________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૃત્યુનો ભય. 64 પૂર્વજોમાં મૃત્યુ પછી આત્માનું ભવિષ્ય શુ હાય છે એને વિષે મતભેદ હતા, પણ મૃત્યુ એ આવશ્યક અને કુદરતી રીતે મળેલા આરામ છે એને વિષે તે બધાને એકમત હતો. તેઓ એમ માનતા હતા કે મૃત્યુથી ભયભીત થવુ એ એક પ્રકારના રોગ છે. આ જ્ઞાનીઓ વળી એમ પણ કહેતા કે મૃત્યુ જ એક એવા પ્રકારની વસ્તુ છે કે જે વર્તમાનમાં આપણને દુઃખ દેવાને સર્વથા અસમર્થ છે, કેમકે આપણે જયાં લગી હયાત છીએ ત્યાંલગી મૃત્યુની હયાતી હાઈ જ ન શકે. જેમ વરાદિ ઉપાધિયા જીવતાં આપણને દુ:ખ દઈ શકે છે તેમ મૃત્યુના કલેશ હયાતીમાં હાઈ જ ન શકે. જ્યાં મૃત્યુ છે ત્યાં આપણે નથી. કેટલાક એમ માને છે કે જન્મ પછી મૃત્યુ આવે છે, આ ખાટી માન્યતા છે. મૃત્યુ જન્મ પહેલાં પણ હતું, એટલે મૃત્યુ અને જન્મ, જન્મ અને મૃત્યુ એ યુગલ હમેશાંને સારૂ કાયમની વસ્તુ છે. જે મીણબત્તીને આપણે ઓલવી નાખીએ છીએ તે આપણે તેને પ્રગટાવી તેના પહેલાં જેવી હતી તેવી પાછી થઇ રહે છે. એજ તો પ્રમાણે મરણ પામેલ મનુષ્યને વિષે સમજી લેવું. મનુષ્ય પણ જમ્યા પહેલાં il જેવા હતા તેવા મૃત્યુ પછી થઈ રહે છે. આ સ્થિતિ દ:ખદાયક નથી, પણ. સુખદાયક છે. એથી મૃત્યુ એ બધાં દુ:ખનુ' નિવારણ છે. એમ સમજવું ઘટે છે. કાં તો મૃત્યુથી સુખમાં વૃદ્ધિ થાય છે, અથવા તો દુ:ખને અન્ત તા આવે જ છે. મૃત્યુ ગુલામને બંધનમાંથી છેાડાવે છે, જેલના દરવાજો ખોલે છે, વેદનાઆને શાંત કરે છે, ગરીબના તરફડાટનો અંત લાવે છે; અરે, એ તે કુદરતે બક્ષેલી ઉત્તમ ભેટ છે. બધે એ મનુષ્યને સર્વથા ચિન્તામુક્ત કરે છે. અને કદાચ એને આપણે દુ:ખદાયક બનાવ સમજીએ તો પણ તેના અર્થ એટલે જ ના કે જે જનમવાટ આપણે ભાગવી લીધી તેના અન્ત આવ્યા ? મૃત્યુને આપણે ભેટવા તૈયાર થઈએ અથવા તેનાથી ભાગીએ તે એક રીતે શાપ છે. અથવા તો અપશુકન છે એમ માનવાનું કશુ કારણ નથી, કેમકે પેલી મીણમાં રીની માફેક આપણે તે જેવા હતા તેવા થઈ રહેવાની વાત છે, એ તો આપણને બનાવતી વખતે જ કુદરતે આપણે સારૂ જે કાયદો ઘડી મુક્યા એ કાયદાને અનુસરવાની વાત થઇ. તેથી ડરવુ શુ ? '' એ યુરોપીય નીતિને ઇતિહાસ ?માંથી For Private And Personal Use Only