શ્રીયુત વેરા હઠીસંગ ઝવેરચંદના સુપલી દીવાળીબાઈ થોડા વખતની બિમારી ભોગવી ફાગણ વદી ૩ ગુરૂવારના રોજ પંચત્વ પામ્યા છે. બંધુ શ્રી હઠીસંગ આ સભાના પેટ્રન હતા. સભા ઉપર તેમનો સંપૂર્ણ પ્રેમ અને લાગણું જે હતી તે તેમની હૈયાતિ પછી શ્રી દીવાળી હેને છેલ્લી ઘડી સુધી સાચવી રાખેલ. શ્રીદીવાળી બહેને પોતાના પતિના સ્વર્ગવાસ પછી પણ અત્રેના જૈન સંઘમાં, તેમની જ્ઞાતિમાં અને વ્યવહારમાં તેમના મરહુમ પતિની કીર્તિ સાચવી રાખી હતી બકકે વધારો કર્યો હતો. તેઓ સ્વભાવે સરલ, મીલનસાર, ધર્મશ્રદ્ધાળું, ઉદાર અને વ્યવહારકુશળ હતા. અત્રેના શ્રાવિકા સમુદાયમાં તેમની ખોટ પડી છે. આ સભા ઉપર તેમનો સંપૂર્ણ પ્રેમ હતો. અને શ્રી હઠીસંગભાઈના તરફથી આ સભાની ઉજવાતી વર્ષગાંઠના ફાળામાં બહેન દીવાળીબાઈ તેટલેજ રસ અને આનંદ તથા ગુરૂભકિતમાં લેતા હતા, જેથી આ સભા પણ તેમના સ્વર્ગવાસથી અત્યંત દિલગીર થયેલ છે. તેમના પવિત્ર આત્માને અખંડ શાંતિ પ્રાપ્ત થાઓ તેમ ઈરછી, શ્રીમતી મતીબહેન તથા હેમબહેન તેમના પગલે ચાલી આ સભા ઉપર પ્રેમ રાખવા સાથે શેઠશ્રીની કીર્તિમાં વૃદ્ધિ કરે એમ અંત:કરણપૂર્વક ઈચ્છીયે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36